________________
પરિચય પુતિક પ્રવૃત્તિ આનંદનું ગાન કરે છે એટલી જ ઉત્કટતાથી વિષાદનું આલેખન કરે છે. પરંતુ એમને વિષાદ કેઈ વ્યક્તિગત વેદનાને સૂર બનવાને બદલે સમષ્ટિગત ભાવ સાથે અનુસંધાન સાધે છે. આમ, ફિરાક ગેરખપુરીની કવિતામાં એક પ્રકારને યુગધ જોવા મળે છે.
ફિરાકના પ્રારંભિક કાવ્યસર્જન પર કેટલાક કવિઓને પ્રભાવ જોવા મળે છે. “આસી” ગાજીપૂરીની રુબાઈઓથી પ્રભાવિત થઈને તે રુબાઈયત લખવા લાગ્યા હતા. ત્યાર બાદ જોશ મલિહાબાદી અને મોમિનના સર્જનને રંગ
એમની કૃતિઓમાં જોવા મળતું, પરંતુ એ પછી એમની - કાવ્યપ્રતિભાએ આગવું જ રૂપ ધારણ કર્યું. ફિરાક ઉર્દૂ કવિતામાં સેન્દ્રિયતા અને આવેગશીલતાને બદલે બૌદ્ધિકતા અને સૂક્ષ્મતા લાવ્યા.
ફિરાક ઉર્દૂ સાહિત્યના કલાસિકલ ગઝલકાર ગણાય છે. પણે માત્ર ગઝલમાં જ નહીં, બલકે રુબાઈયતમાં પણ એમણે અનેખું સર્જન કર્યું છે. તેમણે ગઝલની આહવા બદલી નાખી તે રુબાઈયતને નવું રૂપ આપ્યું. જેમ કે,
હૈ રૂપમેં વે ખટક, વે રસ, વે ઝંકાર, કલિ કે ચટકતે વક્ત ને ગુલઝાર યા દૂર કી ઉગતિ સે દબી કેઈ, એ શબનમાહ મેં બજતી હૈ સિતાર.