Book Title: Firak Gorakhpuri
Author(s): Kumarpal Desai
Publisher: Parichay Trust

View full book text
Previous | Next

Page 21
________________ ફિરાક ગોરખપુરી ૧૯ હતું. આવી ઉર્દૂ કવિતાને જોઈને એક વાર તે ફિરાક બેલી ઊઠયા કે ઉર્દૂ કવિતામાં શરાબ છે, શરબત છે પણ અમૃત નથી. એને અ-મૃતતત્વ તરફ વાળવાને ફિરાકે પ્રયાસ કર્યો. શાયરીનું ફલક સંસ્કૃતિના વિવિધ આયામોને પશે તેટલું વ્યાપક બનાવ્યું. એક અર્થમાં ફિરાક સમન્વયવાદી સંસ્કૃતિને પ્રતિનિધિ છે. એણે એની ગઝલ અને નજમમાં હિંદીના પ્રચલિત શબ્દને સાહજિક રીતે સ્વીકાર કર્યો. કાળા ઘનઘેર આકાશમાં વીજળીની ચમક કવિને કૃષ્ણ તરફ આંખને ઇશારે કરતી રાધા જેવી લાગે છે? આ છે રે રંગેનઝારા, ૨ ખિજલિ કી લપક, કિ જૈસે કૃષ્ણ એ રાધાકી આંખ ઈશારે કરે. આ સમન્વયવાદી કવિએ હિન્દી સાહિત્યના રસવિધાનને ઉર્દૂ સાહિત્ય સાથે એકરૂપ કરીને તદ્દન નવીન સૌંદર્યધનું સર્જન કર્યું. ઉર્દૂ ભાષા એ બે સંસ્કૃતિએના સમન્વયની પ્રક્રિયાઓનું પરિણામ છે તે ફિરાક એ સમન્વયને પરિપાક છે. હિન્દી સાહિત્ય પાસેથી કાવ્યરૂપે અને સંસ્કૃત સાહિત્ય પાસેથી શૃંગારનિરૂપણની અસર ઝીલવા ઉપરાંત ફિરાકની કવિતામાં ભારતીય પુરાકલ્પને અને પ્રતીકને સબળ વિનિગ છે. ભારતીય વિચાર અને ફિલસૂફીને મોટો પ્રભાવ ફિરાકના સર્જન ઉપર પડ્યો છે. કેટલાક તે એમની લોકપ્રિયતાના એક કારણ તરીકે

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36