Book Title: Dharmna Tattvagyanna Vyakhyano Author(s): W Graham Mulligan Publisher: Krushnalal Mohanlal Zaveri View full book textPage 3
________________ બે બાલ રેવ. 3. મલિગને પિતાના વ્યાખ્યાન માટે જે મહાન પ્રશ્ન પસંદ કર્યો છે તે પ્રશ્ન સજન જૂને છે. મનુષ્યજાત જંગલી અવસ્થામાંથી વિકાસ પામી પિતાની વિચારશક્તિ કેળવતી ગઈ ત્યારથી તેની સમક્ષ આ ગહન પ્રશ્ન ઊભું થવા માંડયો. અને તેના જવાબ કે ખુલાસા પરત્વે બે પક્ષ ઊભા થયા. આ પૃથ્વી અને તેમાં રહેતાં પ્રાણીઓને કોઈ રચનાર ખરે; અથવા તેઓ સફળ સ્વયંભૂ એટલે કુદરતમાંથી આપોઆપ પેદા થએલ. મતલબ કે આસ્તિકવાદ અને નાસ્તિકવાદ એ બંને જગજૂના છે. આપણું દેશમાં પણ ચાર્વાકવાદ એ બેમાંના એક પક્ષના પ્રતિનિધિ તરીકે હસ્તીમાં આવે છે. વળી બીજા દેશોમાં પણ તે પ્રમાણે થયું છે તેને ખ્યાલ મા વ્યાખ્યાન આપે છે. આપણું દેશના અને પરદેશના જુવાન વર્ગમાં ધર્મહીનતા વધતી જાય છે. જડવાદ યુવકોના મન પર વિશેષ અને વિશેષ કાબુ મેળવતો જાય છે. હિંદુ, પારસી, મુસલમાન, ખ્રિસ્તી, વગેરે દરેક કેમના યુવકો જડવા તરફ ઢળતા જાય છે, અને નાસ્તિકતાનું જોર વધતું જાય છે. આનું પરિણામ અનિષ્ઠ હોવાથી એ માર્ગ ભૂલેલી વ્યકિતઓને આસ્તિકતા તરફ કેમ વાળવી તેના એક ઉપાય તરીકે આ વિદ્વાન લેખકે ““ધર્મના તત્ત્વજ્ઞાનનાં વ્યાખ્યાન” ની એક માળા રચી છે, તેને આ પહેલો મણકો છે. ખ્રિસ્તી ધર્મને અનુસરનારા સઘળા આચાર્યોને પોતાના સિદ્ધતિ સાબિત કરવા માટે છેવટને અને મજબુતમાં મજબુત આધાર તેમના ધર્મપુસ્તક એટલે બાઈબલને લેવું પડે છે, કારણ કે તેમના માનવા મુજબ તે સર્વાગ સંપૂર્ણ છે. એ નિયમને અનુસરી રેવ. ડો. મલિગને પણ છેવટને આધાર બાઈબલમાં પહેલાં કથન (ષષ ૨૯, ૩૦, ૩૧) પર રાખ્યા છે. પરંતુ જેમને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો માન્ય ન હોય તેમને પણ આ વ્યાખ્યાનના પહેલા અને બીજા વિભાગમાંથી કરતુત વિષય સંબંધે ઘણું જાણવાનું અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 34