Page #1
--------------------------------------------------------------------------
________________
‘ફિરા ક’ ગોરખપુરી
કુમારપાળ દેસાઈ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ
૬૧૮
રૂ. ૧-૫૦
Serba
Page #2
--------------------------------------------------------------------------
________________
કેવી ૬૦૦ પુસ્તિકાઓ પ્રગટ થઈ ?
જે છસો પુસ્તિકાઓનું પ્રકાશન થયું છે તેનું વિષયવાર પૃથક્રણ આ પ્રમાણે થઈ શકે : અર્થશાસ્ત્ર, આરોગ્ય, આંતરરાષ્ટ્રીય, રાજકરણ, ઇતિહાસ, ભૂગોળ, કળા (ચિત્ર, સંગીત, શિલ્પ અને અનુવાદ), કાયદો, ગાંધી સાહિત્ય, ઘર અને કુટુંબ, જીવનWા, તત્ત્વજ્ઞાન, દેશવિદેશ, ધર્મ અને સંસ્કૃતિ, પત્રકારત્વ, પશુપંખી, પુરાતત્ત્વ, રાજ્યબંધારણ, ભાષા, સાહિત્ય (લગભગ તેની સમગ્રતામાં), માનસશાસ્ત્ર, રમતગમત, રાજકારણ, વનસ્પતિસૃષ્ટિ, વહીવટી તંત્ર, વિદેશી સંબંધો, વિજ્ઞાન (ભૌતિક, રસાયણ, અવકાશ વગેરે), વેપાર-ઉદ્યોગ, શિક્ષણ, સમાજશાસ્ત્ર, સંસ્થાઓ તથા સામાન્ય જ્ઞાન-આટઆટલા વિષયોને લગતી પુસ્તિકાઓ તે તે વિષયનું ઊંડું જ્ઞાન ધરાવતી સિદ્ધહસ્ત વ્યક્તિ પાસે, વાચકને વિષયનું આવશ્યક જ્ઞાન અને માહિતી અચૂક મળી રહે અને તે પ્રત્યે તેની પ્રબળ જિજ્ઞાસા તથા રસ જાગે એ દૃષ્ટિ પણ જળવાય એ રીતે, સમયસર અને માપસરના પ્રમાણમાં લખાવવી અને સામયિક સંદર્ભ પણ જળવાય એ રીતે પ્રસિદ્ધ કરવી તે અંતરની સૂઝ અને આયોજન-કૌશલ વગર અશક્ય છે.
(કૃષ્ણવીર દીક્ષિત, ‘જન્મભૂમિમાં)
Page #3
--------------------------------------------------------------------------
________________
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ
-
on
:
-
: ,
‘ફિરાક ગોરખપુરી
કુમારપાળ દેસાઈ
SC |
સંપાદક : વાડીલાલ ડગલી
પરિચય ટ્રસ્ટ, મુંબઈ
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક ચશવત દેશી
પરિચય ટ્રસ્ટ મહાત્મા ગાંધી મેમોરિયલ બિલ્ડિંગ,
નેતાજી સુભાષ રેડ, મુંબઈ- ૪૦૦ ૦૦૨
ક જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ
નવજીવન મુદ્રણાલય, અમદાવાદ - ૩૮૦૦૧૪
© કુમારપાળ દેસાઈ
પહેલી આવૃત્તિ ૧૯૮૪
રૂ. ૧૫૦
મુખ્ય વિજેતા
નવજીવન વરુ છે. નવજીવન, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
શાખા ૧૩૦, શામળદાસ ગાંધી માર્ગ
મુંબઈ- ૪૦૦ ૦૦૨
Page #5
--------------------------------------------------------------------------
________________
ફિરાક ગોરખપુરી
ઉદ્ધના પ્રગતિશીલ શાયરેની મુંબઈમાં મહેફિલ જામી હતી. સરદાર જાફરી, જાં નિસાર અખતર”, “સાહિર’ ઉધ્યાનવી, જૈફી આઝમી જેવા શાયરે એમની શાયરી શિ કરતા હતા. ફિરાક ગેરખપુરીએ બુલંદ અવાજે એક શેર પિશ કર્યો
મોત ઈક ગીત શત ગાતી થી જિગી ઝમ ઝૂમ જતી થી
Page #6
--------------------------------------------------------------------------
________________
પશ્ર્ચિય પુસ્તિકા પ્રવૃત્તિ
આ શેર સાંભળતાં એમ લાગ્યું કે ફિશક જિંદગી કરતાં માતને વધુ પ્રાધાન્ય આપે છે, આથી મહેફિલના રંગમાં ોશભર્યા અવાજે અલી સરદાર જાફરીએ કહ્યું, “ફિરાક સાહખ ! ગુસ્તાખી માફ કરના. હમે આપશેર સુનાઈ ચે, બકવાસ નહીં.”
ફિરાક કંઈ ગુસ્તાખી માફ્ કરે ખરા! એમણે તરત જ વળતા પ્રત્યુત્તર આપ્યા, મૈં તે શેર હી સુનાતા હું. બકવાસ તા આપ કરતે હૈં.
,,
આટલું કહીને ફિરાક ગારખપુરીએ શેર-શાયરીને બદલે આખીય મહેફિલને જિંદગી અને મેાત વિશેની તાત્ત્વિક વિચારણા એવી છટાદાર ખાનીમાં કહી કે મહેફિલ શાયરીને બદલે ફિરાકના ચિંતનના રંગે રંગાઈ ગઈ !
આ પ્રસંગ ક્રિકના વ્યક્તિત્વના સૂચક છે. ફિરાક આળા સ્વભાવના હતા. પેાતાની ટીકા સહી શકતા નહીં. પણ જ્યારે તે ખીજાની ટીકા કરતા ત્યારે એમનામાં
ક્વચિત્ કટુતા પણ આવી જતી. આમ છતાં અડધી સદી સુધી પાતાના સર્જનકાર્યેથી ફિરાક ગારખપુરીએ ઉર્દૂ કવિતાને એવી ઉત્કટ સંવેદનાથી સજાવી છે કે ઉર્દૂ સાહિત્યની તવારીખમાં એ અનેાખી છાપ મૂકી ગઈ છે.
ફિરાકના જન્મ ઈ. સ. ૧૮૯૬ની ૨૮મી ઔગસ્ત્ય ઉત્તર પ્રદેશના ગેરખપુરના શ્રીવાસ્તવ કાયસ્થ પરિવારમાં થયા હતા. શ્રીવાસ્તવ કાયસ્થ જ્ઞાતિ છેલ્લાં સાડા ચારસા
Page #7
--------------------------------------------------------------------------
________________
“ફિરાક” ગોરખપુરી વર્ષથી ગોરખપુર જિલ્લામાં વસે છે. ફિરાકના પૂર્વજોને શેરશાહે પાંચ ગામ ભેટ આપ્યાં હતાં, આથી ફિરાકનું કુટુંબ એ પાંચ ગામના કાયસ્થ તરીકે ઓળખાતું હતું.
ફિરાકનું બાળપણ બીજા બાળકની જેમ ધીંગામસ્તીમાં વીત્યું, પરંતુ બાળપણમાં એમને કેટલીક બાબતે વિશેષ આકર્ષતી હતી. સૂર્યોદય, સૂર્યાસ્ત, સમીસાંજનું તાપણું, હરિયાળાં ખેતરે, અંધકારમય રાત્રિ – એ બધું એમને ખૂબ ગમતું હતું. કલાક સુધી પ્રકૃતિને જોયા જ કરતા. નિશાળના એક શિક્ષક રોજ રાત્રે તુલસીદાસની રામાયણને પાઠ કરતા હતા. ફિરાકનાં ભાઈબહેનેને આમાં રસ નહોતું પડતું. પરંતુ દસ વર્ષના ફિરાક તે મેડી રાત સુધી શિક્ષકની રામકથા સાંભળતા. એની તેમના ચિત્ત પર ઘણી ઊંડી છાપ પડી. તેઓ રામના પૂજારી ન બન્યા, પરંતુ જીવનભર તુલસીદાસ અને એમની રામાયણના પૂજક બની રહ્યા. આ સમયે મૌલવી ઇસ્માઈલનાં પાઠયપુસ્તકમાં આવતું પૃથ્વીરાજ અને ઘેરી વચ્ચેનું યુદ્ધ-વર્ણન એમને બહુ ગમતું. પ્રેમચંદની વાર્તાઓ પણ એટલી જ હોંશથી વાંચતા.
ફિરાકના પિતા મુસી ગેરખપ્રસાદ ઇબરતના ઉપનામથી શાયરી લખતા. આ સમયે પાઠ્યપુસ્તક અને અન્ય પુસ્તકમાંથી અથવા લોકો પાસેથી જે ઉર્દુ કવિતાને ફિરાકને પરિચય થતે તેમાંથી ઘણું તે એમને શુષ્ક અને કર્ણકટુ લાગતી. પરંતુ એમાં જ્યાં ક્યાંય મધુરતા જેવા
Page #8
--------------------------------------------------------------------------
________________
પરિચય પુસ્તિકા પ્રાપ્તિ મળતી ત્યાં એમનું હૃદય વિગલિતવેદ્યાન્તર (બીજા કશામાં રસ ન રહે તેવું થઈ જતું. પિતાના પિતાની થેડી નજમ અને ગઝલ પણ મેઢ થઈ ગઈ હતી. આમ છતાં પિતાને ગળથુથીમાંથી શાયરી મળી હતી એવી રૂઢિગત વાતને ફિરાક અસ્વીકાર કરે છે. ફિરાક પહેલાં મૉડર્ન સ્કૂલમાં, પછી મિશન સ્કૂલમાં, ત્યાર બાદ જ્યુબિલી હાઈસ્કૂલમાં અભ્યાસ માટે ગયા. નવમા ધોરણમાં હતા ત્યારે અંગ્રેજ કવિ ગેની કરુણપ્રશસ્તિ એટલી બધી ગમી ગઈ કે મહિનાઓ સુધી એનું રટણ કરતા રહ્યા. ૧૪–૧૫ વર્ષની ઉંમરે સ્વામી રામતીર્થનાં અંગ્રેજી ભાષણે વાંચ્યાં. એમાં વેદાન્ત પર આધારિત ધર્મસિદ્ધાંતેની જે તર્કબદ્ધ રજૂઆત હતી તે ખૂબ ગમી.
ફિરાક દસમા ધોરણમાં આવ્યા ત્યારે એમનાથી વધુ ગુણ મેળવનારા થોડાક વિદ્યાર્થીઓ હતા ખરા, પરંતુ લાંબા લાંબા અંગ્રેજી ફકરાઓને એક શબ્દમાં સંક્ષેપ કરી શકે તેવા આખાય વર્ગમાં એકલા ફિરાક જ હતા. આ સમયે એમના ફેઈના દીકરા રાજકિશોર સહર સાથે ગાઢ દસ્તી થઈ. રાજકિશોર ફિરાકને ત્યાં જ રહેતા હતા અને તેઓ મોડી રાત સુધી ફિરાકની સાથે ગુલઝાર-એનસીમનાં કાવ્યોનું પઠન અને અર્થઘટન કરતા. વળી અમીર મીનાઈ અને બીજા કવિઓના સેંકડો શેર પણ કહેતા. આ વાતાવરણમાં ફિરાકની કાવ્યરુચિ ખીલવા લાગી.
Page #9
--------------------------------------------------------------------------
________________
શિક ગોરખપુરી એક દિવસ રાજકિશોર સહર કવિ દાગને એક શેર લઈને આવ્યા. શેર જરા કઠિન હતું અને તેને મર્મ રાજકિશોરને તે નહીં, પણ એમના ગુરુ મિઝ ફહીમ ગેરખપુરીને પણ સમજાતું નહોતે. શેર આ પ્રમાણે હતો:
દિલ હી તો હૈ ન આએ , દમ હી તો હૈ ન જાએ કચો, સુઝ કે ખુદા જ સબ્ર દે
, તુઝકો હસી અનાએ કયો? ' ફિરાક આ શેરને અર્થ સમજી શક્યા. તેમણે કહ્યું કે અહીં પ્રેમી પ્રેમિકાના વર્તનથી ખૂબ દુઃખી અને અસંતુષ્ટ બની ગયો છે. એને ચીડવવા માટે પ્રેમિકા મજાકમાં કહે છે કે ભગવાન તને સબૂરી આપે. ત્યારે પ્રેમી કહે છે કે ઈશ્વરે તને આટલી સુંદર કેમ બનાવી છે જેને કારણે તેને કહેવું પડે છે કે દિલ છે તે કેમ આવતી નથી અને અમારે દમ કેમ તૂટતો નથી! ફિરાકનું આ અર્થઘટન સાંભળીને રાજકિશોર એમને ભેટી પડ્યા.
૧૯૧૩માં ફિરાક સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટની પરીક્ષામાં બીજા વર્ગમાં ઉત્તીર્ણ થયા અને અલ્લાહાબાદની મેર સેન્ટ્રલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. આ સમયે ઈતિહાસ, તર્કશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનમાં ફિરાકને રુચિ થઈ. ૧૯૧૪માં ફિરાકનાં લગ્ન થયાં. ફિરાકના પરિવારને દગે કરીને આ સંબંધ નક્કી કરવામાં આવ્યો હતે. એ સ્ત્રી માત્ર દેખાવથી જ નહીં, પરંતુ સ્વભાવથી પણ કુરૂપ હતી. ફિરાક પત્નીને
Page #10
--------------------------------------------------------------------------
________________
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ સાચી જીવનસાથી અને જિંદગીના સહારા માનતા હતા. પરંતુ પ્રમાદી અને અણુઘડ પત્નીને કારણે ફિરાકનું લગ્નજીવન ભાંગી પડ્યું. લગ્ન પછી એક વર્ષ સુધી તેએ શત્રે ઊંઘી શકયા નહીં. માનસિક અને શારીરિક દુર્દશાને કારણે ફિરાકને સંગ્રહણીના રાગ થયા. આવી કપરી પરિસ્થિતિમાં પણ ાિકે એફ.એ.ની પરીક્ષા આપી અને આખા પ્રાંતમાં સાતમા ક્રમે આવ્યા. પેાતાના આ કપરા સમયને યાદ કરીને ફિશક એમ કહેતા કે ખાળપણમાં જે વિદ્યા તરફની રુચિ હતી તેને કારણે જ તે આ આકરી તાવણીમાંથી સફ્ળપણે પસાર થઈ શકયા અને પેાતાનું ચિત્ત સ્વસ્થ રાખી શકયા. સંગ્રહણીની ચિકિત્સાને માટે બી.એ.ની પરીક્ષા એક વર્ષ આપી નહીં. ૧૯૧૮માં તેએ ખી.એ. થયા અને એમના પ્રાંતમાં ચેાથા ક્રમે આવ્યા. ત્રીજા ક્રમે હૈં. ઝાકિરહુસેન હતા.
બી.એ.નું પરિણામ જાહેર થાય તે પહેલાં જ ફિરાકના પિતાનું અવસાન થયું. પિતાના . અવસાન અગાઉ નાની અહેનની સગાઈ થઈ ચૂકી હતી. શોકગ્રસ્ત ફિરાકને નાની અહેનના લગ્નની તૈયારી કરવી પડી. બી.એ.નું પરિણામ આવ્યા પછી ફિરાકની ડેપ્યુટી કલેક્ટર તરીકે વરણી થઈ. આ વખતે પ્રથમ વિશ્વયુદ્ધ થતાં આઈ,સી,એસ.માં કેવળ ઇન્ટરવ્યૂથી ભરતી કરવાની સરકારને જરૂર ઊભી થઈ. ફિરાકે લખનૌમાં ઇન્ટરવ્યૂ આપ્યા અને એમાં પ્રથમ
Page #11
--------------------------------------------------------------------------
________________
પિરા ગેરખપુરી સ્થાન પ્રાપ્ત કર્યું. પરંતુ ગાંધીજીના પ્રભાવ હેઠળ એમણે અસહકારની લડતમાં ઝંપલાવ્યું. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા માટે એમને દેઢ વર્ષની કેદ થઈ. બીજા રાજકીય કેદીઓ સાથે એમને આગ્રાની જેલમાં મોકલવામાં આવ્યા.
આ કારાવાસ કાવ્યશાળામાં પલટાઈ ગયે. અહીં સાપ્તાહિક મુશાયરા થતા અને પ્રવચને પણ યોજવામાં આવતાં. આ સમયે ફિરાકને પૈસાની જરૂર પડી. ઘરની સ્થિતિ તે એવી હતી કે ઘેરથી તે કશું મગાવી શકાય નહીં. આથી એમણે હિન્દી સામયિકે માટે કેટલાક લેખ લખીને વિખ્યાત વાર્તાકાર પ્રેમચંદને મોકલ્યા. જુદાં જુદાં સામયિકમાં એ પ્રસિદ્ધ કરીને થેડી રકમ મેળવવા માગતા હતા. પ્રેમચંદે યેગ્ય રીતે જ મિત્રધર્મ અદા કર્યો. આ સમયે ટમસ હાડ, ચાર્લ્સ ડિકન્સ, સર વેસ્ટર સ્કેટ અને જોજે એલિયટની કૃતિઓ તેમ જ વર્ડ્ઝવર્થ, કીટ્સ અને ટેનિસનની અંગ્રેજી કવિતાનો અભ્યાસ કર્યો.
એક વાર જવાહરલાલ નેહરુ ફિરાકને ત્યાં અતિથિ થયા. એમણે ફિરાકની આર્થિક ભીંસ પારખી લીધી. તરત જ નેહરુએ ફિરાકને કહ્યું કે તમે અલ્લાહાબાદ આવીને અખિલ ભારતીય કેંગ્રેસ કમિટીના સહાયક સચિવ તરીકે કામ સંભાળે. મહિનાને અઢીસે રૂપિયાને પગાર નક્કી થયો. ચારેક વર્ષ સુધી ફિરાક ગોરખપુરીએ સહાયક સચિવનું કામ કર્યું. આ સમયે એમણે કાવ્યરચનાઓ ઓછી કરી,
Page #12
--------------------------------------------------------------------------
________________
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ પરંતુ ઉત્તમ પુસ્તકૅનું અધ્યયન કર્યું. એમાં પણ પ્રિન્સ કપકિનનું “મ્યુચ્યુંઅલ એડ નામનું પુસ્તક વાંચ્યું, જેણે માનવજીવન અને માનવતા વિશે ફિરાકમાં નવી શ્રદ્ધા જગાવી. ફિરાકના કેટલાક લોકપ્રિય શેર આ સમયે રચાયા. જેમ કે,
હમ સે કથા હો સકા મુહમ્મત મેં ઔર તુમને તા બેવફાઈ કી, ગરજ કે કાટ દિએ જિન્દગી કે દિન એ દોસ્ત છે વિ તેરી યાદ મેં હૈ યા તુ ભુલાને એ.
૧૯૨૭માં કેંગ્રેસનું કાર્યાલય મદ્રાસ ગયું ત્યારે પં. જવાહરલાલ નેહરુ યુરોપના પ્રવાસે ગયા હતા. એમણે વિદેશથી ફિરાકને પત્રો લખ્યા. પાછળથી ફિરાકને એ બાબતને ઘણે અફસેસ થયે કે પિતે એ પત્રે સાચવ્યા નહીં. ફિરાક હજી માંડ બી.એ. થયા હતા ત્યાં એમને લખનૌની ક્રિશ્ચિયન કૉલેજમાં એફ.એ. વર્ગના અધ્યાપક તરીકે નિયુક્તિ મળી ગઈ. એ પછી અંગ્રેજી વિષય લઈને એમ.એ.માં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા. અલ્લાહાબાદની યુનિવર્સિટીમાં ફિરાકની અંગ્રેજીના અધ્યાપક તરીકે નિમણુક થઈ ત્રીસ વર્ષ સુધી અંગ્રેજી સાહિત્યનું અધ્યાપનકાર્ય કરીને ૧૫૮માં એ નિવૃત્ત થયા. આ સમયે કેટલાંય સાંસ્કૃતિક અને વિચારેત્તજક પુસ્તકોને અભ્યાસ કર્યો. શિક્ષક તરીકે ફિરાક વિદ્યાર્થીઓને માત્ર માહિતી કે વિગતે આપવાને બદલે એ કલાકૃતિની આંતરિક અનુભૂતિના વિશ્વમાં
Page #13
--------------------------------------------------------------------------
________________
ફિરાક ગોરખપુરી લઈ જતા. શિક્ષણ સજીવ બને તે માટે જુદી જુદી વિદ્યાઓ સાથે સતત સંપર્ક રાખતા. શિક્ષણની પ્રવર્તમાન સ્થિતિ જોઈ ને ઘણી વેદના અનુભવતા. વિદ્યાથી પદવી મેળવે છે, પણ એ પછી બેકારીને ભય એને સતત ઉદાસીન રાખે છે. દેશના યુવાનોની આ દુર્દશા જોઈને ફિરાક બેલી ઊઠયા:
રિયોજ-એ-દહર મેં કી હંસી હજી હમને દેખી હૈ, ગુલિસ્તાં દર બગલ હર ગુંચા ખડા નહીં હતા.
રિયાજ એ હિંદ કે નો ગુલ બસ જાત હૈ ખિલતે હી, યહ હાથે મેં કભી આઈના-એ-શબનમ નહીં હેતે.
ફિરાકને અધ્યાપનકાર્ય સ્વીકાર્યાને આઠેક વર્ષ થયાં હતાં. આ સમયે એક વાર મજનૂ ગોરખપુરી અને પ્રેમચંદની સાથે ફિરાક ગામડામાં રહ્યા હતા. ફિરાકે એમના ચિત્ત પર છાઈ ગયેલા નવલિકાના કથાવસ્તુની વાત કરી. બન્યું એવું કે થોડા સમય બાદ આ કથાનક પર આધારિત ગહના” નામની નવલિકા મજનૂ ગોરખપુરીએ લખી. સંજોગવશાત્ પ્રેમચંદજીએ પણ આ કથાવસ્તુને નજરમાં રાખીને “આભૂષણ નવલિકા લખી. સાહિત્યરસિકને માટે એ સમસ્યા ઊભી થઈ કે આ બેમાંથી કઈ નવલિકા પહેલાં લખાઈ છે અને કોણે બીજાના કથાનકને ઉપયોગ કર્યો છે? મજનૂ ગેરખપુરીએ જાહેર કર્યું કે આ નવલિકાનું કથાવસ્તુ એમનું કે પ્રેમચંદનું કેઈનું નથી, પણ ફિરાક ગોરખપુરીનું છે !
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૨
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ ઈ. સ. ૧૯૧૬માં ફિરાક ગેરખપુરીએ પહેલી ગઝલ લખી. શરૂઆતમાં બે-ચાર ગઝલ હજરત વસીમ મૌરાબાદીને બતાવી. એ પછી ક્યારેય કોઈનું માર્ગદર્શન લેવાની જરૂર ન પડી. વિશેષ તે ફિરાકની સાહિત્યિક કારકિદી પર મજનું ગેરખપુરી, પ્રેમચંદ અને ગદ્યકાર હજરત નિયાઝ ફત્તેહપુરીની અસર જોવા મળે છે. ફિરાક ગાલિબ પાસેથી જીવનનું નીતર્યું દર્શન પામ્યા. વેદનાના લાવારસને ધગધગતે અનુભવ મીર પાસેથી મળ્યો અને ઊર્મિને ઊછળતે આવેગ મુસહફી પાસેથી પામ્યા. પહેલાં તે શેર કહેવા એ ફિરાકને શેખ હતું. પણ પછી એ જિંદગીની તલાશનું એક માધ્યમ બની ગયા. એમની કવિતામાં વિચારની દકતા અને હદયની ભાવુકતાને વિલક્ષણ સુમેળ સધાયે. એક બાજુ આંતરિક સંઘર્ષ અને બીજી બાજુ જીવનની વિષમતા– એમ આંતર-બાહ્ય ભાવ એમની કવિતામાં તાણાવાણાની માફક ગૂંથાઈ ગયા. એમની કવિતામાં ક્યારેક પ્રેયસીના વિરહને સૂર સંભળાય છે તે ક્યારેક વિશ્વની સંવેદના શબ્દદેહ ધારણ કરે છે. ફિરાકની શાયરીમાં જે વૈશ્વિકતા મળે છે તે વિષય, ભાવ, શબ્દપસંદગી અને સ્વર ધ્વનિઓના ઉપગથી સર્જાય છે. ઉર્દૂ સાહિત્યમાં ફિરાક જે સ્વરવનિને ઉપગ ભાગ્યે જ બીજા કેઈએ કર્યો હશે.
જુગ” કાવ્યમાં ફિરાક તીવ્રતાથી માતૃપ્રેમ પ્રગટ કરે છે. માતાવિહોણું બાળક દાઈઓના હાથે ઊછર્યું છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
શિક” ગોરખપુરી આ દાઈઓએ એને એમ કહ્યું છે કે વર્ષાઋતુમાં આકાશ ઘનઘોર વાદળાંથી છવાઈ જાય ત્યારે – સંધ્યાકાળે ઊડતા આગિયાઓ ભટકતા આત્માઓના ભેમિયા બને છે. માતાના આત્માને ભેમિ બનવાની બાળકને ઈચ્છા છેઃ
તે માં કી ભટકી હુઈ ૨હ કે દિખાતા શહ.
માં મૈ જિસકી મુહમ્મત કે ફૂલ ચુન ન સકા વે માં મેં જિસકે સુહાત કે બાલ સુન ને સકા વે માં કિ ભીંચકે જિસકે કભી મેં સે ન સકા મે જિસકે અચલમે મુંહ છિપા કે રે ન સકા વ માં કિ ઘુટને સે જિસકે કભી લિપટ ન સકા વે માં કિ સીને સે જિસકે કભી ચિપટ ન સકા
આવી માતાની પાસે પહોંચીને એના ભટક્તા આત્માને ઘરને રસ્તે બતાવું, મારાં રમકડાં, મારી કિતાબ અને મારા એકડિયા-ઢંકડિયા બતાવું એવી બાળકની ખ્વાહિશ હતી. મેટા થતાં બાળકને ખ્યાલ આવે છે કે આ તે મારું મન મનાવવા માટે આયાઓએ કરેલી બનાવટ હતી. એ પછી તે એને જઠ માને છે તેમ છતાં એ જૂઠ હસીને લાગે છે. મનમાં એમ થાય છે?
મૈ જુગનૂ બન કે તે તુઝે તક પહુંચ નહીં સકતા જે કુછ હે સકે ઍ માં તૂ તરીકા બતા – જિસકે પા લે છે કાગજ ઉછાલ દૂર કૈસે યે નજમ મેં તેરે કદમ મેં ડાલ દૂ કૈસે?
ફિરાકની કવિતામાંથી પણ માતા જેવી હૂંફ અને ધબકતી આસાયેશ પ્રગટે છે. એમણે એક વાર કહ્યું હતું કે
Page #16
--------------------------------------------------------------------------
________________
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ દર્દભર્યા અવાજમાં જે સુકૂન ન હોય તે તે કાવ્ય બને ખરું? એ તે માત્ર ચીસ બની જાય છે.
મહેફિલ ઝૂમી ઝૂમીને વાહ વાહ પિકારી ઊઠે એવી સપાટી પરની જનમનોરંજનની કવિતા ફિરાકમાં નહીં મળે. એની પાસેથી તે સદાય તસલ્લી મળતી રહે છે. કવિ કહે છે:
કરતે નહીં કુછ તો કામ કરના ક્યા આવે જીતે છ જ સે ગુજરના કયા. સાયે રે રે કે મૌત માંગનેવાલે કે છના નહીં આ સકા તે મરના ક્યા આવે?
ફિરાકને પાંત્રીસ વર્ષ સુધી જિંદગી વિશેનું કેઈ સ્પષ્ટ દર્શન મળતું નથી. ક્યારેક ચિત્ત પર માનવીય પ્રણયની અસર થાય, પરંતુ એની સામે જીવનની વેદના અને મૃત્યુની બિભીષિકા દેખાય. જેટલી અધિક મહેબૂત થતી એટલી જ અધિક નફરત થતી. જીવનની શરૂઆતમાં જ ગભરાટ, વિવશતા અને તનહાઈને એટલે તીવ્ર અનુભવ હિતે કે ઘણા લાંબા સમય સુધી શું કરવું, તેને નિર્ણય તે કરી શકેલા નહીં. પ્રારંભનાં પાંત્રીસ વર્ષની પિતાની જિંદગીની ઝાંખી બે-ચાર અશઆરમાં પ્રગટ કરી છે :
ઈસી દિલકી કિસ્મતમે તન્હાઈયાં થી? કલી જિસને અપના-પરાયા ન જના. હજાર ગમ હો, નહીં ચાહતા કેઈલેકિનકિ ઇસકે બદલે કેઈ ઔર જિંદગી હતી. યે સાકિનાને-દહર યહ કયા જિતરાબ હૈ?
ઈતના કહાં ખરાબ જહાને–ખરાબ હૈ. ૧. પંક્તિઓ
Page #17
--------------------------------------------------------------------------
________________
ફિશક' ગારખપુરી
૧૫
ફિરાકના અંગત જીવનમાં નીરવ એકાંત હતું. એક માત્ર પુત્રે યુવાનીમાં આત્મહત્યા કરી. એ પુત્રીઓમાંથી એક મૃત્યુ પામી અને બીજી એમનાથી ઘણી દૂર રહેતી હતી. નસીબ સામે ફિરાકને સતત ઝઝુમવું પડયું. જીવનની પરીક્ષામાં ઉત્તમ કામયાખી હાંસલ કરી તેમ છતાં ખુશી તેા હાથતાળી જ આપતી રહી. તેઓ કહેતા કે ભલે હું પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ પાસ થતા હાઉં, પણ મારા કરતાં વધુ લાભ થ ક્લાસમાં પાસ થનારને મળે છે. સિદ્ધિ અને ખુશી એ ફિરાકને માટે જિન્દગીમાં કયારેય એકસાથે ચાલનારી માખત મની નહીં, આમ છતાં વિવાદાસ્પદ અને સંઘષૅમય જીવનની સામે ફિરાક આખર સુધી ઝઝૂમતા રહ્યા. ગઝલમાં પેાતાની આ ખુમારી પ્રગટ કરતાં તે કહે છે :
ન
નસીબે મુસ્તાકે શાનેક ઝિંઝોડ′ સકતા હું, તિલસ્પે ગફલત કાનૂન તાડ સસ્તા હું. પૃષ્ઠ હૈ મેરી મજબૂાિંસે કથા અક્ષીયતાંકી લાઈ માઢ સડતા હું ઉખલ પડે અભી આબેહયાતી' થસેર શાશક સંગકા જ ઐસા નિચોડ સતા હૂં,
સખી,
૨. સૂતેલા નસીખને ૩. ખભો ૪. ઢંઢાળવું પ. જાદુઈ . પ્રમાદ
૭. બંને લાક – આ લેાક અને પરલેાક ૮. શક્તિ ૯. દૈવી ઇરાદાઓ ૧૦. ફૂટી નીકળશે ૧૧. અમૃતજળના ૧૨. ઝરણાં ૧૭. ચિનગારી ૧૪. પથ્થરને
Page #18
--------------------------------------------------------------------------
________________
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ - ફિરાકની આગવી જીવનશૈલી, આક્રમક કે ટકોર વર્તણુક, નૈતિકતાના સ્વીકૃત ખ્યાલને અનાદર અને દારૂનું અતિ સેવન જેવી બાબતે એમની આસપાસ સતત વિવાદ જગાવતી રહી. અફવાઓ અને કૌભાંડો મહાન કવિ તરીકેની એમની પ્રતિષ્ઠાને પીછે પકડતાં રહ્યાં. એમનું જીવન જઈને કેઈને સ્કર વાઈલ્ડનું જીવન યાદ આવી જતું, જોકે ફિરાક આવી બધી અફવાઓને ગટર રૂમર' તરીકે ફગાવી દેતા અને કયારેય એનાથી અકળાતા નહીં. આ મોટા ગજાના માનવીનું કેવળ વ્યક્તિત્વ જ વિવાદાસ્પદ નહેતું; એમના અભિપ્રાયે પણ સાહિત્યમાં સતત વિવાદ જગાવતા રહેલા. કવિ કે કવિતા વિશે જ નહીં, બલકે ભાષા, ધર્મ, રાજકારણ કે સમકાલીન સર્જકે વિશે ફિરાકના અભિપ્રાય રસપ્રદ, ઉત્તેજક અને વિવાદાસ્પદ હતા. દરેક બાબત વિશે આગ અભિપ્રાય ધરાવતા ફિરાક પિતાના વિચારના સમર્થનમાં વાકછટા સાથે જોરદાર દલીલ કરતા. અંગ્રેજી વિષયના અધ્યાપક તરીકે તેઓ અત્યંત લોકપ્રિય હતા. એમના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને આજના અગ્રગણ્ય પાકિસ્તાની વિવેચક મહમદ હસન અસ્કરી કહે છે કે ફિરાક ભાગ્યે જ અભ્યાસક્રમને નજરમાં રાખીને કશું શીખવતા હતા, પરંતુ તેમનાં વ્યાખ્યાને તમને સાહિત્ય અને જીવનમાં એવી ઊંડી દૃષ્ટિ આપે, જે સમયસર કેર્સ પૂરો કરતા અધ્યાપકેની કલ્પના બહાર હાય ! નિવૃત્તિનાં ત્રણ વર્ષ અગાઉ એમને “રિડરની જગ્યા આપવામાં આવી હતી. ફિરાક ક્યારેય પ્રોફેસર
Page #19
--------------------------------------------------------------------------
________________
ફિરાક ગોરખપુરી પદ પામી શક્યા નહીં. નિવૃત્તિ પછી પણ તેઓ જીવનપર્યત યુનિવર્સિટીના બંગલમાં જ રહ્યા. એ બંગલામાં રહીને એમણે ઉદ્દે કવિતાનાં સૂર (ટેન) અને આબેહવા બદલી નાખે તેવી ગઝલો લખી. કાવ્યધારાને વિચાર અને કલ્પનાના નવા પ્રદેશમાં વહેવડાવી. તેઓ એમ કહેતા કે છેલ્લાં પચાસ વર્ષથી અનિદ્રાથી પીડાઉ છું. એમની મોટા ભાગની કવિતા મધ્યરાત્રિ પછી રચાયેલી હતી.
ફિરાકના આગમન પહેલાં ઉર્દૂ કવિતા પ્રણયના લાગણુંવેડાથી નીતરતી હતી અને જીવનની નક્કર વાસ્તવિકતાથી ઘણું વેગળી હતી. માત્ર શરાબ અને શબાબ(સૌંદર્યના સાંકડા વિષયવર્તુળમાં ઘૂમતી હતી. ફિરાક શાયરીને વ્યક્તિગત જીવનની ડાયરી માનતા નથી. ભાવની એકાદી અવસ્થાનું તીવ્રતાથી ગાન કરવાથી શાયરીનું કામ સરતું નથી. ફિરાકના મતે તે શાયરીમાં આપણે શું છીએ તે નહીં પણ આપણે શું થવા માગીએ છીએ તે પ્રગટ થવું જોઈએ. હુસ્ન કે ઇશ્કની વ્યક્તિગત ભાવનાઓનું મનહર વર્ણન કરવા માત્રથી કવિતા બનતી નથી. આમ ફિરાક પ્રેમને ગહરાઈથી પશે છે. એમને માટે પ્રેમ એ સ્થળ અનુભૂતિ જ નહિ, બલકે જીવનસાધનાની ભઠ્ઠીમાં તપી તપીને તૈયાર થયેલું કુંદન હતું. આથી જ ફિરાકની કવિતા સ્વકીય દઈની વેદનાભરી અભિવ્યક્તિને બદલે સમષ્ટિના સૌંદર્યની ખોજને અવિરત પ્રયાસ બની રહી છે. જિંદગીને અખિલાઈથી જેતે આ કવિ કહે છેઃ
Page #20
--------------------------------------------------------------------------
________________
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ એ જિંદગી-એ-ગમ તેરી વહશ૧૫ દેખી તેરી નૈરગી-એતબીયત દેખી ખુલતે નહીં તેરે ભેદ, મેને તુઝમેં
હંસ દેને કી તે-રાતે આદત દેખી. ઝિંદાદિલ શાયર જિંદગીની વેદનાને જુએ છે. જીવનમાં ડગલે ને પગલે એને અનુભવ થાય છે. ક્યારેક તેઓ ચીસે પાડીને કહે છે:
તે હૈ અગર જાન લે છે તેને જે જે મેં જાયે વો હૈ લેને દે ઈક ઉમ્ર પઠી હૈ સબ્ર ભી કર લેંગે
ઇસ વક્ત તે છે ભર કે રે લેને દે. કવિ માને છે કે હસ્તીની આ રાત પસાર કરવાની જ છે. જિંદગી એ મહેફિલ નથી, પણ ઉજજડ કે વેરાન છે. માત્ર વેદનાની અભિવ્યક્તિ પર જ ફિરાક અટકતા નથી. જીવનનાં સુખ-દુઃખનાં ઝાંઝવાંની પેલે પાર આવેલા આત્મવિશ્વાસને ઓળખીને કહે છે?
કૈદ ક્યા, રિહાઈ ક્યા, હૈ હમી મેં હર આલમ ચલ પડે તે સહરા હૈ, રુક ગયે તે જિન્દા હૈ.
અતિશય શંગાર આલેખતે દાગ ફિરાકને ગમે નહીં. એક કાળે ફિાની બદાયૂની દર્દ અને દુઃખને સહુથી મોટે શાયર કહેવાતે, પણ એમાં રહેવું અને તડપવું વિશેષ
૧૫. ગભરામણ ૧૬. વિચિત્રતા
Page #21
--------------------------------------------------------------------------
________________
ફિરાક ગોરખપુરી
૧૯ હતું. આવી ઉર્દૂ કવિતાને જોઈને એક વાર તે ફિરાક બેલી ઊઠયા કે ઉર્દૂ કવિતામાં શરાબ છે, શરબત છે પણ અમૃત નથી. એને અ-મૃતતત્વ તરફ વાળવાને ફિરાકે પ્રયાસ કર્યો. શાયરીનું ફલક સંસ્કૃતિના વિવિધ આયામોને પશે તેટલું વ્યાપક બનાવ્યું. એક અર્થમાં ફિરાક સમન્વયવાદી સંસ્કૃતિને પ્રતિનિધિ છે. એણે એની ગઝલ અને નજમમાં હિંદીના પ્રચલિત શબ્દને સાહજિક રીતે સ્વીકાર કર્યો. કાળા ઘનઘેર આકાશમાં વીજળીની ચમક કવિને કૃષ્ણ તરફ આંખને ઇશારે કરતી રાધા જેવી લાગે છે? આ છે રે રંગેનઝારા, ૨ ખિજલિ કી લપક,
કિ જૈસે કૃષ્ણ એ રાધાકી આંખ ઈશારે કરે.
આ સમન્વયવાદી કવિએ હિન્દી સાહિત્યના રસવિધાનને ઉર્દૂ સાહિત્ય સાથે એકરૂપ કરીને તદ્દન નવીન સૌંદર્યધનું સર્જન કર્યું. ઉર્દૂ ભાષા એ બે સંસ્કૃતિએના સમન્વયની પ્રક્રિયાઓનું પરિણામ છે તે ફિરાક એ સમન્વયને પરિપાક છે. હિન્દી સાહિત્ય પાસેથી કાવ્યરૂપે અને સંસ્કૃત સાહિત્ય પાસેથી શૃંગારનિરૂપણની અસર ઝીલવા ઉપરાંત ફિરાકની કવિતામાં ભારતીય પુરાકલ્પને અને પ્રતીકને સબળ વિનિગ છે. ભારતીય વિચાર અને ફિલસૂફીને મોટો પ્રભાવ ફિરાકના સર્જન ઉપર પડ્યો છે. કેટલાક તે એમની લોકપ્રિયતાના એક કારણ તરીકે
Page #22
--------------------------------------------------------------------------
________________
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ આને ગણાવે છે. એમની રુબાઈઓમાં સંસ્કૃત સાહિત્યમાં મળતા શંગારને અનુભવ થાય છે. એમને હેતુ તે ભાવકેને દર્દે-હયાતને અનુભવ કરાવવાનું છે?
હર એબ સે માતા કિ જુદા લે જાએ,
ક્યા હૈ અગર ઈન્સાન ખુદા લે જાએ. શાયર કે તે કામ બસ એ હૈ,
કુછ દર્દે-હયાત ઓર સિવા હો જાએ. ઉર્દૂ શાયરીની પ્રેયસી હતી બેવફા વેશ્યા. ફિરાકે એને કોઠા પરથી નીચે ઉતારી. એના આશિકને રાતદિવસની વેદના, વિરહ, તલસાટ અને આંસુમાંથી બહાર કાઢયો. ફિરાકને આશિક ફરિયાદ કરે છે, પણ પિતાનું ગૌરવ જાળવીને. અગાઉને કવિ પ્રેયસી માટે તડપતું હતું, પણ એની સાથે કશું તાદામ્ય સાધ્યું હતું. એની પ્રિયતમા પિતાના પ્રિયતમ પ્રત્યે બેરુખી(ઉપેક્ષા)ને ભાવ દાખવતી હતી. આશિક માશુકાની એક નજર માટે તડપતે હિતે, પણ એણે પિતાની પ્રિયતમાને નજીકથી નિહાળી નહોતી, હૃદયથી જાણ નહોતી, બુદ્ધિથી નાણી નહોતી. ફિરાક પ્રિયતમા સાથેના તાદામ્યનું મનભર ગાન કરે છે. એ એને નિહાળતો જ નથી, બલકે સ્પર્શે છે. આથી એમ કહેવાય છે કે ફિરાકે આધુનિક ઉર્દૂ ગઝલને નવી માશુકા આપી. એની માશુકાતું આલેખન કૃત્રિમ નહીં, પણ કલાત્મક છે. નિપ્રાણું નહીં, બલકે જીવંત છે. આ જીવંત પ્રેયસીના
Page #23
--------------------------------------------------------------------------
________________
શિકારખપુરી નખ, કેશ, સ્વભાવ અને પ્રેમનું ફિરાક સજીવ ચિત્રણ કરે છે. તેઓ કહે છે:
રસમે ડૂબ હુઆ લહરાતા બદન ક્યા કહના, કરવટે લેતી હુઈ સુબહચમન ક્યા કહના. મદભરી આંકી અસલાઈ નજર પિછલી રાત, નિંદમેં ડૂબી હુઈ ચકિરન કથા કહના. દિલકે આઈને મેં ઈસ તરહ ઉતરતી હૈ નિગાહ,
સે પાનમેં લચક યે કિરન કયા કહના. તેરી આવાજ સવેરા તેરી બાતે તહ૧૬, આખું ખૂલ જાતી હૈ એજાઝેસબુની“ ક્યા કહના.
ઉર્દૂ સાહિત્યમાં પ્રણય વિશે શિષ્ટ અને સંકેતની ભાષામાં વાત થતી. સંસ્કૃત સાહિત્યનું આકંઠ પાન કરનાર ફિરાકનું શંગાર-નિરૂપણું ઉર્દૂ સાહિત્યમાં તદ્દન જુદું પડે છે. કેટલાકે આમાં કલામયતા જોઈ તે કેઈને વાસ્તવઆલેખનને હિંમતભર્યો પ્રયાસ દેખા. ફિરાકની આવી કવિતા પર અશ્લીલતાને આરેપ મૂકવામાં આવ્યું. આમ છતાં ફિરાક પ્રણય વિશેની પિતાની વિભાવના કાવ્યસર્જન મારફતે સતત પ્રગટ કરતા રહ્યા. ફિરાકના કહેવા પ્રમાણે એમણે આલેખેલો પ્રણય એ પ્લેટેનિક કે આધ્યાત્મિક પ્રણય નથી, એમાં શારીરિક તત્ત્વ પણ છે. ક્યાંક ફિરાક પ્રણયનું વ્યંજનરહિત સીધેસીધું આલેખન કરે છે. તેઓ કહે છે?
૧૭. બાગની સવાર ૧૮. બપોર ૧૯. ચમત્કારની વાત
Page #24
--------------------------------------------------------------------------
________________
પરિચય પુસ્તિકા પ્રતિ યહ ભીગી મને રૂપકી જગમગાહટ યહ મહકી હુઈ રસમસી મુકુરાહટ તુ હીંચતર૧ વત નાજુક બદન પર વહ કુછ જમયે નર્મકી સરસરાહટર
ચિહ વસ્તકાર હૈ કરિશમા કિ હુસ્ન જાગ ઉઠા, તેરે બદનકી કઈ અબ ખુદ આગ હી છે. જરા વિસાલ કે બાદ આઈના તે દેખ એ સ્ત, તેરે જમાલકીર દેશીજગીર નિખર આઈ.
ફિરાક પ્રણયને જિંદગીની નકકર વાસ્તવિકતા અને વૈશ્વિક સંદર્ભમાં રજૂ કરે છે. આમાં કોઈ શિકવા કે શિકાયત નથીઃ
સાગ વિગ કી કહાની ન ઉઠા પાની મેં ભીગત કંવલ કે દેખા બીતી હૈોંગી સુહાગ રાતે કિતની લેકિન હૈ આજ તક કુંવારા નાતા.
૨૦. રસભરી ૨૧. આલિંગન ૨૨. નરમ વસ્ત્રો ૨૩. સૂસવાટે ૨૪. મિલન ૨૫. મિલન પછી ૨૬. સૌંદર્યનું ૨૭. કૌમાર્યાનું
Page #25
--------------------------------------------------------------------------
________________
ફિશક ગેરખપુરી ફિરાક હી સુસાફિર હૈ તૂ હી મંઝિલ ભી કિધર ચલા હૈ મોહબ્બત કી ખાયે હુએ.
ફિરાકના કહેવા પ્રમાણે પ્રણયની શાયરી રચવા માટે ભાવુકતા, હૃદયની કમળતા કે આશિક અથવા શાયર થવું જ પૂરતું નથી, બલકે પ્રણયની ઉત્તમ શાયરી માટે સ્વયંભૂ પ્રેરણા, વ્યાપક જીવનદર્શન અને સંસ્કૃતિથી ઘડાયેલાં દિલ અને દિમાગ હોવાં જોઈએ. પ્રેમને એ માનવીની સૌથી મોટામાં મોટી સક્રિયતા માનતા હતા. પરંતુ સંગ કે વિપ્રલંભ પ્રણયને કાવ્યના વિષય તરીકે રાખવાને બદલે પ્રણયનું એક અનુભવ લેખે સ્કૂલ અને સૂક્ષમ એમ બંને પ્રકારનાં રૂપે પ્રગટ કર્યા.
ફિરાકના પ્રણય-આલેખનની માફક એના પ્રકૃતિઆલેખનમાં આગવી વિશેષતા જોવા મળે છે. વેગીલી કલપના દ્વારા એ કુદરતને ધબકાર ઝીલે છે. ભારતીય વાતાવરણના પરિવેશમાં એમનું પ્રકૃતિ-આલેખન જોવા મળે છે. આથી એમની ઉપમા અને કલ્પના ઉર્દૂ સાહિત્યમાં આગવી સૃષ્ટિ સર્જી જાય છે. પુરુષ અને પ્રકૃતિ એમના સર્જનમાં વેગળાં રહેતાં નથી. બલકે પુરુષ એના લેહીમાં પ્રકૃતિને ધબકાર અનુભવે છે. વિશ્વનું અખિલાઈથી દર્શન કરતા ફિરાક ઈષ્ટની સાથે અનિષ્ટને પણ જોઈ શકે છે. માનવી એ તેજ-અંધારતું પૂતળું છે. એનામાં ઈશ્વર અને શયતાન બંને વસેલાં છે. ફિરાક જેટલી ઉત્કટતાથી કાવ્ય માં
Page #26
--------------------------------------------------------------------------
________________
પરિચય પુતિક પ્રવૃત્તિ આનંદનું ગાન કરે છે એટલી જ ઉત્કટતાથી વિષાદનું આલેખન કરે છે. પરંતુ એમને વિષાદ કેઈ વ્યક્તિગત વેદનાને સૂર બનવાને બદલે સમષ્ટિગત ભાવ સાથે અનુસંધાન સાધે છે. આમ, ફિરાક ગેરખપુરીની કવિતામાં એક પ્રકારને યુગધ જોવા મળે છે.
ફિરાકના પ્રારંભિક કાવ્યસર્જન પર કેટલાક કવિઓને પ્રભાવ જોવા મળે છે. “આસી” ગાજીપૂરીની રુબાઈઓથી પ્રભાવિત થઈને તે રુબાઈયત લખવા લાગ્યા હતા. ત્યાર બાદ જોશ મલિહાબાદી અને મોમિનના સર્જનને રંગ
એમની કૃતિઓમાં જોવા મળતું, પરંતુ એ પછી એમની - કાવ્યપ્રતિભાએ આગવું જ રૂપ ધારણ કર્યું. ફિરાક ઉર્દૂ કવિતામાં સેન્દ્રિયતા અને આવેગશીલતાને બદલે બૌદ્ધિકતા અને સૂક્ષ્મતા લાવ્યા.
ફિરાક ઉર્દૂ સાહિત્યના કલાસિકલ ગઝલકાર ગણાય છે. પણે માત્ર ગઝલમાં જ નહીં, બલકે રુબાઈયતમાં પણ એમણે અનેખું સર્જન કર્યું છે. તેમણે ગઝલની આહવા બદલી નાખી તે રુબાઈયતને નવું રૂપ આપ્યું. જેમ કે,
હૈ રૂપમેં વે ખટક, વે રસ, વે ઝંકાર, કલિ કે ચટકતે વક્ત ને ગુલઝાર યા દૂર કી ઉગતિ સે દબી કેઈ, એ શબનમાહ મેં બજતી હૈ સિતાર.
Page #27
--------------------------------------------------------------------------
________________
ફિરાક” મેરખપુરી
૨૫ પિસાતા અને કચડાતા માનવી માટે ફિરાકના દિલમાં પારાવાર હમદર્દી છે. ભવોભવથી ભટકી રહેલા આ માનવીને જિંદગીની નિર્દય પછાટે ખાવી પડે છે તેમ છતાં એણે પરાજય સ્વીકાર્યો નથી. માનવીય મથામણુનું ફિરાકને મન મેટું ગૌરવ છેઃ
હજારે ખિજ પેદા કર ચુકી છે નસ્લ આદમી કી, યે સબ તસ્લીમ લેકિન આદમી અબ તક ભટકતા હૈ.'
માનવીની મુસીબતેને એ જુએ છે, પણ એને સામનો કરવાના ખમીર અંગે ફિરાક આશાવાદી છેઃ
મંજિલ કે જગા લેંગે જહાં પાંવ ધરે,
હમ જિન્દા થે, હમ જિન્દા હૈ, હમ જિન્દા રહેશે. ફિરાક કલા ખાતર કલામાં માનનારા કવિ છે. જેનું અંતરંગ અને બહિરંગ સુંદર હોય તે કવિતા, એમ તે માને છે. વળી આ ભાવુક પ્રકૃતિને કવિ ક્યારેક પ્રણયના આવેગથી ધસમસતી ગઝલ કહે છે, તે કવચિત્ પાસના જીવનથી પ્રભાવિત થઈને એકાએક ઈન્કલાબી નજમ કહેવા માંડે છે. વળી એવામાં પ્રિયતમા યાદ આવી જાય તે પ્રેમની સરવાણું ફૂટી નીકળે છે. ફરમાયશી લખાણું લખવાના તેઓ વિધી છે. હૃદયમાં જાગેલે ઊર્મિધબકાર શબ્દદેહ ધારણ કર્યા વિના રહી શકે નહીં ત્યારે જ તેઓ લેખિની ચલાવે છે. એમણે એક પત્રમાં નિજને લખ્યું કે, જેમ રુદન કરવાથી કોઈ ફાયદો નથી, તેમ છતાં
Page #28
--------------------------------------------------------------------------
________________
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ આંખમાં આંસુ ઊમટી આવે છે, તેવી જ રીતે મજબૂરી અને માયુસી(નિરાશા)ને કારણે ગઝલ રચાઈ જાય છે. ( ફિરાક ગેરખપુરીએ એમની ગઝલ, રુબાઈઓ અને નજમોમાં નવા નવા શબ્દ આપ્યા, અનેખી ઉપમાઓ આપી અને મુગ્ધ કરે તેવી કલ્પનાની રંગલીલા આલેખી. આથી જ એમની કવિતા પર મોહમિલ(અર્થહીન દુધતા)ને આરેપ મૂકવામાં આવ્યું. ફિરાકે અગણિત કવિતા, ગઝલ, રુબાઈ અને મુક્તક (કતઆત) લખ્યાં છે. તેઓ ઉચ્ચ કોટિના સમીક્ષક પણ છે, છતાં વિશેષ તે ગઝલમાં, અને તેમાં પણ ગઝલના શેરમાં એમનું પ્રદાન વિશિષ્ટ છે. તેમના શેરની સંખ્યા સેંકડે સુધી પહોંચે છે અને તેની સાહિત્યિક ગુણવત્તા ઘણું ઊંચી છે. આવા કેટલાક શેર જોઈએ?
શામ ભી થી ધુઓ ધુઆ, હુસ્ન ભી ઉદાસ-ઉદાસ, દિલ કે કઈ કહાનિયાં યાદ સી આ કર રહ ગઈ.
મેં દેર તક તુ ખુદ હી ન રેકતા લેકિન, તુ જિસ અદા સે ઉઠા હૈ ઉસી અદા કરના હૈ.
કન યે લે રહા હૈ અંગડાઈ, આસમાને કે નીંદ આતી હૈ !
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૭.
ફિરાક ગોરખપુરી હમસે કથા હો સકા સુહમ્મત મેં ? તુમને તે ઔર બેવફાઈ કી.
મુઝે ખબર નહીં હૈ એ હમદમે, સુના રે હૈ કિ ર-ર તક અબ મેં ઉદાસ રહતા હું
ભી
અના કર હમકે મિટ જાતે હૈ ગમ ભી શાદમાની હયાતે ચંદારેજાર હૈ હકીકત ભી કહાની ભી!
* – મુનાસખત ભી હૈ કુછ ગામ સે ગુઝકે એ દોસ્ત બહુત દિન સે તુઝે મહરખ નહીં પાયા.
ન કઈ વાદા, ન કેઈ યકી, ન કેઈ ઉમીદ મગર હમેં તે તેરા ઈન્તિજાર કરના થા.
ફિરાકે ગઝલના હાર્દને જાળવીને પ્રયોગ કર્યો. વિખ્યાત શાયર જિગર મુરાદાબાદીએ એક વાર એમ કહ્યું કે આ કવિના એકેએક કાવ્યમાં એની શૈલી બદલાઈ જાય છે. ત્યારે ફિરાકે ઉત્તર આપે કે મહાન કવિઓ વૈવિધ્ય ધરાવતા હોય છે. એમની કવિતા પર ખરબચડી અભિવ્યક્તિ અને ભાષાવિચિત્ર્યને આરેપ મુકાયો છે. પરંતુ ફિરાકના કહેવા પ્રમાણે એમને ભાવ એટલે સૂક્ષમ અને છટકણે હોય છે કે તે કઈ દઢ સીમામાં કે પરંપરાગત
૨૮. હર્ષ ૨૯. ચાર દિવસનું જીન ૩. વાસ્તવિકતા
Page #30
--------------------------------------------------------------------------
________________
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ ચીલે પ્રગટ થઈ શકતો નથી. તેઓ ભાવકને કૃતિની આકૃતિની પળોજણમાં પડવાને બદલે તેને અંતસ્તત્ત્વને ચકાસવાનું કહે છે.
ફિરાક ગેરખપુરીને આધુનિક ઉર્દૂ સાહિત્યના સૌથી સમર્થ ગઝલ-ગે શાયર માનવામાં આવે છે. મનેભાવનું વેધક આલેખન, વેગીલી કલ્પના, ભારતીય ભાષાઓની છાંટ ધરાવતી અલંકારસમૃદ્ધિ, હિન્દી અને ઉર્દૂ રૂપને સમન્વય તેમ જ પ્રેમ અને સૌંદર્યની મનોવૈજ્ઞાનિક સૂમતા ફિરાક જેવી ઉર્દૂ સાહિત્યમાં અન્યત્ર કવચિત જ મળે છે. સર્જકની ભાવુકતા સાથે ચિંતનને સુમેળ સાધીને તેઓ માત્ર પ્રભાવક બળ જ બની રહ્યા નથી, પરંતુ પિતાની સાહિત્યિક વિભાવનાને કલાકૃતિમાં સફળ રીતે સાકાર કરી શક્યા છે.
પ્રયોગશીલ ફિરાક ગોરખપુરીએ જે નવું કલાજગત આપ્યું તેમાં કેટલાકને સાહિત્યિક બળવાની ગંધ પણ આવી.
અસર લખનવી જેવા પરંપરાગત શાયરી સાથે સંબંધ ધરાવનારા શાયરેને તે ફિરાકની શાયરી અપરિચિત અને અસંબદ્ધ લાગે છે. એમણે ફિરાકના શેરને “કાણું, લૂલા અને લંગડા શેર સિદ્ધ કરવાના પ્રયત્ન કર્યા તે કેઈએ છંદને નહીં ગાંઠતા આ કવિ પર શિથિલ છંદરચના, ભાષાનું કઢંગાપણું અને શિખાઉ જેવી શૈલીને આક્ષેપ કર્યો.
૩૧. કહેનારો
Page #31
--------------------------------------------------------------------------
________________
ફિરાક ગેરખપુરી એક બાજુ ફિરાકની આવી ટીકા થતી હતી, તે બીજી બાજુ એની સાહિત્યિક પ્રતિભાને આદર કરનાર વર્ગ પણ ઊભું થયું. ખુદ ફિરાક આમાં ઝુકાવીને આવા વિવાદમાં સક્રિય રીતે ભાગ લેવા માંડ્યા. તેઓ એવી દઢ માન્યતા ધરાવતા કે કલાકારે એની સાહિત્યિક રુચિની ઓળખ માટે અને એની સર્જનાત્મકતાને અનુકૂળ વાતાવરણ સર્જવાને માટે આવા વિવાદમાં જાતે જ કાવવું જોઈએ. પાકિસ્તાનમાં ઇસ્લામી અને હાની (આધ્યાત્મિક) સાહિત્યને જોરશોરથી નારે પિકારવામાં આવ્યું, ત્યારે એમણે પિતાને અભિપ્રાય સ્પષ્ટ રીતે પ્રકટ કર્યો. ફિરાકની ગણના સામ્યવાદમાં વિશ્વાસ ધરાવનારા પ્રગતિશીલ સાહિત્યકારમાં થતી હતી. પરંતુ જ્યારે એમણે જોયું કે પ્રગતિશીલ સાહિત્યકાર સંકુચિતતાનો શિકાર બને છે અને સમૃદ્ધ પ્રાચીન વારસાની ઉપેક્ષા કરે છે, ત્યારે તેમણે ચેતવણું આપતાં કહ્યું કે, વિશ્વના સૌથી પ્રાચીન પુસ્તક
વેદથી માંડીને ટેનિસન, સ્વિનબર્ન, ટોલસ્ટોય, ટાગોર, ગાલિબ અને ઈકબાલના સાહિત્યમાં જે કલાત્મક ચમત્કાર છે, એનાથી પ્રગતિશીલ સાહિત્યકાર વિમુખ રહેશે તે તે માત્ર પ્રગતિશીલતાના ઉદ્દેશને આધારે મહાને સાહિત્યનું સર્જન કરી શકશે નહીં. પ્રાચીન સાહિત્યના આત્માને એમણે આત્મસાત્ કર જોઈએ. માત્ર પ્રાચીન સાહિત્યના અધ્યયનથી આ પ્રાપ્ત થશે નહીં, બલકે આ માટે એના આત્મા સુધી પહોંચવું પડશે. તેમણે કહ્યું કે જે પ્રાચીન
Page #32
--------------------------------------------------------------------------
________________
૩૦
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ સાહિત્યના હાર્દને પામી શકીશું નહીં તે આપણું સાહિત્ય પ્રગતિશીલ હોવા છતાં કપાયેલા પતંગ જેવું દિશાશૂન્ય બની રહેશે.
આમ, ફિરાક ગેરખપુરીમાં પરંપરાની સમૃદ્ધિ અને પ્રયોગનું સામર્થ્ય બંને પ્રગટ થાય છે. આવું સંજન આપણું સમયમાં ભાગ્યે જ જોવા મળે છે. મીર તકી, મીર અને મિરઝા ગાલિબને બાદ કરતાં ફિરાક ગેરખપુરીને ઉર્દૂ ગઝલના ઉત્તમ રચયિતા માનવામાં આવે છે. એમના સર્જનવૈશિષ્ટને જોઈને એમની જ એક પંક્તિ યાદ આવે છે:
હજાર બાર જમાના ઈધર સે ગુજરા હે
નઈ નઈસી હૈ કુછ તેરી રહગુજર ફિર ભી. ૧૯૪૩ના ઓગસ્ટ મહિનામાં અલ્લાહાબાદની સિવિલ હોસ્પિટલમાં તેઓ સારવાર લેતા હતા. આ સમયે સિવિલ હોસ્પિટલમાં માત્ર ઉચ્ચ અધિકારીઓને જ પ્રવેશ મળતું હતું. ફિરાક લાંબા સમયની બેહેશી પછી જાગ્યા ત્યારે ગંભીર હાલતમાં પણ પોતાની કવિતા સંભળાવ્યા વગર ન રહ્યા. કવિતા સંભળાવતાં પહેલાં એમણે મિત્રને કહ્યું, કેવી છે આ હોસ્પિટલ, જ્યાં દરેક વ્યક્તિ સજજન બનીને પથારીમાં સૂતી છે. આ તે સાહેબ લોકેની હૌસ્પિટલ છે ને તેથી. પરંતુ જ્યારથી હું આ હોસ્પિટલમાં આવ્યો છું ત્યારથી એમાં જીવ આવ્યું છે. હવે હોસ્પિટલના
Page #33
--------------------------------------------------------------------------
________________
ફિરાક ગેરખપુરી
૩૧ સ્ટાફને એમ લાગે છે કે કોઈ આદમી આવ્યું છે હૌસ્પિટલમાં.”
અને હકીકતમાં હોસ્પિટલના શાંત અને ગમગીન વાતાવરણને ફિરાકની હાજરી મુશાયરાની મહેફિલમાં બદલી નાખતી. એમાંય ફિરાક મુશાયરાના જલસાને પ્રાણ ગણાતા હતા. જોકે એમને સાંભળવા બેચેન રહેતા. વિજળી જતી રહી હોય તેમ છતાં મેદની એમ ને એમ બેસી રહેતી અને કલાકો સુધી ફિરાકને સાંભળ્યા કરતી.
ફિરાક તખલ્લુસને અર્થ છે વિખૂટા પડવું. એમણે જીવન અને મૃત્યુ બંનેમાં પિતાનું તખલ્લુસ સાર્થક કર્યું. છેલ્લાં ૬૦ વર્ષમાં ૪૦,૦૦૦ શેર લખ્યા. ઉર્દૂ સાહિત્યની જીવંત દંતકથા જેવું એમનું વ્યક્તિત્વ બની રહ્યું. માત્ર પદ્મભૂષણથી જ નહીં, પણ સાહિત્ય અકાદમી એવોર્ડ અને સોવિયત લૅન્ડ નેહરુ પ્રાઈઝ તે મેળવ્યાં, પરંતુ એથીય વિશેષ તે ભારતીય નોબેલ પ્રાઈઝ સમો જ્ઞાનપીઠ પુરસ્કાર (૧૯૬૯) મેળવનારા પ્રથમ અને આજ સુધીના તેઓ એક માત્ર ઉર્દૂ લેખક હતા. પરંતુ કેઈ પણ ખિતાબ એમની કવિતા કરતાં મહાન નથી. આ વિગતો એ પુરવાર કરે છે કે ફિરાક એ માત્ર ઉર્દૂ સાહિત્યના જ નહીં પણ ભારતીય સાહિત્યના સર્જક હતા. ૧૯૮૨ની ત્રીજી માર્ચ, ૮૬ વર્ષની વયે ઉર્દૂ સાહિત્યના આ યુગસર્જક કવિએ
Page #34
--------------------------------------------------------------------------
________________
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ કાયમી વિદાય લીધી ત્યારે સાહિત્યની દુનિયાને એ અનુભવ થયો કે – - બડે ગીર સે સુન રહા થા જમાના,
તુમહીં સે ગયે દાસ્તાં કહતે કહતે. પરંતુ ફિરાકે તે છેલ્લે આને ઉત્તર આપી જ દીધું છે ? અબ તુમસે કસત લેતા હું આએ સંભાલે સાઝે ગઝલ, નયે તરાને છે, મેરે નાકે નીંદ આતી હૈ
Page #35
--------------------------------------------------------------------------
________________
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ વર્ષ છવ્વીસમું – ૧૯૮૪
૬૦૧ રાષ્ટ્રીય માન-ચાંદ અને ઇનામો ૬૦૨ ઇતિહાસ શું છે ? ૬૦૩ ચામડીના રોગ
૬૪ રવેલ અને નાઇન્ટીન એઇટીર
૬૦૫ સાચી જોડણી અઘરી નથી ૬૦૬ રવિશંકર મહારાજ ૬૦૭ લીઝિંગ કંપની શું છે? ૬૦૮ પેટનાં દરદીની તપાસ ૬૦૯ કરોડરજ્જુના રોગા ૧૦ આત્મરક્ષણના અધિકારી ૬૧૧ કમળા વિશે આટલું જાણજો ૬૧૨ ઉત્પાદકતાના બગાડ ૬૧૩ ભારત આંકડામાં – ૧૯૮૪ ૬૧૪ સુગમ સંગીત ૬૧૫ ફ઼િલ્મ સેન્સરશિપ ૬૧૬ પ્રાવિડન્ટ ફ્રેંડ
૬૧૭ સૌન્દર્ય માટે થતી કરતા ૬૧૮ ‘ફિશક ’ ગોરખપુરી કાલિદાસ
કસ્તૂર લૅટિન અમેરિકા
મૈથિલીશરણ ગુપ્ત માનસચિકિત્સા દક્ષિણ એશિયા
પશ્ર્ચિય પુસ્તિકાનાં પચીસ વર્ષ
ચંદ્રકાન્ત શાહ નગીનદાસ સંઘવી
વૈદ્ય નવીનભાઈ આઝા
વાડીલાલ ડગલી
યશવંત દેશી
વનમાળા દેસાઈ સ્નેહલ મુઝુમદાર ૉ. અરવિંદ જે. ડગલી
ડૉ. રઘુભાઈ શાસ્ત્રી
કેશવલાલ મ. શાહ ૉ. અરવિંદ જે, ડગલી રામુ પંડિત
કૉમર્સ રિસર્ચ બ્યૂરો
અજિત શેઠ
મહેન્દ્ર વા. દેસાઈ
રતુભાઈ કાઠારી
નલિની ઝ. મહેતા
કુમારપાળ દેસાઈ
ઉમાશંકર જોશી
મારારજી દેસાઈ સુભાષચંદ્ર સરકાર જયેન્દ્ર ત્રિવેદી ડૉ. પરેશ લાકડાવાળા જિતેન્દ્ર સંધવી કૃષ્ણવીર દીક્ષિત
છૂટક નકલ રૂ. ૧-૫૦
વાર્ષિક લવાજમ રૂ. ૩૦૪ પરદેશમાં રૂ. ૭૫ : આજીવન લવાજમ રૂ. ૫૦૦
પરિચય ટ્રસ્ટ
મહાત્મા ગાંધી મેમારિચલ બિલ્ડિંગ, નેતાજી સુભાષ રોડ, મુંબઈ – ૪૦૦ ૦૦૨
Page #36
--------------------------------------------------------------------------
________________ કુમારપાળ બાલાભાઈ દેસાઈ કુમારપાળ બાલાભાઈ દેસાઈનો જન્મ ૧૯૪૨ના ઑગસ્ટની ૩૦મીએ રાણપુરમાં થયો હતો. તેમણે ૧૯૬૩માં ગુજરાત યુનિવર્સિટીની બી.એ.ની અને ૧૯૬૫માં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તે પછી તેમણે ત્યાંથી જ પીએચ.ડી. ની ડિગ્રી પણ મેળવી છે. ૧૯૬૫થી તેમણે - અમદાવાદની નવગુજરાત આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યું. ૧૯૮૨થી તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતીના અધ્યાપક છે. શ્રી દેસાઈ ગુજરાતી સાહિત્ય પરિષદના સેક્રેટરી, ગુજરાત સાહિત્ય અકાદમીના સભ્ય અને સૌરાષ્ટ્ર તથા ભાવનગર યુનિવર્સિટીઓના પત્રકારત્વના અભ્યાસક્રમની સલાહકાર સમિતિના સભ્ય છે. તેમણે સંશોધન, વિવેચન, સંપાદન, પ્રૌઢસાહિત્ય, બાલસાહિત્ય, પત્રકારત્વ અને ક્રિકેટનાં પુસ્તકો લખ્યાં છે. તેમણે એક નવલિકા સંગ્રહ પણ પ્રગટ કર્યો છે. તેમનાં આનંદઘન - એક અધ્યયન' (વિવેચન), ‘અપંગનાં ઓજસ’ (ચરિત્ર), ‘નાની ઉંમર, મોટું કામ’ (બાલસાહિત્ય), ‘અખબારી લેખ” (પત્રકારત્વ), ‘ભારતીય ક્રિકેટ’, ‘ક્રિકેટનાં વિશ્વવિક્રમો’ અને ‘ક્રિકેટ રમતાં શીખો'- ભાગ 1-2 એ પુસ્તકો ઉલ્લેખનીય છે. ‘નાની ઉંમર, મોટું કામ’ને એન.સી.ઈ.આર.ટી.ની બાલસાહિત્યની રાષ્ટ્રીય સ્પર્ધામાં રૂ. ૫,૦૦૦નું પારિતોષિક મળ્યું હતું. તેમની બીજી અનેક કૃતિઓને વિવિધ પુરસ્કારો પ્રાપ્ત થયા છે. તેઓ ધર્મચિંતન, પ્રસંગચિત્રો, વ્યક્તિચિત્રો, રમતગમત વગેરેને લગતાં સંખ્યાબંધ કૉલમો ‘ગુજરાત સમાચાર'માં તથા કેટલાંક સામયિકોમાં લખે છે. ઉપરાંત અનેક સામયિકોમાં તેઓ લેખો પણ લખે છે. તેઓ ૧૯૬૧થી ‘ગુજરાત સમાચાર'ના રમત વિભાગના સંપાદક છે. . તાજેતરમાં તેમણે બ્રિટન અને અમેરિકાનો પ્રવાસ કરી ત્યાં ધર્મ અને સાહિત્યને લગતાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. કુમાળપાળ દેસાઈએ ૧૯૬૬માં પ્રતિમા પ્રાણલાલ શાહ સાથે લગ્ન કર્યું છે. તેમને બે સંતાનો છે : કૌશલ અને નીરવ.