Book Title: Firak Gorakhpuri
Author(s): Kumarpal Desai
Publisher: Parichay Trust

View full book text
Previous | Next

Page 13
________________ ફિરાક ગોરખપુરી લઈ જતા. શિક્ષણ સજીવ બને તે માટે જુદી જુદી વિદ્યાઓ સાથે સતત સંપર્ક રાખતા. શિક્ષણની પ્રવર્તમાન સ્થિતિ જોઈ ને ઘણી વેદના અનુભવતા. વિદ્યાથી પદવી મેળવે છે, પણ એ પછી બેકારીને ભય એને સતત ઉદાસીન રાખે છે. દેશના યુવાનોની આ દુર્દશા જોઈને ફિરાક બેલી ઊઠયા: રિયોજ-એ-દહર મેં કી હંસી હજી હમને દેખી હૈ, ગુલિસ્તાં દર બગલ હર ગુંચા ખડા નહીં હતા. રિયાજ એ હિંદ કે નો ગુલ બસ જાત હૈ ખિલતે હી, યહ હાથે મેં કભી આઈના-એ-શબનમ નહીં હેતે. ફિરાકને અધ્યાપનકાર્ય સ્વીકાર્યાને આઠેક વર્ષ થયાં હતાં. આ સમયે એક વાર મજનૂ ગોરખપુરી અને પ્રેમચંદની સાથે ફિરાક ગામડામાં રહ્યા હતા. ફિરાકે એમના ચિત્ત પર છાઈ ગયેલા નવલિકાના કથાવસ્તુની વાત કરી. બન્યું એવું કે થોડા સમય બાદ આ કથાનક પર આધારિત ગહના” નામની નવલિકા મજનૂ ગોરખપુરીએ લખી. સંજોગવશાત્ પ્રેમચંદજીએ પણ આ કથાવસ્તુને નજરમાં રાખીને “આભૂષણ નવલિકા લખી. સાહિત્યરસિકને માટે એ સમસ્યા ઊભી થઈ કે આ બેમાંથી કઈ નવલિકા પહેલાં લખાઈ છે અને કોણે બીજાના કથાનકને ઉપયોગ કર્યો છે? મજનૂ ગેરખપુરીએ જાહેર કર્યું કે આ નવલિકાનું કથાવસ્તુ એમનું કે પ્રેમચંદનું કેઈનું નથી, પણ ફિરાક ગોરખપુરીનું છે !

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36