Book Title: Gandharwad Author(s): Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Samiti View full book textPage 7
________________ પરિવરેલા, ક્રોધ અને માનથી ધમધમેલા એવા શ્રી ઈન્દ્રભૂતિ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ જ્યાં બીરાજે છે તે ભૂમિ તરફ ચાલ્યા. આ અગિયારે બ્રાહ્મણ પંડિતોના મનમાં એક એક સંદેહ હતો. પોતાનું સર્વશપણું દૂષિત ન થાય એટલે તે કોઈને પણ પુછતા ન હતા. પરમાત્મા શ્રી મહાવીરપ્રભુએ કેવલજ્ઞાન દ્વારા સર્વે સંશયો જાણીને તેઓ પૂછે તે પહેલાં જ આ પ્રશ્નોની ચર્ચા શરૂ કરી અને સુંદર ઉત્તર આપ્યા. એક પછી એક આવેલા તમામ બ્રાહ્મણ પંડિતો આ પ્રશ્નોના ઉત્તરો સાંભળીને પ્રતિબોધ પામ્યા. પ્રભુ પાસે દીક્ષિત થયા. ત્યારબાદ આ અગિયારે બ્રાહ્મણ પંડિતોને “ગણધર” તરીકે ઘોષિત કરાયા અને પરમાત્માની સાથે થયેલી આ ચર્ચાને “ગણધરવાદ” કહેવાયો. તેની વિશાલ ચર્ચા શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં છે અને સંક્ષિપ્ત ચર્ચા શ્રી કલ્પસૂત્રમાં છે. ગણધરવાદનો આવિર્ભાવ : અર્થથી તીર્થકર ભગવંતોએ કહેલાં અને સૂત્રથી ગણધર ભગવંતોએ રચેલાં શાસ્ત્રોને “આગમશાસ્ત્ર” અથવા અંગપ્રવિષ્ટ શ્રુત કહેવાય છે અને સ્થવિર આચાર્યોએ રચેલાં શાસ્ત્રોને અંગબાહ્યશ્રુત કહેવાય છે. તેમાં ગણધર ભગવાન રચિત “આવશ્યકસૂત્ર” છે કે જેમાં સામાયિક આદિ ૬ આવશ્યકોનું વર્ણન છે. તે આવશ્યક સૂત્ર ઉપર શ્રી ભદ્રબાહુસ્વામીએ પ્રાકૃત ભાષામાં “નિર્યુક્તિ” બનાવી છે. આ શ્રી ભદ્રબાહુજી ચૌદ પૂર્વધર હતા તથા તેઓશ્રીએ ૧૦ નિર્યુક્તિઓ બનાવી છે (૧) આવશ્યકસૂત્ર, (૨) દશવૈકાલિક, (૩) ઉત્તરાધ્યયન, (૪) આચારાંગ, (૫) સૂત્રકૃતાંગ, (૬) દશાશ્રુતસ્કંધ, (૭) બૃહત્કલ્પ, (૮) વ્યવહારસૂત્ર, (૯) સૂર્યપ્રજ્ઞપ્તિ અને (૧૦) ઋષિભાષિત સૂત્ર. આ દશ સૂત્રો ઉપર નિર્યુક્તિ રચી છે. શ્રી ભદ્રબાહુસ્વામિજીએ બનાવેલી “આવશ્યકનિર્યુક્તિ”માંથી પ્રથમ જે સામાયિક આવશ્યકની નિર્યુક્તિ છે. તેના ઉપર શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણજીએ પ્રાકૃત ભાષામાં “શ્રી વિશેષાવશ્યકભાષ્ય” નામનો મહાગ્રંથ (લગભગ ૪000 ગાથાઓનો આ ગ્રંથ) બનાવ્યો છે. તેમાં આ સામાયિક આવશ્યક ક્યાંથી આવિર્ભત થયું? તે પ્રસંગ સમજાવતાં “મહસેનવનમાં ભગવાનની વાણી સાંભળીને ગણધરો દ્વારા દ્વાદશાંગીની રચના થઈ ત્યારે” આ વાત આવતાં ગણધરોની વાત નીકળતાં “ગણધરવાદની ચર્ચા શરૂ થઈ છે.” આવશ્યક નિર્યુક્તિમાં ગણધરોના નામો, શિષ્ય પરિવાર, કયો કયો સંશય હતો ? ઈત્યાદિ વિષયને સૂચવનારી મૂળ ૪૨ ગાથાઓ જ માત્ર છે. વેદપદોના તેઓ શું અર્થ કરતા હતા ? સાચો અર્થ શું હોઈ શકે ? પૂર્વપક્ષ તરફની યુક્તિઓ અને ભગવાને આપેલા ઉત્તરોPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 650