________________
ફિરાક ગેરખપુરી
૩૧ સ્ટાફને એમ લાગે છે કે કોઈ આદમી આવ્યું છે હૌસ્પિટલમાં.”
અને હકીકતમાં હોસ્પિટલના શાંત અને ગમગીન વાતાવરણને ફિરાકની હાજરી મુશાયરાની મહેફિલમાં બદલી નાખતી. એમાંય ફિરાક મુશાયરાના જલસાને પ્રાણ ગણાતા હતા. જોકે એમને સાંભળવા બેચેન રહેતા. વિજળી જતી રહી હોય તેમ છતાં મેદની એમ ને એમ બેસી રહેતી અને કલાકો સુધી ફિરાકને સાંભળ્યા કરતી.
ફિરાક તખલ્લુસને અર્થ છે વિખૂટા પડવું. એમણે જીવન અને મૃત્યુ બંનેમાં પિતાનું તખલ્લુસ સાર્થક કર્યું. છેલ્લાં ૬૦ વર્ષમાં ૪૦,૦૦૦ શેર લખ્યા. ઉર્દૂ સાહિત્યની જીવંત દંતકથા જેવું એમનું વ્યક્તિત્વ બની રહ્યું. માત્ર પદ્મભૂષણથી જ નહીં, પણ સાહિત્ય અકાદમી એવોર્ડ અને સોવિયત લૅન્ડ નેહરુ પ્રાઈઝ તે મેળવ્યાં, પરંતુ એથીય વિશેષ તે ભારતીય નોબેલ પ્રાઈઝ સમો જ્ઞાનપીઠ પુરસ્કાર (૧૯૬૯) મેળવનારા પ્રથમ અને આજ સુધીના તેઓ એક માત્ર ઉર્દૂ લેખક હતા. પરંતુ કેઈ પણ ખિતાબ એમની કવિતા કરતાં મહાન નથી. આ વિગતો એ પુરવાર કરે છે કે ફિરાક એ માત્ર ઉર્દૂ સાહિત્યના જ નહીં પણ ભારતીય સાહિત્યના સર્જક હતા. ૧૯૮૨ની ત્રીજી માર્ચ, ૮૬ વર્ષની વયે ઉર્દૂ સાહિત્યના આ યુગસર્જક કવિએ