Book Title: Firak Gorakhpuri
Author(s): Kumarpal Desai
Publisher: Parichay Trust

View full book text
Previous | Next

Page 10
________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ સાચી જીવનસાથી અને જિંદગીના સહારા માનતા હતા. પરંતુ પ્રમાદી અને અણુઘડ પત્નીને કારણે ફિરાકનું લગ્નજીવન ભાંગી પડ્યું. લગ્ન પછી એક વર્ષ સુધી તેએ શત્રે ઊંઘી શકયા નહીં. માનસિક અને શારીરિક દુર્દશાને કારણે ફિરાકને સંગ્રહણીના રાગ થયા. આવી કપરી પરિસ્થિતિમાં પણ ાિકે એફ.એ.ની પરીક્ષા આપી અને આખા પ્રાંતમાં સાતમા ક્રમે આવ્યા. પેાતાના આ કપરા સમયને યાદ કરીને ફિશક એમ કહેતા કે ખાળપણમાં જે વિદ્યા તરફની રુચિ હતી તેને કારણે જ તે આ આકરી તાવણીમાંથી સફ્ળપણે પસાર થઈ શકયા અને પેાતાનું ચિત્ત સ્વસ્થ રાખી શકયા. સંગ્રહણીની ચિકિત્સાને માટે બી.એ.ની પરીક્ષા એક વર્ષ આપી નહીં. ૧૯૧૮માં તેએ ખી.એ. થયા અને એમના પ્રાંતમાં ચેાથા ક્રમે આવ્યા. ત્રીજા ક્રમે હૈં. ઝાકિરહુસેન હતા. બી.એ.નું પરિણામ જાહેર થાય તે પહેલાં જ ફિરાકના પિતાનું અવસાન થયું. પિતાના . અવસાન અગાઉ નાની અહેનની સગાઈ થઈ ચૂકી હતી. શોકગ્રસ્ત ફિરાકને નાની અહેનના લગ્નની તૈયારી કરવી પડી. બી.એ.નું પરિણામ આવ્યા પછી ફિરાકની ડેપ્યુટી કલેક્ટર તરીકે વરણી થઈ. આ વખતે પ્રથમ વિશ્વયુદ્ધ થતાં આઈ,સી,એસ.માં કેવળ ઇન્ટરવ્યૂથી ભરતી કરવાની સરકારને જરૂર ઊભી થઈ. ફિરાકે લખનૌમાં ઇન્ટરવ્યૂ આપ્યા અને એમાં પ્રથમ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36