________________
ફિરાક ગોરખપુરી પદ પામી શક્યા નહીં. નિવૃત્તિ પછી પણ તેઓ જીવનપર્યત યુનિવર્સિટીના બંગલમાં જ રહ્યા. એ બંગલામાં રહીને એમણે ઉદ્દે કવિતાનાં સૂર (ટેન) અને આબેહવા બદલી નાખે તેવી ગઝલો લખી. કાવ્યધારાને વિચાર અને કલ્પનાના નવા પ્રદેશમાં વહેવડાવી. તેઓ એમ કહેતા કે છેલ્લાં પચાસ વર્ષથી અનિદ્રાથી પીડાઉ છું. એમની મોટા ભાગની કવિતા મધ્યરાત્રિ પછી રચાયેલી હતી.
ફિરાકના આગમન પહેલાં ઉર્દૂ કવિતા પ્રણયના લાગણુંવેડાથી નીતરતી હતી અને જીવનની નક્કર વાસ્તવિકતાથી ઘણું વેગળી હતી. માત્ર શરાબ અને શબાબ(સૌંદર્યના સાંકડા વિષયવર્તુળમાં ઘૂમતી હતી. ફિરાક શાયરીને વ્યક્તિગત જીવનની ડાયરી માનતા નથી. ભાવની એકાદી અવસ્થાનું તીવ્રતાથી ગાન કરવાથી શાયરીનું કામ સરતું નથી. ફિરાકના મતે તે શાયરીમાં આપણે શું છીએ તે નહીં પણ આપણે શું થવા માગીએ છીએ તે પ્રગટ થવું જોઈએ. હુસ્ન કે ઇશ્કની વ્યક્તિગત ભાવનાઓનું મનહર વર્ણન કરવા માત્રથી કવિતા બનતી નથી. આમ ફિરાક પ્રેમને ગહરાઈથી પશે છે. એમને માટે પ્રેમ એ સ્થળ અનુભૂતિ જ નહિ, બલકે જીવનસાધનાની ભઠ્ઠીમાં તપી તપીને તૈયાર થયેલું કુંદન હતું. આથી જ ફિરાકની કવિતા સ્વકીય દઈની વેદનાભરી અભિવ્યક્તિને બદલે સમષ્ટિના સૌંદર્યની ખોજને અવિરત પ્રયાસ બની રહી છે. જિંદગીને અખિલાઈથી જેતે આ કવિ કહે છેઃ