________________
ફિશક ગેરખપુરી ફિરાક હી સુસાફિર હૈ તૂ હી મંઝિલ ભી કિધર ચલા હૈ મોહબ્બત કી ખાયે હુએ.
ફિરાકના કહેવા પ્રમાણે પ્રણયની શાયરી રચવા માટે ભાવુકતા, હૃદયની કમળતા કે આશિક અથવા શાયર થવું જ પૂરતું નથી, બલકે પ્રણયની ઉત્તમ શાયરી માટે સ્વયંભૂ પ્રેરણા, વ્યાપક જીવનદર્શન અને સંસ્કૃતિથી ઘડાયેલાં દિલ અને દિમાગ હોવાં જોઈએ. પ્રેમને એ માનવીની સૌથી મોટામાં મોટી સક્રિયતા માનતા હતા. પરંતુ સંગ કે વિપ્રલંભ પ્રણયને કાવ્યના વિષય તરીકે રાખવાને બદલે પ્રણયનું એક અનુભવ લેખે સ્કૂલ અને સૂક્ષમ એમ બંને પ્રકારનાં રૂપે પ્રગટ કર્યા.
ફિરાકના પ્રણય-આલેખનની માફક એના પ્રકૃતિઆલેખનમાં આગવી વિશેષતા જોવા મળે છે. વેગીલી કલપના દ્વારા એ કુદરતને ધબકાર ઝીલે છે. ભારતીય વાતાવરણના પરિવેશમાં એમનું પ્રકૃતિ-આલેખન જોવા મળે છે. આથી એમની ઉપમા અને કલ્પના ઉર્દૂ સાહિત્યમાં આગવી સૃષ્ટિ સર્જી જાય છે. પુરુષ અને પ્રકૃતિ એમના સર્જનમાં વેગળાં રહેતાં નથી. બલકે પુરુષ એના લેહીમાં પ્રકૃતિને ધબકાર અનુભવે છે. વિશ્વનું અખિલાઈથી દર્શન કરતા ફિરાક ઈષ્ટની સાથે અનિષ્ટને પણ જોઈ શકે છે. માનવી એ તેજ-અંધારતું પૂતળું છે. એનામાં ઈશ્વર અને શયતાન બંને વસેલાં છે. ફિરાક જેટલી ઉત્કટતાથી કાવ્ય માં