________________
“ફિરાક” ગોરખપુરી વર્ષથી ગોરખપુર જિલ્લામાં વસે છે. ફિરાકના પૂર્વજોને શેરશાહે પાંચ ગામ ભેટ આપ્યાં હતાં, આથી ફિરાકનું કુટુંબ એ પાંચ ગામના કાયસ્થ તરીકે ઓળખાતું હતું.
ફિરાકનું બાળપણ બીજા બાળકની જેમ ધીંગામસ્તીમાં વીત્યું, પરંતુ બાળપણમાં એમને કેટલીક બાબતે વિશેષ આકર્ષતી હતી. સૂર્યોદય, સૂર્યાસ્ત, સમીસાંજનું તાપણું, હરિયાળાં ખેતરે, અંધકારમય રાત્રિ – એ બધું એમને ખૂબ ગમતું હતું. કલાક સુધી પ્રકૃતિને જોયા જ કરતા. નિશાળના એક શિક્ષક રોજ રાત્રે તુલસીદાસની રામાયણને પાઠ કરતા હતા. ફિરાકનાં ભાઈબહેનેને આમાં રસ નહોતું પડતું. પરંતુ દસ વર્ષના ફિરાક તે મેડી રાત સુધી શિક્ષકની રામકથા સાંભળતા. એની તેમના ચિત્ત પર ઘણી ઊંડી છાપ પડી. તેઓ રામના પૂજારી ન બન્યા, પરંતુ જીવનભર તુલસીદાસ અને એમની રામાયણના પૂજક બની રહ્યા. આ સમયે મૌલવી ઇસ્માઈલનાં પાઠયપુસ્તકમાં આવતું પૃથ્વીરાજ અને ઘેરી વચ્ચેનું યુદ્ધ-વર્ણન એમને બહુ ગમતું. પ્રેમચંદની વાર્તાઓ પણ એટલી જ હોંશથી વાંચતા.
ફિરાકના પિતા મુસી ગેરખપ્રસાદ ઇબરતના ઉપનામથી શાયરી લખતા. આ સમયે પાઠ્યપુસ્તક અને અન્ય પુસ્તકમાંથી અથવા લોકો પાસેથી જે ઉર્દુ કવિતાને ફિરાકને પરિચય થતે તેમાંથી ઘણું તે એમને શુષ્ક અને કર્ણકટુ લાગતી. પરંતુ એમાં જ્યાં ક્યાંય મધુરતા જેવા