________________
૨૦
ગણિત-રહસ્ય હોય છે. આવી એક અબજ ફાઉન્ટન પેનને એક પંક્તિમાં ગઠવીએ તો એ પંક્તિ આશરે એક લાખ માઈલ લાંબી થાય, એટલે કે દુનિયાના ગોળાને ચાર વાર વીંટળાઈ વળે અને છતાં બાર હજાર માઈલ વધે.
આ જાણ્યા પછી ઘણાને અધધ થઈ પડશે, પણ આંકડા માંડીએ તે વસ્તુસ્થિતિ સ્પષ્ટ થઈ જશે. - છ ઈંચની ૨ ફાઉન્ટન પેનને સાથે મૂકીએ એટલે ૧ કુટ થાય, એ હિસાબે ૧૦૫૬૦ ફાઉન્ટન પેનને મૂકીએ એટલે ૧ માઈલ થાય. ગણવાની સરલતા ખાતર તેને ૧૦૦૦૦ માની લઈએ, તે ૧ લાખ ફા–પેને ૧૦ માઈલ થાય, ૧. ક્રોડ ફા–પને ૧૦૦૦ માઈલ થાય અને ૧ અબજ ફા–પેને ૧૦૦૦૦૦૦ માઈલ થાય.
હાલ તે ભારતમાં કેઈ અબજપતિ નથી, પરંતુ માની. લઈએ કે એક વ્યક્તિ અબજપતિ છે અને તેની પાસેનું બધું જ નાણું ૧ રૂપિયાની કરંસી નોટમાં છે. જે આ. કરંસી નોટની જાડાઈ ઇંચના સમા ભાગ જેટલી હોય તે પણ એને ઢગલે ૧ કોડ ઈંચ ઊંચે થાય, એટલે કે ૮૩૩૩૩૩ આઠ લાખ તેત્રીશ હજાર ત્રણસે ને તેત્રીસ ઉપરાંત એક તૃતીયાંશ ફુટની ઊંચાઈને ધારણ કરે કે જે હિમાલયના સહુથી ઊંચા એવરેસ્ટ શિખર કરતાં આશરે ૨૭ ગણી મોટી છે.
એક અબજપતિ રેજના ૧૦૦૦ રૂપિયા ખર્ચ કરે તે વર્ષમાં ૩૬૦૦૦૦ ત્રણ લાખ ને સાઠ હજાર વપરાય. માની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org