Book Title: Firak Gorakhpuri
Author(s): Kumarpal Desai
Publisher: Parichay Trust

View full book text
Previous | Next

Page 8
________________ પરિચય પુસ્તિકા પ્રાપ્તિ મળતી ત્યાં એમનું હૃદય વિગલિતવેદ્યાન્તર (બીજા કશામાં રસ ન રહે તેવું થઈ જતું. પિતાના પિતાની થેડી નજમ અને ગઝલ પણ મેઢ થઈ ગઈ હતી. આમ છતાં પિતાને ગળથુથીમાંથી શાયરી મળી હતી એવી રૂઢિગત વાતને ફિરાક અસ્વીકાર કરે છે. ફિરાક પહેલાં મૉડર્ન સ્કૂલમાં, પછી મિશન સ્કૂલમાં, ત્યાર બાદ જ્યુબિલી હાઈસ્કૂલમાં અભ્યાસ માટે ગયા. નવમા ધોરણમાં હતા ત્યારે અંગ્રેજ કવિ ગેની કરુણપ્રશસ્તિ એટલી બધી ગમી ગઈ કે મહિનાઓ સુધી એનું રટણ કરતા રહ્યા. ૧૪–૧૫ વર્ષની ઉંમરે સ્વામી રામતીર્થનાં અંગ્રેજી ભાષણે વાંચ્યાં. એમાં વેદાન્ત પર આધારિત ધર્મસિદ્ધાંતેની જે તર્કબદ્ધ રજૂઆત હતી તે ખૂબ ગમી. ફિરાક દસમા ધોરણમાં આવ્યા ત્યારે એમનાથી વધુ ગુણ મેળવનારા થોડાક વિદ્યાર્થીઓ હતા ખરા, પરંતુ લાંબા લાંબા અંગ્રેજી ફકરાઓને એક શબ્દમાં સંક્ષેપ કરી શકે તેવા આખાય વર્ગમાં એકલા ફિરાક જ હતા. આ સમયે એમના ફેઈના દીકરા રાજકિશોર સહર સાથે ગાઢ દસ્તી થઈ. રાજકિશોર ફિરાકને ત્યાં જ રહેતા હતા અને તેઓ મોડી રાત સુધી ફિરાકની સાથે ગુલઝાર-એનસીમનાં કાવ્યોનું પઠન અને અર્થઘટન કરતા. વળી અમીર મીનાઈ અને બીજા કવિઓના સેંકડો શેર પણ કહેતા. આ વાતાવરણમાં ફિરાકની કાવ્યરુચિ ખીલવા લાગી.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36