Book Title: Firak Gorakhpuri
Author(s): Kumarpal Desai
Publisher: Parichay Trust

View full book text
Previous | Next

Page 22
________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ આને ગણાવે છે. એમની રુબાઈઓમાં સંસ્કૃત સાહિત્યમાં મળતા શંગારને અનુભવ થાય છે. એમને હેતુ તે ભાવકેને દર્દે-હયાતને અનુભવ કરાવવાનું છે? હર એબ સે માતા કિ જુદા લે જાએ, ક્યા હૈ અગર ઈન્સાન ખુદા લે જાએ. શાયર કે તે કામ બસ એ હૈ, કુછ દર્દે-હયાત ઓર સિવા હો જાએ. ઉર્દૂ શાયરીની પ્રેયસી હતી બેવફા વેશ્યા. ફિરાકે એને કોઠા પરથી નીચે ઉતારી. એના આશિકને રાતદિવસની વેદના, વિરહ, તલસાટ અને આંસુમાંથી બહાર કાઢયો. ફિરાકને આશિક ફરિયાદ કરે છે, પણ પિતાનું ગૌરવ જાળવીને. અગાઉને કવિ પ્રેયસી માટે તડપતું હતું, પણ એની સાથે કશું તાદામ્ય સાધ્યું હતું. એની પ્રિયતમા પિતાના પ્રિયતમ પ્રત્યે બેરુખી(ઉપેક્ષા)ને ભાવ દાખવતી હતી. આશિક માશુકાની એક નજર માટે તડપતે હિતે, પણ એણે પિતાની પ્રિયતમાને નજીકથી નિહાળી નહોતી, હૃદયથી જાણ નહોતી, બુદ્ધિથી નાણી નહોતી. ફિરાક પ્રિયતમા સાથેના તાદામ્યનું મનભર ગાન કરે છે. એ એને નિહાળતો જ નથી, બલકે સ્પર્શે છે. આથી એમ કહેવાય છે કે ફિરાકે આધુનિક ઉર્દૂ ગઝલને નવી માશુકા આપી. એની માશુકાતું આલેખન કૃત્રિમ નહીં, પણ કલાત્મક છે. નિપ્રાણું નહીં, બલકે જીવંત છે. આ જીવંત પ્રેયસીના

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36