________________
અકસ્થાન
મારા ઘરમાં નાની–મેટી મળીને ૫ વ્યક્તિઓ છે.” મારી પાસે ૫૦૦૦ રૂપિયાની પુંજી છે.' મારી હાલની ઉંમર ૬૦ વર્ષની છે.” વસ્તુને ભાવ જાણુ હોય, વ્યાપારની પરિસ્થિતિ જાણવી હોય કે કોઈ પ્રવૃત્તિના ખર્ચને અંદાજ કાઢ હોય તે એ કાર્ય અંકથી જ સિદ્ધ થઈ શકે છે, અન્ય કઈ સાધનથી નહિ.
આજે ચંદ્ર પર પહોંચવાની તૈયારીઓ થઈ રહી છે, પણ પૃથ્વીથી ચંદ્ર ક્યારે-કેટલે દૂર હોય છે? ત્યાં પહોંચનાર રેકેટને એક કલાકની કેટલા માઈલની ઝડપ રાખવી પડે ? વગેરે હકીકતોનું જ્ઞાન અંકના આધારે જ પ્રાપ્ત થયું છે.
વિજ્ઞાનને આત્મા ગણિત છે અને ગણિતને આત્મા અંક છે, એટલું અવશ્ય યાદ રાખવું.
અંક એટલે ૧ (એક), ૨ (બે), ૩ (ત્રણ), ૪ (ચાર), ૫ (પાંચ), ૬ (છ), ૭ (સાત), ૮ (આઠ), ૯ (નવ) અને ૦ (શૂન્ય).
કેટલાકને ખ્યાલ એ છે કે શૂન્ય કંઈ પણ મૂલ્ય (Value) બતાવતું નથી, માટે તેને અંક કહેવાય નહિ; પરંતુ આ ખ્યાલ ભૂલભરેલું છે. શૂન્ય પણ એક પ્રકારને અંક જ છે અને તેથી જ ૧૦ ને બે અંકની, ૧૦૦ ને ત્રણ અંકની તથા ૧૦૦૦ ને ચાર અંકની સંખ્યા કહેવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org