Book Title: Firak Gorakhpuri
Author(s): Kumarpal Desai
Publisher: Parichay Trust

View full book text
Previous | Next

Page 14
________________ ૧૨ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ ઈ. સ. ૧૯૧૬માં ફિરાક ગેરખપુરીએ પહેલી ગઝલ લખી. શરૂઆતમાં બે-ચાર ગઝલ હજરત વસીમ મૌરાબાદીને બતાવી. એ પછી ક્યારેય કોઈનું માર્ગદર્શન લેવાની જરૂર ન પડી. વિશેષ તે ફિરાકની સાહિત્યિક કારકિદી પર મજનું ગેરખપુરી, પ્રેમચંદ અને ગદ્યકાર હજરત નિયાઝ ફત્તેહપુરીની અસર જોવા મળે છે. ફિરાક ગાલિબ પાસેથી જીવનનું નીતર્યું દર્શન પામ્યા. વેદનાના લાવારસને ધગધગતે અનુભવ મીર પાસેથી મળ્યો અને ઊર્મિને ઊછળતે આવેગ મુસહફી પાસેથી પામ્યા. પહેલાં તે શેર કહેવા એ ફિરાકને શેખ હતું. પણ પછી એ જિંદગીની તલાશનું એક માધ્યમ બની ગયા. એમની કવિતામાં વિચારની દકતા અને હદયની ભાવુકતાને વિલક્ષણ સુમેળ સધાયે. એક બાજુ આંતરિક સંઘર્ષ અને બીજી બાજુ જીવનની વિષમતા– એમ આંતર-બાહ્ય ભાવ એમની કવિતામાં તાણાવાણાની માફક ગૂંથાઈ ગયા. એમની કવિતામાં ક્યારેક પ્રેયસીના વિરહને સૂર સંભળાય છે તે ક્યારેક વિશ્વની સંવેદના શબ્દદેહ ધારણ કરે છે. ફિરાકની શાયરીમાં જે વૈશ્વિકતા મળે છે તે વિષય, ભાવ, શબ્દપસંદગી અને સ્વર ધ્વનિઓના ઉપગથી સર્જાય છે. ઉર્દૂ સાહિત્યમાં ફિરાક જે સ્વરવનિને ઉપગ ભાગ્યે જ બીજા કેઈએ કર્યો હશે. જુગ” કાવ્યમાં ફિરાક તીવ્રતાથી માતૃપ્રેમ પ્રગટ કરે છે. માતાવિહોણું બાળક દાઈઓના હાથે ઊછર્યું છે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36