________________
ગણિત-રહસ્ય . જિજ્ઞાસુએ કઈ સંખ્યા લખી છે, તે પ્રકાર જાણ નથી, એટલે તેને માટે એ સંખ્યા અજ્ઞાત છે. અજ્ઞાત એટલે નહિ જાણેલી (unknown).
અહીં પ્રયોગકાર રંગ જમાવવા માટે અજ્ઞાત અને જ્ઞાત વિષે થોડું વિવેચન કરે તે ઠીક રહે છે. જેમકેઆ વિશ્વ વિરાટુ છે. તેમાં આપણે ન જાણતા હોઈએ તેવું ઘણું છે અને જાણતા હોઈએ તેવું બહુ ઓછું છે. આપણે જેને વિદ્વાન્ કે પંડિત તરીકે ઓળખતા હોઈએ છીએ, તે પણ વાસ્તવમાં જ્ઞાન–મહાસાગરનાં શેડાં બિંદુઓ જ પામેલા હોય છે. ગુરુવાકર્ષણના નિયમની શોધ કરનાર સર આઈઝેક
ન્યુટને કહ્યું હતું કે આપણી સ્થિતિ તે જ્ઞાનરૂપી મહાસાગરના કિનારે શંખલા-છીપલા વીણવા જેવી છે. એટલે કે હજી આપણે વાસ્તવિક્તાના સમુદ્રમાં પ્રવેશ કર્યો નથી. આજના અન્ય વૈજ્ઞાનિકો પણ. આવી જ વા વદે છે. તેઓ કહે છે F-“ We are beginning to appreciate better and more throughly, how great is the range of our ignorance.” અર્થાત્ આપણા અજ્ઞાનને વિસ્તાર કેટલે મોટો છે, તે આપણે વધુ સારી અને સ્પષ્ટ રીતે સમજવા લાગ્યા છીએ.
પરંતુ મિત્રે ! પ્રયત્ન કરીએ–પુરુષાર્થ આદરીએ તે અરાતને જ્ઞાત બનાવી શકાય છે. ભૌતિકશાસ્ત્ર, રસાયણ-- શાસ્ત્ર, વૈદ્યક, શિલ્પ, તિષ વગેરેનું જ્ઞાન આપણે શી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org