Book Title: Firak Gorakhpuri
Author(s): Kumarpal Desai
Publisher: Parichay Trust

View full book text
Previous | Next

Page 11
________________ પિરા ગેરખપુરી સ્થાન પ્રાપ્ત કર્યું. પરંતુ ગાંધીજીના પ્રભાવ હેઠળ એમણે અસહકારની લડતમાં ઝંપલાવ્યું. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા માટે એમને દેઢ વર્ષની કેદ થઈ. બીજા રાજકીય કેદીઓ સાથે એમને આગ્રાની જેલમાં મોકલવામાં આવ્યા. આ કારાવાસ કાવ્યશાળામાં પલટાઈ ગયે. અહીં સાપ્તાહિક મુશાયરા થતા અને પ્રવચને પણ યોજવામાં આવતાં. આ સમયે ફિરાકને પૈસાની જરૂર પડી. ઘરની સ્થિતિ તે એવી હતી કે ઘેરથી તે કશું મગાવી શકાય નહીં. આથી એમણે હિન્દી સામયિકે માટે કેટલાક લેખ લખીને વિખ્યાત વાર્તાકાર પ્રેમચંદને મોકલ્યા. જુદાં જુદાં સામયિકમાં એ પ્રસિદ્ધ કરીને થેડી રકમ મેળવવા માગતા હતા. પ્રેમચંદે યેગ્ય રીતે જ મિત્રધર્મ અદા કર્યો. આ સમયે ટમસ હાડ, ચાર્લ્સ ડિકન્સ, સર વેસ્ટર સ્કેટ અને જોજે એલિયટની કૃતિઓ તેમ જ વર્ડ્ઝવર્થ, કીટ્સ અને ટેનિસનની અંગ્રેજી કવિતાનો અભ્યાસ કર્યો. એક વાર જવાહરલાલ નેહરુ ફિરાકને ત્યાં અતિથિ થયા. એમણે ફિરાકની આર્થિક ભીંસ પારખી લીધી. તરત જ નેહરુએ ફિરાકને કહ્યું કે તમે અલ્લાહાબાદ આવીને અખિલ ભારતીય કેંગ્રેસ કમિટીના સહાયક સચિવ તરીકે કામ સંભાળે. મહિનાને અઢીસે રૂપિયાને પગાર નક્કી થયો. ચારેક વર્ષ સુધી ફિરાક ગોરખપુરીએ સહાયક સચિવનું કામ કર્યું. આ સમયે એમણે કાવ્યરચનાઓ ઓછી કરી,

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36