________________
ફિરાક ગેરખપુરી એક બાજુ ફિરાકની આવી ટીકા થતી હતી, તે બીજી બાજુ એની સાહિત્યિક પ્રતિભાને આદર કરનાર વર્ગ પણ ઊભું થયું. ખુદ ફિરાક આમાં ઝુકાવીને આવા વિવાદમાં સક્રિય રીતે ભાગ લેવા માંડ્યા. તેઓ એવી દઢ માન્યતા ધરાવતા કે કલાકારે એની સાહિત્યિક રુચિની ઓળખ માટે અને એની સર્જનાત્મકતાને અનુકૂળ વાતાવરણ સર્જવાને માટે આવા વિવાદમાં જાતે જ કાવવું જોઈએ. પાકિસ્તાનમાં ઇસ્લામી અને હાની (આધ્યાત્મિક) સાહિત્યને જોરશોરથી નારે પિકારવામાં આવ્યું, ત્યારે એમણે પિતાને અભિપ્રાય સ્પષ્ટ રીતે પ્રકટ કર્યો. ફિરાકની ગણના સામ્યવાદમાં વિશ્વાસ ધરાવનારા પ્રગતિશીલ સાહિત્યકારમાં થતી હતી. પરંતુ જ્યારે એમણે જોયું કે પ્રગતિશીલ સાહિત્યકાર સંકુચિતતાનો શિકાર બને છે અને સમૃદ્ધ પ્રાચીન વારસાની ઉપેક્ષા કરે છે, ત્યારે તેમણે ચેતવણું આપતાં કહ્યું કે, વિશ્વના સૌથી પ્રાચીન પુસ્તક
વેદથી માંડીને ટેનિસન, સ્વિનબર્ન, ટોલસ્ટોય, ટાગોર, ગાલિબ અને ઈકબાલના સાહિત્યમાં જે કલાત્મક ચમત્કાર છે, એનાથી પ્રગતિશીલ સાહિત્યકાર વિમુખ રહેશે તે તે માત્ર પ્રગતિશીલતાના ઉદ્દેશને આધારે મહાને સાહિત્યનું સર્જન કરી શકશે નહીં. પ્રાચીન સાહિત્યના આત્માને એમણે આત્મસાત્ કર જોઈએ. માત્ર પ્રાચીન સાહિત્યના અધ્યયનથી આ પ્રાપ્ત થશે નહીં, બલકે આ માટે એના આત્મા સુધી પહોંચવું પડશે. તેમણે કહ્યું કે જે પ્રાચીન