Book Title: Firak Gorakhpuri
Author(s): Kumarpal Desai
Publisher: Parichay Trust

View full book text
Previous | Next

Page 18
________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ - ફિરાકની આગવી જીવનશૈલી, આક્રમક કે ટકોર વર્તણુક, નૈતિકતાના સ્વીકૃત ખ્યાલને અનાદર અને દારૂનું અતિ સેવન જેવી બાબતે એમની આસપાસ સતત વિવાદ જગાવતી રહી. અફવાઓ અને કૌભાંડો મહાન કવિ તરીકેની એમની પ્રતિષ્ઠાને પીછે પકડતાં રહ્યાં. એમનું જીવન જઈને કેઈને સ્કર વાઈલ્ડનું જીવન યાદ આવી જતું, જોકે ફિરાક આવી બધી અફવાઓને ગટર રૂમર' તરીકે ફગાવી દેતા અને કયારેય એનાથી અકળાતા નહીં. આ મોટા ગજાના માનવીનું કેવળ વ્યક્તિત્વ જ વિવાદાસ્પદ નહેતું; એમના અભિપ્રાયે પણ સાહિત્યમાં સતત વિવાદ જગાવતા રહેલા. કવિ કે કવિતા વિશે જ નહીં, બલકે ભાષા, ધર્મ, રાજકારણ કે સમકાલીન સર્જકે વિશે ફિરાકના અભિપ્રાય રસપ્રદ, ઉત્તેજક અને વિવાદાસ્પદ હતા. દરેક બાબત વિશે આગ અભિપ્રાય ધરાવતા ફિરાક પિતાના વિચારના સમર્થનમાં વાકછટા સાથે જોરદાર દલીલ કરતા. અંગ્રેજી વિષયના અધ્યાપક તરીકે તેઓ અત્યંત લોકપ્રિય હતા. એમના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને આજના અગ્રગણ્ય પાકિસ્તાની વિવેચક મહમદ હસન અસ્કરી કહે છે કે ફિરાક ભાગ્યે જ અભ્યાસક્રમને નજરમાં રાખીને કશું શીખવતા હતા, પરંતુ તેમનાં વ્યાખ્યાને તમને સાહિત્ય અને જીવનમાં એવી ઊંડી દૃષ્ટિ આપે, જે સમયસર કેર્સ પૂરો કરતા અધ્યાપકેની કલ્પના બહાર હાય ! નિવૃત્તિનાં ત્રણ વર્ષ અગાઉ એમને “રિડરની જગ્યા આપવામાં આવી હતી. ફિરાક ક્યારેય પ્રોફેસર

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36