Book Title: Firak Gorakhpuri Author(s): Kumarpal Desai Publisher: Parichay Trust View full book textPage 9
________________ શિક ગોરખપુરી એક દિવસ રાજકિશોર સહર કવિ દાગને એક શેર લઈને આવ્યા. શેર જરા કઠિન હતું અને તેને મર્મ રાજકિશોરને તે નહીં, પણ એમના ગુરુ મિઝ ફહીમ ગેરખપુરીને પણ સમજાતું નહોતે. શેર આ પ્રમાણે હતો: દિલ હી તો હૈ ન આએ , દમ હી તો હૈ ન જાએ કચો, સુઝ કે ખુદા જ સબ્ર દે , તુઝકો હસી અનાએ કયો? ' ફિરાક આ શેરને અર્થ સમજી શક્યા. તેમણે કહ્યું કે અહીં પ્રેમી પ્રેમિકાના વર્તનથી ખૂબ દુઃખી અને અસંતુષ્ટ બની ગયો છે. એને ચીડવવા માટે પ્રેમિકા મજાકમાં કહે છે કે ભગવાન તને સબૂરી આપે. ત્યારે પ્રેમી કહે છે કે ઈશ્વરે તને આટલી સુંદર કેમ બનાવી છે જેને કારણે તેને કહેવું પડે છે કે દિલ છે તે કેમ આવતી નથી અને અમારે દમ કેમ તૂટતો નથી! ફિરાકનું આ અર્થઘટન સાંભળીને રાજકિશોર એમને ભેટી પડ્યા. ૧૯૧૩માં ફિરાક સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટની પરીક્ષામાં બીજા વર્ગમાં ઉત્તીર્ણ થયા અને અલ્લાહાબાદની મેર સેન્ટ્રલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. આ સમયે ઈતિહાસ, તર્કશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનમાં ફિરાકને રુચિ થઈ. ૧૯૧૪માં ફિરાકનાં લગ્ન થયાં. ફિરાકના પરિવારને દગે કરીને આ સંબંધ નક્કી કરવામાં આવ્યો હતે. એ સ્ત્રી માત્ર દેખાવથી જ નહીં, પરંતુ સ્વભાવથી પણ કુરૂપ હતી. ફિરાક પત્નીનેPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36