________________
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ ચીલે પ્રગટ થઈ શકતો નથી. તેઓ ભાવકને કૃતિની આકૃતિની પળોજણમાં પડવાને બદલે તેને અંતસ્તત્ત્વને ચકાસવાનું કહે છે.
ફિરાક ગેરખપુરીને આધુનિક ઉર્દૂ સાહિત્યના સૌથી સમર્થ ગઝલ-ગે શાયર માનવામાં આવે છે. મનેભાવનું વેધક આલેખન, વેગીલી કલ્પના, ભારતીય ભાષાઓની છાંટ ધરાવતી અલંકારસમૃદ્ધિ, હિન્દી અને ઉર્દૂ રૂપને સમન્વય તેમ જ પ્રેમ અને સૌંદર્યની મનોવૈજ્ઞાનિક સૂમતા ફિરાક જેવી ઉર્દૂ સાહિત્યમાં અન્યત્ર કવચિત જ મળે છે. સર્જકની ભાવુકતા સાથે ચિંતનને સુમેળ સાધીને તેઓ માત્ર પ્રભાવક બળ જ બની રહ્યા નથી, પરંતુ પિતાની સાહિત્યિક વિભાવનાને કલાકૃતિમાં સફળ રીતે સાકાર કરી શક્યા છે.
પ્રયોગશીલ ફિરાક ગોરખપુરીએ જે નવું કલાજગત આપ્યું તેમાં કેટલાકને સાહિત્યિક બળવાની ગંધ પણ આવી.
અસર લખનવી જેવા પરંપરાગત શાયરી સાથે સંબંધ ધરાવનારા શાયરેને તે ફિરાકની શાયરી અપરિચિત અને અસંબદ્ધ લાગે છે. એમણે ફિરાકના શેરને “કાણું, લૂલા અને લંગડા શેર સિદ્ધ કરવાના પ્રયત્ન કર્યા તે કેઈએ છંદને નહીં ગાંઠતા આ કવિ પર શિથિલ છંદરચના, ભાષાનું કઢંગાપણું અને શિખાઉ જેવી શૈલીને આક્ષેપ કર્યો.
૩૧. કહેનારો