Book Title: Firak Gorakhpuri
Author(s): Kumarpal Desai
Publisher: Parichay Trust

View full book text
Previous | Next

Page 28
________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ આંખમાં આંસુ ઊમટી આવે છે, તેવી જ રીતે મજબૂરી અને માયુસી(નિરાશા)ને કારણે ગઝલ રચાઈ જાય છે. ( ફિરાક ગેરખપુરીએ એમની ગઝલ, રુબાઈઓ અને નજમોમાં નવા નવા શબ્દ આપ્યા, અનેખી ઉપમાઓ આપી અને મુગ્ધ કરે તેવી કલ્પનાની રંગલીલા આલેખી. આથી જ એમની કવિતા પર મોહમિલ(અર્થહીન દુધતા)ને આરેપ મૂકવામાં આવ્યું. ફિરાકે અગણિત કવિતા, ગઝલ, રુબાઈ અને મુક્તક (કતઆત) લખ્યાં છે. તેઓ ઉચ્ચ કોટિના સમીક્ષક પણ છે, છતાં વિશેષ તે ગઝલમાં, અને તેમાં પણ ગઝલના શેરમાં એમનું પ્રદાન વિશિષ્ટ છે. તેમના શેરની સંખ્યા સેંકડે સુધી પહોંચે છે અને તેની સાહિત્યિક ગુણવત્તા ઘણું ઊંચી છે. આવા કેટલાક શેર જોઈએ? શામ ભી થી ધુઓ ધુઆ, હુસ્ન ભી ઉદાસ-ઉદાસ, દિલ કે કઈ કહાનિયાં યાદ સી આ કર રહ ગઈ. મેં દેર તક તુ ખુદ હી ન રેકતા લેકિન, તુ જિસ અદા સે ઉઠા હૈ ઉસી અદા કરના હૈ. કન યે લે રહા હૈ અંગડાઈ, આસમાને કે નીંદ આતી હૈ !

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36