Page #1
--------------------------------------------------------------------------
________________
ધર્મના તત્ત્વજ્ઞાનનાં વ્યાખ્યાન પહેલુ વ્યાખ્યાન:
ઇશ્વર છે તેની શી ખાતરી
દ્વિતીયાત્તિ
કર્તાઃ
રેવરેન્ડ બ્લ્યુ. ગ્રહુમ મલ્ડિંગન M. A., B. Litt, Ph. D.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ મૂલ્ય. ત્રણ આના.
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
મેં મેલ
૧. નાસ્તિકની વાણી ૨. આસ્તિકની વાણી
અનુક્રમણિકા
૩. પ્રકટીકરણની વાણી
000
(૧) માણસ વિચાર કરનાર પ્રાણી છે.
(૨) માસ લાગણીયુક્ત પ્રાણી છે (૩) માણસ નૈતિક પ્રાણી છે (અ) ઇચ્છાશક્તિનું રહસ્ય (ઘ) પ્રેરકમુદ્ધિનું રહસ્ય ... (૪) પ્રેરકબુદ્દિની ઉત્પત્તિ
...
...
...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
800
...
10.
...
604
R
...
310
પૃષ્ઠ
૩૪
૫-૧૫
૧૫-૩૦
૧૧
રાર
૧૨-૩૦
૨૩૨૪
૨૪-૨૮
૨૮-૩૦
૩૩-૩૩
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
બે બાલ રેવ. 3. મલિગને પિતાના વ્યાખ્યાન માટે જે મહાન પ્રશ્ન પસંદ કર્યો છે તે પ્રશ્ન સજન જૂને છે. મનુષ્યજાત જંગલી અવસ્થામાંથી વિકાસ પામી પિતાની વિચારશક્તિ કેળવતી ગઈ ત્યારથી તેની સમક્ષ આ ગહન પ્રશ્ન ઊભું થવા માંડયો. અને તેના જવાબ કે ખુલાસા પરત્વે બે પક્ષ ઊભા થયા. આ પૃથ્વી અને તેમાં રહેતાં પ્રાણીઓને કોઈ રચનાર ખરે; અથવા તેઓ સફળ સ્વયંભૂ એટલે કુદરતમાંથી આપોઆપ પેદા થએલ. મતલબ કે આસ્તિકવાદ અને નાસ્તિકવાદ એ બંને જગજૂના છે. આપણું દેશમાં પણ ચાર્વાકવાદ એ બેમાંના એક પક્ષના પ્રતિનિધિ તરીકે હસ્તીમાં આવે છે. વળી બીજા દેશોમાં પણ તે પ્રમાણે થયું છે તેને ખ્યાલ મા વ્યાખ્યાન આપે છે.
આપણું દેશના અને પરદેશના જુવાન વર્ગમાં ધર્મહીનતા વધતી જાય છે. જડવાદ યુવકોના મન પર વિશેષ અને વિશેષ કાબુ મેળવતો જાય છે. હિંદુ, પારસી, મુસલમાન, ખ્રિસ્તી, વગેરે દરેક કેમના યુવકો જડવા તરફ ઢળતા જાય છે, અને નાસ્તિકતાનું જોર વધતું જાય છે. આનું પરિણામ અનિષ્ઠ હોવાથી એ માર્ગ ભૂલેલી વ્યકિતઓને આસ્તિકતા તરફ કેમ વાળવી તેના એક ઉપાય તરીકે આ વિદ્વાન લેખકે ““ધર્મના તત્ત્વજ્ઞાનનાં વ્યાખ્યાન” ની એક માળા રચી છે, તેને આ પહેલો મણકો છે.
ખ્રિસ્તી ધર્મને અનુસરનારા સઘળા આચાર્યોને પોતાના સિદ્ધતિ સાબિત કરવા માટે છેવટને અને મજબુતમાં મજબુત આધાર તેમના ધર્મપુસ્તક એટલે બાઈબલને લેવું પડે છે, કારણ કે તેમના માનવા મુજબ તે સર્વાગ સંપૂર્ણ છે. એ નિયમને અનુસરી રેવ. ડો. મલિગને પણ છેવટને આધાર બાઈબલમાં પહેલાં કથન (ષષ ૨૯, ૩૦, ૩૧) પર રાખ્યા છે. પરંતુ જેમને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો માન્ય ન હોય તેમને પણ આ વ્યાખ્યાનના પહેલા અને બીજા વિભાગમાંથી કરતુત વિષય સંબંધે ઘણું જાણવાનું અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
વિચારવાનું મળી રહે છે. ઇતિહાસ અને વિજ્ઞાનની દષ્ટિએ આસ્તિક્ત અને નાસ્તિતાના વિષયને તેમણે ઉત્તમ રીતે અને બહુ બાહશીથી ચ છે, છરો છે. વિજ્ઞાનશાસ્ત્રની દલામાં છેલી શોધને તેમને વિવરણ કરીને જાવાદીઓ અને નાસ્તિકતાને પક્ષ સ્વીકારનારાઓ કયાં ભૂલ કરે છે, ક્યાં માર્ગ ચડે છે, જ્યાં તેમના વાદમાં ટિએ છે તે સ્પષ્ટ રીતે બતાવી આપ્યું છે. એમની દલીલને ઝાક માપને આસ્તિકતા તરફ લઈ જાય છે, ધર્મહીનતાના જોખમમાંથી ધાર્મિક થવાને, યા ધાર્મિક હેઇએ તે ધાર્મિક ચાલુ રહેવાને રસ્તો બતાવે છે.
| ગુજરાતી ભાષા પરનો એમને કાબુ કેટલે ઉચ્ચ દરજજે પહોંચ્યો છે તે વાચકને સહજ જણાઈ આવશે. આ વ્યાખ્યાનને વિષય તત્ત્વજ્ઞાન જેવો ગહન વિષય છે, તે પણ તેને પિતે સરળ રીતે પ્રતિપાદન કરી શકયા છે એ એક પરદેશીને માટે જેવી તેવી વાત નથી. જો કે કઈ કઈ જગાએ પરદેશીની કલમની છાયા આવી ગઈ છે, તે પણ તેને લીધે તેમને જે કહેવાનું છે તે સમજવામાં ક્ષતિ આવતી નથી, એટલે એકંદર તો પિતે ધન્યવાદને યોગ્ય છે.
તે શક મિશનરી છે અને તેથી જ ખ્રિસ્તી ધર્મને આગળ કરે છે એવો આક્ષેપ એમના પર મૂકાય એમ નથી, કારણ કે એમની ચર્ચા સર્વગ્રાહી છે. વળી આપણા યુગમાં બાપ હિંદુસ્તાનમાં ખ્રિસ્તી ધર્મમાંના મુખ્ય અંગ પ્રેમને-Love towards Humanity અનુસરી જાણે પોતે પોતાના જમાના ખ્રિસ્તના હોય એવા મહાત્મા ગાંધીજીના પ્રેમ વડે શુતિ મેળવાય એ મન્તવ્યને સ્વીકારીએ તે શહ ધર્મજ્ઞાન બુદ્ધવાદ, ઇસ્લામવાદ, ખ્રિસ્તવાદ આદિ ગમે ત્યાંથી આવતું હોય તે પણ તે સ્વીકાર્ય છે એ સિદ્ધાંતને કબૂલ રાખીએ તે પછી આ લેખક તરફથી પ્રાપ્ત થતું ધર્મશાનનું દિશાસૂચન આપજે વધાવી લેવું જોઇએ.
પાલણપર . તા. ૨૦ મી માર્ચ કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
સને ૧૯૪૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
ઈશ્વર છે તેની શી ખાતરી?
૧, નાસ્તિાની વાણી જે જમાનામાં આપણે રહીએ છીએ તેમાં જડવાદનો પ્રચાર થવાથી આખી દુનિયામાં ઈશ્વરની હસ્તી સંબંધી માણસોના મનમાં શંકા ઉપજાવવામાં માવે છે. આ દેશમાં પણ વિશેષે કરીને જુવાન વર્ગ વધારે ને વધારે ધર્મહીન બની જાય છે એ નિર્વિવાદ વાત છે. આમ કેવળ એકજ ધર્મને હાનિ પહોંચે છે એમ નથી. હિંદુ, મુસ્લીમ, યાહૂદી, ખ્રિસ્તી, વગેરે દરેક કામના માણસને અવિશ્વાસને રોગ લાગેલો છે. સ્થિતિ ગંભીર છે. એ વિષે વિચાર કરવાનો સમય આવ્યો છે.
પ્રિય વાંચકે, ઈશ્વરની હસ્તી પર શક લાવ મારે માટે અશકય છે. એ કરતાં તમારી હસ્તી ઉપર શક લાવો મને સહેલો પડે! ધારે કે રસ્તામાં તમને કઈ માણસ મને અને તમને કહે કે ભાઈ, તમે નથી; તમારી હસ્તી હું માનતા નથી. તો શું તમે ઘેર જઇને એમ નહિ કહે કે મને રસ્તામાં એક ગાંડ માણસ મળ્યો હતો? માણસે મગજશક્તિ દોડાવીને અજાયબ જેવા તર્ક રચી શકે છે. એક તત્ત્વજ્ઞાનને મત એ છે, અને તેને માનનારા પણ ઊભા થયા છે કે પિતાની હસ્તી સિવાય માણસને બીજા કશાન હસ્તી વિષે ખરી ખાતરી થઈ શકે નહિ. હવે તમે છે એ વાત હું માનું છું. સાચી વાત છે કે એ વાતનું નિર્ણાયકારક પ્રમાણુ હું આપી શકતો નથી. એવું સબળ માનસિક પ્રમાણુ ખરેખર આપી શકાય કે કેમ એ વિષે મને સંદેહ છે. આપણે શા કારણને લીધે એક બીજાની હસ્તી માએ છીએ? વિજ્ઞાનિ કે તત્વજ્ઞાનના દષ્ટિબિંદુથી આપણે નિર્ણયકારક પુરાવો રજૂ કરી શકીએ છીએ તેથી નહિ, પરંતુ આપણે એક બીજાને મળીએ છીએ, એકબીજાના સમાગમમાં આવીએ છીએ, વિચારોની આપલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
કરી શકીએ છીએ, વગેરે કારણને લીધે. આ કારણેને લીધે આપણે એકબીજાની હસ્તી પર શક લાવી શકતા જ નથી. હું ઈશ્વરની હસ્તી માનું છું તેનાં કેટલાંક કારણે આને મળતાં છે. તે મારી સાથે હાજર છે એ અનુભવ મને થયો છે, તે આત્મા છે, અને મારા આત્મા સાથે તે વાત કરે છે. હું મુશ્કેલીમાં આવું છું ત્યારે તેની પ્રાર્થના કરું છું; તે વખતે તે મને બળ આપે છે અને મને મદદ કરે છે. અલબત, તેની હસ્તી ખરી હોય તો માણસ જેની કલ્પના કરી શકે તે કરતાં તે અપાર મટે છે. છતાં મારી નગ્ન અવસ્થામાં મને એટલી તો ખાતરી થઈ ચૂકી છે કે તે છે. તે અપાર ભલે ને પવિત્ર છે, તે અત્યંત પ્રેમી છે, તે મારું પોષણ કરે છે, અને આત્મિક તેમજ દૈહિક બાબતમાં નિત્ય મારી ચિંતા કરે છે અને મારી સંભાળ લે છે. આટલું જ કહેવાથી તમે ઈશ્વરની હસ્તી માની લેશે એવી મને આશા નથી, પણ હજી મારે ઘણું કહેવાનું બાકી છે.
એક અંગ્રેજ કવિએ કહ્યું છે કે, થોડું જ્ઞાન જોખમકારક છે, અને એ કહેવત આપણા જમાનામાં સાચી જ કરે છે. વિજ્ઞાન ને તત્ત્વજ્ઞાનને લગતા કેટલાક વિચારો હવામાં ઊડે છે, અને તેને લગતી કાચી સમજણ જનસમુદાયને થાય છે. આ કારણથી ઘણું જાણના વિશ્વાસને ડગાવી દેવામાં આવે છે. વિજ્ઞાન ને તત્ત્વજ્ઞાનના વિચારો બદલાયા કરે છે અને તેમાંથી ઈશ્વરની હસ્તી વિષે ખરી માહિતી મળે એવું નથી. પચાસેક વરસ ઉપર વિજ્ઞાનીઓએ આપણને કહ્યું હતું કે માણસ વાંદરામાંથી પેદા થયું છે, અને તેથી ઘણુ માણસોએ પિતાને વિશ્વાસ ગુમાવ્યા. હમણું એજ વિજ્ઞાનીઓ આપણને કહે છે કે જમીનમાં ખાદી જોતાં વાંદરાંનાં હાડપિંજર અમુક યુગ સુધીનાં જ મળી આવે છે, પછી નથી મળતાં; ત્યારે માણસનાં હાડપિંજર તે કરતાં ઘણું જૂના યુગમાં મળી આવે છે; એટલે જે વાંદરામાંથી માણસ ઉત્પન્ન થયું હોય તે દીકરાએ બાપને જન્મ આપયો કહેવાય! વિજ્ઞાનની કોઈ પણ શોધખોળ થવાથી ઈશ્વરની હસ્તી વિષે તેમજ તેના વડે થએલી પૃથ્વીની ઉત્પત્તિ વિષે પણ શંકા રાખવાનું કારણ હજુ મળ્યું નથી. પૃથ્વીની ઉત્પત્તિ ગમે તે રીતે થઈ હોય તો પણ તેની શરૂઆત કોઈથી થઈ હશે. આપોઆપ વિશ્વની ઉત્પત્તિ થઈ હોય તે અચેતનમાંથી ચેતન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
ઉદ્દભવ્યું એમ કહેવાય, અને ઈશ્વરને માનવા કરતાં એ માનવું મુશ્કેલ. દુનિયાભરમાંનું તત્ત્વજ્ઞાન એક અવાજે પોકારી ઊઠે છે કે જેનું પરિણામ તેવું કારણ. વિપરીત સ્વરૂપ એકબીજામાંથી ઉદ્ભવતાં જ નથ..
વાંદરાની મદદ ન મળી ત્યારે નાસ્તિકે બીજે રસ્તે લેવા મંડયા. માનવશાસ્ત્ર નામની એક નવીજ વિદ્યા આપણા જમાનામાં ઉપસ્થિત થયેલી માલૂમ પડે છે. આ વિદ્યા ઉપયોગી છે. એ વછે સંશોધકોએ માનવજાતના ઇતિહાસ પર ઘણું પ્રકાશ નાખ્યો છે એમાં શક નથી. એમાંથી વળી થોડું જ્ઞાન લઇને નાસ્તિકે ઈશ્વરને નાબૂદ કરવા નીકળ્યા છે. તેઓ આ પ્રમાણે દલીલ કરે છે. ઈશ્વર વિષેની તમારી આ માન્યતાનો પાયો બહુ કાચે છે. માણસ મૂળે વહેમી હોય છે. તેની પ્રાથમિક સ્થિતિમાં તો તે સર્વચેતનાવાદ માનનારે છે, એટલે પિતાની આસપાસ જે જે દેખાય છે તે બધાં વાનાંમાં આત્માઓ વામો કરે છે એમ તે માને છે. કેટલાક આત્માએ વળી તેને વિશેષ બળવાન લાગે છે, એટલે પોતાના કામકાજ તેમજ જીવનના ઝઘડામાં તે તેની મદદ શોધે છે. પહેલાં તે પિતાની ગુફાની દિવાલ પર તેઓનાં ચિત્ર કાઢે છે. પછી હથિયારને ઉપયોગ તે કરી જાણે છે ત્યારે તે લાકડાં કે પથ્થર ઘડીને તેમની મૂર્તિ બનાવે છે અને તેઓની પૂજા કરે છે. ખાસ કરીને ખ્રિસ્તી ધર્મ પર નાસ્તિકે એવી ટીકા કરે છે કે ઈશ્વર વિષેનો તેમને વિચાર કેમે કમે પ્રાપ્ત થશે. જૂના કરારમાં મૂર્તિ પૂજા મૂકી દઈને એક અદશ્ય દેવની પૂજા કરવામાં આવે છે. તેની સત્તા માત્ર યાદૂરી કામમાંજ ચાલતી માલૂમ પડે છે. આખરે તે દેવની સત્તા આખી દુનિયામાં ચાલવા સારુ વિસ્તૃત થાય છે. માટે ઈશ્વરને માનવાની કશી જરૂર નથી. એ માન્યતા આદિકાળક મનુષ્યના વહેમથીજ ઉદ્દભવી છે.
હવે આ બધી બાબતોમાં સત્ય રહેલું છે, પરંતુ તે પરથી કરેલ નિર્ણયજ ખોટો છે. છેડા જ્ઞાનનું જોખમ આ નિર્ણય પરથીજ સાબિત થાય છે. ધારે કે આ બધી હકીકત બેસોળ આના સાચી છે, તે પછી એથી શું સાબિત થાય છે? વધારેમાં વધારે એટલું જ કે ઈશ્વર વિષે માણસજાતનો વિચાર વિકાસ પામતે જાય છે. પણ કોણ ના કહે છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
.
ખ્રિસ્તીઓ તે નહિજ ખ્રિસ્તી મત એવા છે કે ઈશ્વર વિષેના વિચાર એ રીતે માણસને પ્રાપ્ત થાય છે, એટલે ઈશ્વરી પ્રકટીકરણદારે અને કુદરતી રીતે. આ સૃષ્ટિજન્ય જ્ઞાન આખી દુનિયામાં પ્રસરેલું છે અનેતે દ્વારે દરેક માણુસના અંતઃકરણમાં ઈશ્વર પેાતાની હસ્તી વિષે સાક્ષી આપે છે. માણુસ જેમ સુધારાની સ્થિતિ પર આવે તેમ આવા જ્ઞાનના વિકાસ થાય એ સ્વાભાવિક છે. પરંતુ આ ઐતિહાસિક દલીલ વાપરવામાં નાસ્તિકાની જે ભૂલ થાય છે તે ખરેખર માલિશ ભૂલ કહેવાય. ક્રાઇપણ વસ્તુની છેવટની સ્થિતિ જોઈને જ તેને પૂરા ખુલાસેા થઈ શકે; તેની મૂળ સ્થિતિ જોઇને તે નહિ જ. પુખ્ત ઉંમરના પુરુષ વિષે શું બાર વરસના છેકરાને એને વધારે ચાહિતી મળે કે માના ગર્ભસ્થાનમાં રહેલા બાળકને જૈને? શું ઝાડને ખુલાસે બીજ જોવાથી સથાય છે કે ઝાડ જોવાથી ખીજને ખુલાસા સમજાય છે ? આધુનિક ઔષવિદ્યાનું મૂળ જેવું હોય તે તે અભિચારીના વાસણમાં રહેલું મળશે; પણ એટલાજ કારણને લીધે ક્રાઇ હાલના દાક્તરને તિરસ્કાર કરતું નથી. ખરી વાત એ છે કે પોતાની બહાર આવી ક્રાઈ શક્તિમાન વ્યક્તિ હસ્તી ધરાવે છે એવી જે લાગણી તમામ અવસ્થાના માણસને થાય છે તે તે એવી વ્યક્તિ ખરેખર હશે એની સખળ સાક્ષીરૂપ માલૂમ પડે છે.
આ દલીલ વળી એક બીજું રૂપ ધારણ કરે છે. કેટલાક નાસ્તિક આપણને એમ કહે છે કે તમામ ધર્મોનું મૂળ સ્વાર્થ છે. ખાસ કરીને મે વના માણસને તે લાવતા આવે છે, એટલે રાજાએ તે ધર્મગુરુઓ. પણ વિશેષે કરીને ધમગુરુઓને માટે ધમ જરૂરી વસ્તુ છે; કેમકે તે પર તેમના નિર્વાહને! આધાર છે. આ કારણથી તેઓ લકાનાં વહેમને ટકા આપે છે, અને જેમ લેાકેા વહેમી બને છે તેમ તેઓના ધર્મગુરુઓ હુષ્ટપુષ્ટ ' થાય છે. આ હિસાબે તા” દરેક ધ શાસ્ત્રના જેમણે મૂળ ભાષામાંથી તરજુમે કર્યો અને તેના ખુલાસા લખ્યા તે બધાએ ખાલી પેટ ભરવા માટે તે કર્યુ એમજ માનવું પડે. આવા કામના અને ઘણા અનુભવ થયા છે અને વાચકને ખાતરી આપું છું કે આના કરતાં પેટ ભરવાના સહેલા રસ્તા ખીજા ઘણા છે. પછી રાજા કે રાજયાાધકારીઓ પર એવી ટીકા કરવામાં આવે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
કે તેઓ ધર્મને પ્રતાપે પેાતાની રાજ્યસત્તા ભાગવે છે. ધર્મના નેતાઓ રાજ્યને વફાદાર રહેવાનું લેાકાને શીખવે છે, અને તે બદલ રાખી તેમને મદદ કરે છે. ધર્મગુરુને રાજાની જરૂર છે, અને રાજાને ધર્મગુરુની જરૂર છે. તેઓ બન્ને મળીને લેાકાને અંધારામાં રાખવાની સંતશ્ર્વસ કરે છે અનેતેમને ધૂતી લે છે. જનક રાજાથી માંડીને નામદાર જ્યોર્જ છઠ્ઠા સુધી જે લી રાખએએ આદરભાવથી ધર્મના આત્રો લીધા છે તેમની તેા નાસ્તિકની નજરમાં કશો ગણુતરી જ નથી. પશુ આથી તેઓ શું સાબિત કરવા માગે છે ? દરેક ધમ માં અાગ્ય નેતાઓ ઉપસ્થિત થયા છે, અને દરેક દેશમાં અયેસ્થ્ય રાજાઓ પણ ઉપસ્થિત થયા છે, પણ એમાં ઈશ્વરને શું લાગેવળગે જો આટલી જ દલીલથી ઈશ્વરની હસ્તી નાબૂદ થવાની હોય તો તેજ દલીલથી ધર્મ ગુરુઓ ને રાજાએાની હસ્તી પણ નાબૂદ્દ થવી જોઈએ, પણ ધમગુરુઓ અને રાજાએ તેા હજી છે અને ઈશ્વર પશુ છે એ વિષે આ
દલીલ કશી શંકા ઉપજાવી શક્તી જ નથી.
એક ખીજીનવીન વિદ્યા આપણા જમાનામાં સ્થાપિત થઇ છે, તેનું નામ માનસશાસ્ત્ર, માણુનું મન કેવું છે અને તેનું કષ્ય શું છે એ પ્રશ્નને અભ્યાસ બારીકાઇથી કરવામાં આવ્યે છે. આ વિદ્યાદ્દારે માણુસના સ્વભાવ તેમજ સ્વરૂપુ પર ઘણા પ્રકાશ ફેંકવામાં આવ્યા છે એ નિવિવાદ છે. આમાંથી પણ થાડું સત્ય લખતે ઈશ્વરને નાબૂદ કરવા માટે નાસ્તિકા મેદાને પાડ્યા છે. યુગ, યડ, લાંચ્યા, વગેરે માનસશાસ્ત્રીઓએ ઈશ્વરને દૂર કરવાના એક નવા ઉપાય યેાજી કાઢચે છે. તેમની દલીલના બે ભાગ પડે છેઃ—
(૧) બાળકને તેનાં માબાપના જે અનુભવ થાય છે તેમાંથી જ ઈશ્વર વિષેના વિચાર ઉદ્ભવ પામે છે. પેાતે બાળક છે ત્યાં સુધી તેન સધળા આધાર તેનાં માબાપ પર રહે છે. માખાપ તેની સંભાળ રાખે છે.. તેનું પેગુ કરે છે, અને તેનું રક્ષણુ પશુ કરે છે. જેમ જેમ બાળક માટું થતું જાય છે તેમ તેમ તે આ રક્ષણુની કદર કરતાં શીખે છે. આગળ જતાં તે બહારની દુનિયાના અનુમવ કરવા માંડે છે, અને તેને જીવનની મુશ્કેલીએને અનુભવ પગુ થાય છે. આ મુશ્કેલીઓમાં મદદગાર તેા જોઈએ, અને જેમ જેમ છેકા માટા થાય છે તેમ તેમ જુદી જુદી વતતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
મુશ્કેલીઓ આવીને ઊભી રહે છે. અમુક મુશ્કેલીઓને તે તેનાં માબાપ પૂરાં પડે છે. આગળ જતાં પોતાના દેશના કાયદાનો આશ્રય લઈ શકાય છે. પરંતુ જેમ તેનું જ્ઞાન વધે છે તેમ જેને માબાપ અને દેશના કાયદા પણ ન પહોંચી શકે એવા નવા પ્રકારની મુશ્કેલીઓ તેને નડે છે. આ સ્થિતિમાં માણસને આખા વિશ્વની મુશ્કેલીઓને પહોંચી વળે એવા મોટા બાપ એટલે ઈશ્વરને કલ્પી લેવો પડે છે.
(૨) આની સાથે એક બીજે ખુલાસો પણ રજૂ કરવામાં આવે છે. ઈશ્વર વિષેના વિચારનું મૂળ માણસની ઇચ્છાશક્તિમાં રહેલું છે. આ ખુલાસા પ્રમાણે પ્રામાણિક્ષણને ધારણે વિચાર કરવો એ માણસજાતને માટે અશકય છે, કારણ કે બુદ્ધિ પર ઈચ્છા પ્રભુતા ભેગવે છે. માણસ જેવું ઇચ્છે છે તેવો તે વિચાર કરે છે. જેના પર તે ભરોસે રાખી શકે એવી કઈ મહાન વ્યક્તિ હોય તો સારું એમ ધારીને એવી વ્યક્તિ ખરેખર હસ્તી ધરાવે છે એ વાત પર માણસને વિશ્વાસ બેસે છે. આ દલીલની અસર ઘણાના મન ઉપર થાય છે, માટે આપણે તેની નિરીક્ષા કરવી જોઈએ.
પ્રથમ તો આ દલીલમાં અમુક અંશે સત્ય રહેલું છે એ આપણે ખુશીથી કબૂલ કરીશું. વળી આ વાત કેવળ ધાર્મિક વિચારોને જ લાગુ પડતી નથી. આ બાબતમાં માણસની ખાસિયત માલૂમ પડે છે; આમાં માણસની નબળાઈ માલૂમ પડે છે. દરેક ક્ષેત્રમાં આવું પરીક્ષણ માણસને થાય છે. પરંતુ આ દલીલ તો બેધારી તરવાર સમાન છે; તે જેટલા પ્રમાણમાં આસ્તિકને લાગુ પડે છે તેટલાજ પ્રમાણમાં તે નાસ્તિકને પણ લાગુ પડે છે. પરંતુ ઈશ્વર વિષે આપણે જે વિચાર છે તેની નિરીક્ષા કરીએ. એ વિચારમાં રહેલું દરેકે દરેક તત્વ ઇચ્છામાંથી જ ઉદ્દભવે છે એ શું આપણે માની શકીએ ખરા?
હવે ઈશ્વર વિષે માણસને જે વિચાર છે તેમાં એક તત્વ એવું છે કે તે માણસની ઇચ્છામાંથી કદી પણ ઉદ્દભવે નહિ એટલે તેની પવિત્રતા. અલબત, બધા માણસે એકસરખી રીતે અથવા એકસરખા ભાવથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
આ માન્યતાને વળગી રહેતા નથી. આ માન્યતા ધીમે ધીમે ઉદ્દભવે છે અને પ્રાપ્ત થાય છે. ત્યારેજઈશ્વરવિષેને માણસને વિચાર તેની પરાકાષ્ટાએ પહોંચી જાય છે. પરંતુ એ વિચાર એવો છે કે તે એક વાર પ્રાપ્ત થયા પછી માણસ તેને રાજીખુશીથી છોડી દઈ શકે નહિ; કેમકે એ વિચાર માણસના મનમાં આવે છે ત્યારે સ્વાભાવિક રીતે તેનું હદય તેનું સત્ય કબૂલ કરે છે. પરંતુ આ બાબત વિષે વિચાર કરીએ છીએ ત્યારે તરત એવું ભાન થાય છે કે તેને ઉદ્દભવ કદી પણ માણસની ઇચ્છામાંથી થઈ શકે નહિ. છતાં ઈશ્વર પવિત્ર છે એ વિચાર ઓછાવત્તા પ્રમાણમાં દરેક ધર્મમાં દશ્યમાન થાય છે. હવે એ વિચાર માણસના મનમાં આવે છે ત્યારે સાથે સાથે એવું ભાન પણ થાય છે કે ઈશ્વર આવો હોય તો મારાં પાપને તે ધિક્કારતે હશે. રવાભાવિક રીતે માણસને પાપ છોડવું નથી, અને ઈશ્વર વિષે વિચાર ઈચ્છામાંથીજ ઉદભવતે હેય તો આવા ઈશ્વરને તે કદી કલ્પ પણ નહિ. અમારાં પાપ વિષે વાંધો ન લે એવા ઈશ્વરને તે માણસે કપી શકે, અને એવા ઈશ્વરને કેટલાક માણસોએ કલ્પી પણ લીધેલો છે. પણ સામાન્ય રીતે માણસો એવા ઈશ્વરને રવીકાર કરવા રાજી નથી. વહેલામોડા તેઓ એવા ઈશ્વરને તરછોડી દે છે. ઈશ્વર આપણો સરજનહાર છે અને આપણું પિષણને રક્ષણ કરે છે, એટલું જ નહિ પણ તે આપણે ન્યાયાધીશ પણ થાય છે એવું ભાન પણ સ્વાભાવિક રીતે માણસને થાય છે. આપણે સારું કરીએ એવી ઈશ્વરની ઈરછા હશે એમ લગભગ દરેક ઈશ્વરવાદી કબૂલ કરશે. મારી ઇચછાનુસાર હું ઈશ્વરને કલપી લઉં તો મને ખાતરી છે કે મારાં પાપ બેટાં કરાવે અને તેને લીધે દિલગીર થાય એવા ઈશ્વરને હું કદી પણ કહ્યું નહિ મારો દુરાચાર નભવા દે એવો ઈશ્વર હોય તો મારી ઈચ્છા સંતુષ્ઠ થાય. વળી ઈશ્વરને લગતો વિચાર વ્યક્તિગત ઇચ્છા પ્રમાણે નહિ પણ સામુદાયિક ઇચ્છા પ્રમાણે ઘડવામાં આવે છે એમ કાઈ કહેતું હોય તો તે પણ ચાલે નહિ; કેમકે ઈશ્વર જે નીતિ ફરમાવે છે તે વ્યક્તિને માટે એટલું જ નહિ પણ સમાજ અને દેશજાતિને માટે પણ બંધનકારક થાય છે એવું સત્ર સ્વીકારવામાં આવે છે. જેમ વ્યક્તિગત ઈચ્છા દુરાચાર તરફ વલણ રાખે છે તેમ પ્રજાઓની ઇચ્છા પણ દુરાચાર તરફ વલણ રાખે છે. અને દુનિયામાં લાઈએ થવાનું કારણ એજ છે. ઈશ્વર વિષે વિચાર ગમે તે રીતે પ્રાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૨
થયે। હેાય તે પણ તે માણુસની ઇચ્છામાંથી ઉત્પન્ન થયે। એટલું જ કહેવુ
બસ નથી.
ઈશ્વરની હરતી સ ંખ’ધી વણુ કરીને એ દિશા તરફથી શ`કા ઉપજાવવમાં આવે છે, એટલે તત્ત્વજ્ઞાન તરફથી અનેવિજ્ઞાન તરફથી. તત્ત્વજ્ઞાન વિષે આ જગાએ હું એટલુંજ કહેવા માગું છું કે સરવાળે સારામાં સારા જે તત્ત્વજ્ઞાનીઓ થઇ ગયા તેની સાક્ષી શ્વિરવાદની તરફેણુમાંજ ઉતરે છે. એ વિષે આગળ જતાં વધારે કહેવામાં આવશે. અત્રે તે વિજ્ઞાનની સાક્ષી વિષે થાડા વિચાર કરીશું. બધાજ વિજ્ઞાનીએ કંઈ નિરીશ્વરવાદી.નથી. હાલના ઘણા પ્રખ્યાત વિજ્ઞાનીએ તા ચુસ્ત શ્વિરવાદી છે. શુમારે પચાસેક વરસ ઉપર ઘણાખરા વિજ્ઞાનીએ જડવાદી તેમજ નાસ્તિક હતા. જડવાદ વિજ્ઞાન પર અવલંબે છે.
હવે ઇસવી સનના અઢારમા સૈકામાં ઈંગ્લાંડમાં પેલે નામના એક પ્રખ્યાત ઈશ્વરનાની થઈ ગયા. આ માલુસે ડિયાળના દાખલા પરથી ષ્ઠિરની હસ્તી સાબિત કરવાના પ્રયત્ન કર્યાં. તેની દલીલ એવી હતી કે ઘડિયાળની રચના જોઈને સૌ કાને એમજ લાગે કે તેના કાઈ બનાવનાર તે। હાવાજ જોઇએ; એજ પ્રમાણે સૃષ્ટિની રચના જોઇને ખાતરી થવી જોઈએ કે તેના અમુક સર્જનહાર તા હાવેાજ જોઇએ, કેમકે જ્યાં જોઇએ ત્યાં યાજનાનાં ચિહ્નો જોવામાં આવે છે. પરંતુ એમણીમા સૈકામાં પરિણામવાદ કે ઉત્ક્રાંતિવાદ ઉપસ્થિત થયે!, તેથી પેલેના અનુમાન વિષે શ’કા ઉપસ્થિત થઈ. આ મત પ્રમાણે ફૂલની સુંદરતા ઈશ્વરની યાજનાથી થતી નથી પણુ કુદરતી નિયમાનુસાર થાય છે. તેના રંગ જીવજંતુને લલચાવે છે અને એમ તેનાં બીજ જીવજંતુના શરીરને ચાંટે છે, એટલે બીજા ફૂલને લાગે છે અને એમ નરનારીનાં ખીજ ભેગાં થવાથી નવાં ફૂલ ઉપજાવવામાં આવે છે. એ રંગ ના હોય તેા કુલ સુકાઈ જઇને નાશ પામે. એજ પ્રમાણે દરેક પ્રાણીનાં લક્ષણા પણ માત્ર જીવવાનાજ કામને માટે છે. દરેક પ્રાણીને જે લક્ષણ જોઇ એ છે તે કુદરતી રીતેજ તેને મળે છે, અને તેને અભાવે તે મરી જાય છે. મતલબ કે સૃષ્ટિની દરેક બાબતાના ખુલાસા કુદરતમાંથીજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૩
મળે એમ છે, તેથી ઈશ્વર જેવી કઈ વ્યક્તિને સમજવાની જરૂર નથી. હવે આ દલીલથી ઈશ્વરવિષેની માન્યતાનું ખંડન થાય છે એવું ભાગ્યે જ કોઈ માનતું હશે; અને વળી કુદરતી વૃદ્ધિ પણ કેવળ આ પ્રમાણેજ થાય છે, એમ પણ કોઈ માનતું નથી.
છતાં માણસના વિચારમાં જડવાદ એક વાર દાખલ થયા પછી તે સહેલાઈથી નીકળતો નથી, અને વળી ધર્મને મોટામાં મોટો શત્રુ એજ છે. વિજ્ઞાનની શોધખોળ થવાથી અઢારમા સૈકામાં કુદરતી બાબતોમાં લોકે એટલા બધા મોહિત થઈ ગયા હતા કે આખરે તેઓને મન ઘન પદાર્થ એજ વાસ્તવિક છે એમજ કર્યું. તેથી માણસના મન ઉપર એ અસર થઈ કે ઈન્દ્રિયો વડે આપણે જે જાણું કે સમજી શકતા નથી તે કેવળ કલ્પિત કે માયિક છે. જેને સ્પર્શ થઈ શકે, જેનું વજન તાળી શકાય, જેનું માપ લઈ શકાય, જેની નિરીક્ષા વિજ્ઞાનનાં હથિયાર વડે તેમજ વિજ્ઞાનની પદ્ધતિ પ્રમાણે થઈ શકે એજ વાસ્તવિક છે એવો મત બધે પ્રચલિત થયો. એક મોટા દાક્તરે પિતાને એવો અભિપ્રાય આપ્યો કે મેં માણસના શરીરના દરેક ભાગની નિરીક્ષા કરી છતાંએ આત્મા જેવું અને તે કાંઈ જ દેખાયું નહિ. એક મોટા વિજ્ઞાનીએ પિતાને એવો અભિપ્રાય દર્શાવ્યો કે મારા દૂરબીન વડે મેં આકાશોને તપાસી જોયાં પણ ઈશ્વરને પતો મને ન લાગ્યો. આવી આવી દલીલે આપણને તે હાસ્યજનક લાગે છે, પણ તે જમાનામાં તો તે વડે ઘણુ માણસે છેતરાઈ ગયા. છેક આધુનિક જમાના સુધી એજ માન્યતા પ્રચલિત હતી કે ભૌતિક દુનિયામાં જે નાનામાં નાનું તવ તે અણુ છે. આપણું જમાનામાં તો અણુને વિભાજિત કરી નાખવામાં આવે છે ત્યારે માલુમ પડે છે તે વિદ્યુત જેવી અગણિત શક્તિઓનું બનેલું છે, અને તે શક્તિઓ કામે લગાડીને હિરાશિમાં ને નાગાસાકી જેવાં મોટાં નગરને ભસ્મીભૂત કરી નાખવામાં આવ્યાં છે. મતલબ કે જેને આપણે સ્થળ વસ્તુ માના હતા તે સ્થળ નથી પણ એક અજાયબી જેવી ગતિ કે શક્તિના સંજન સમાન છે. જૂના અર્થ પ્રમાણે તો જડવાદને હમેશને માટે નષ્ટ કરવામાં આવ્યો છે. જેને જડ માનતા આવ્યા છીએ તેને સમજવા કરતાં ઈશ્વરની હસ્તી સમજવી હવે તો સહેલી થઈ પડી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
હવે વૈજ્ઞાનિક રીતે જેની નિરીક્ષા થઈ શકે તેજ વાસ્તવિક છે એ દલીલ તે ઉપર આપેલા દાખલા પરથી હાસ્યજનક લાગે છે; કેમકે આટલી બધી શોધખોળ થયા છતાં પણ વિજ્ઞાન હજી તેની પ્રાથમિક અવસ્થામાં હોય એમ લાગે છે. પરંતુ તે દલીલ મૂળ બુદ્ધિથીજ વિરુદ્ધ છે; કેમકે જેની નિરીક્ષા આપણે કરી નથી અને કોઈ પણ ઈન્દ્રિય કે યંત્રથી જેનું માપ લીધું નથી એવી ઘણી બાબતેની હરતીને આપણે માનીએ છીએ. આપણે સુંદરતાને વારતવિક માનીએ છીએ. સુંદર વાનને આપણે જોયાં છે પણ સુંદરતા આપણે નથી જોઈ. આપણે ભલાં માણસને જોયાં છે પણ ભાઈ આપણે નથી જોઈ. આપણે સત્યને વાસ્તવિક માનીએ છીએ પણ સત્ય આપણે જોયું નથી. શું કાઈ નાસ્તિક એમ કહેવાની હિંમત કરશે કે સુંદરતા, ભલાઇ કે સત્ય વાસ્તવિક નથી? વળી જે એ વાસ્તવિક હોય તો ઈશ્વર વાસ્તવિક નથી એમ શા આધારે કહી શકાય? દેખીતું છે કે ઈશ્વર નથી એવું વિજ્ઞાન સાબિત કરી શકશે જ નહિ.
ભૌતિક પ્રદેશ વિષે વિજ્ઞાન ઘણું કહી શકે છે, પણ એ પ્રદેશ ઓળંગીને તે બીજું કાંઈ કહેવા જાય તો તેનું સાંભળવાની જરૂર નથી. જાણવું એટલે શું? જેવો વિષય તેવી તેને જાણવાની રીત પણ હોય છે. આ મેજ વિષે મને જે જ્ઞાન છે, અને તમારા વિષે મને જે જ્ઞાન છે એ બે જ્ઞાનમાં જમીન આસમાનને તફાવત છે. વિજ્ઞાનની રીત પ્રમાણે આ મેજ કયાં કયાં તરનું બનેલું છે એ વિષે વૈજ્ઞાનિક પાઠયપુસ્તકમાંથી હું ઘણું માહિતી મેળવી શકું છુ એ જ પ્રમાણે હું એક દાક્તર હેઉ તે તમારા શરીર વિષે હું તમને ઘણી બાબતો જણાવી શકું. પરંતુ તમારા શરીર વિષે જેટલું જણાય તેટલું જાણ્યા પછી પણ હું તમને ઓળખું છું એમ મારાથી કહી શકાય નહિ. તમારું શરીર તે તમે નથી, તમારા વિષેનું જે જ્ઞાન તેને માટે બીજો શબ્દ વાપરવો પડે છે એટલે ઓળખાણ તમે જડ વસ્તુ નથી પણ માણસ છે. તમારી ઓળખાણ મને થાય માટે મને તમારે સાથ જોઈએ. તમે મને વાતજ ન કરો ત્યાં સુધી હું શી રીતે તમારી ઓળખાણ કરી શકું? આપણે એક બીજા સાથે વાત કરીએ છીએ અને વિચારોની આપલે કરીએ છીએ ત્યારેજ અરસપરસ ઓળખાણ થઈ શકે છે. વળી બીજી વાત એ છે કે તમને ઓળખવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૫
થી મને મારા પિતા વિષે પણ જાણ થાય છે. આપણામાં એવી અજાયબ જેવી શક્તિ છે કે જાણે પ્રેક્ષક તરીકે ઊભા રહીને આપણે પોતાનાં મનને કામ કરતાં જોઈ શકીએ છીએ. બાળક શરૂઆતમાં તો સ્વચેત નથી. બીજા વિષે તેને ચેતના થાય છે ત્યાર પછી તે પિતા વિષે સચેત બને છે. એમ બીજ વિષે આપણને ચેતના થાય છે અને તે પછી આપણે સ્વચેત બનીએ છીએ. દેખીતું છે કે જે ઈશ્વર હોય તે જે રીતે આ મેજ વિષે હું જાણું છું તે રીતે હું તેના વિષે જાણતો નથી. જેવી રીતે હું તમને ઓળખું છું એવી જ રીતે તેની સાથે ઓળખાણ થાય, એટલે હું તેને ઓળખું તે પહેલાં તે મને પિતાને પ્રગટ કરે એવી જરૂર છે. વિજ્ઞાનની રીત પ્રમાણે એ ઓળખાણ ન થઈ શકે એ નિર્વિવાદ છે. ભલાઈ, સુંદરતા ને સત્ય વિષે આપણને જે ખ્યાલો પ્રાપ્ત થાય છે તે ઈશ્વર તરફથી ન મળ્યા તે કયાંથી ઉદ્દભવ્યા તેનો ખુલાસો અત્યાર સુધી એક પણ નાસ્તિકે કર્યો જ નથી.
૨. આસ્તિકની વાણી નાસ્તિકને જવાબ આપવો એ સહેલું કામ છે. એટલે ઈશ્વરની હરતી વિષે શંકા ઉપજાવવા માટે તે જે દલીલે રજુ કરે છે તેનું ખંડન કરવું સહેલું છે. હમણાં આસ્તિકનું સાંભળવું જોઈએ. તે પિતાના બચાવમાં શું કહી શકે છે? તેની પાસે હકારાત્મક જવાબ માગીએ. આપણે તેને સાફ કહીએ કે ભાઈ, તમે મહેરબાની કરીને તમારી આ શ્રદ્ધાની નિરીક્ષા કરી, અને તમે કયાં કારણથી તેને વળગી રહે છે તે અમને જાણુ. આ પરિસ્થિતિમાં વિચારવંત આરિતક આવાં આવાં કારણે રજૂ કરશે એમ હું માનું છું. શરૂઆતમાં તે જે તે ડાહ્યો માણસ હશે તો કહેશે કે ઈશ્વર અપરિમિત છે, તેથી તેને પહોંચી શકે એવો લાંબે પૂલ કોઈ પરિમિત બુદ્ધિ બાંધી શકે જ નહિ. જે વડે ઈશ્વરની હરતી સાબિત કરી શકાય એવી કોઈ પણ એકની એક દલીલ છેજ નહિ, તો પણ બુદ્ધિસંપન્ન હેય એવી હજારો દલીલ છે. તે દરેકને એક સેટીની ઉપમા આપી શકાય; એટલે તે લઈને આપણે ભાંગી શકીએ છીએ. પણ એવી ઘણું સેટીઓ ભેગી બાંધી દેવામાં આવે તો તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
કાઈથી ભાંગી શકાય નહિ. ઈશ્વરની હસ્તીને છેટને પુરાવે છે તે આપણું હદયમાં તેની હાજરી જ છે. જેમને એ અનુભવ થયો નથી તેમને માટે ગમે તેવી દલીલ પણ નકામી છે. પરંતુ જેમને એવો અનુભવ થયે છે તેમને માટે તે બિનજરૂરી છે. છતાં આપણે આસ્તિકની પાસે ખાસ માગણી કરી છે માટે તે ખુશીથી આપણી માગણી સ્વીકારે છે, અને પોતાની શ્રદ્ધાનાં કારણે તે આ પ્રમાણે જણાવે છે. આ આસ્તિક ગમે તે ધર્મને હેઈ શકે.
(૧) માણસ વિચાર કરનાર પ્રાણી છે. તેનામાં બુદ્ધિ છે, તેનું મન નિયમિત રીતે પોતાનું કામ કરે છે અને અમુક બુદ્ધિજન્યનિયમ અનુસાર તે પોતાના વિચારો વ્યવસ્થિત કરે છે. આ બુદ્ધિને ઉપયોગ કરતાં કરતાં પિતાના મનની તેમજ સૃષ્ટિની રચનામાંથી તેને અમુક અચૂક નિયમ મળી આવ્યા છે. દાખલા તરીકે ૨+૨=૪. આ નિયમ અચૂક છે. તેમાં એક પણ અપવાદ કદી પણ અનુભવામાં આવ્યો નથી. માણસનું મન આવી જ રીતે કામ કરે એવી તેની રચના છે. એ સિવાય એવા બીજા પણ નિયમો છે, અને એવા નિયમો ધ્યાનમાં રાખીને આપણે સૃષ્ટિનો અભ્યાસ કરવા જઇએ છીએ ત્યારે જ તેમાંથી અર્થ નીકળે છે. એવું ન હોય તો શું પરિણામ આવે એ વિષે તમે કદી પણ વિચાર કર્યો છે? આવું ન હોય તો સૃષ્ટિ એક ગાંડા માણસના સ્વપ્ન જેવી થાય. કાલ સવારે સૂરજ ઊગશે કે કેમ એ વિષે ખાતરી ન હોય. તાપી નદી આજે સૂરત થઈને વહે છે પણ કાલે ભરૂચ થઈને ન વહે તેની ખાતરી ન હોય, હવામાં પથ્થર ફેંકીએ તે ફરી તે નીચે પડે છે, પણ કાલે એમ કરીએ તો કદાચ તે હવામાં જ રહે એવી સ્થિતિ થાય. આ નિયમો માણસે બનાવેલા નથી. તે વડે સૃષ્ટિ બુદ્ધિ અનુસાર વર્તે છે તેનો પુરાવો મળે છે. આવા નિયમ ન હોય તે વિજ્ઞાન પણ ન હોય. તે રદ થાય તો માણસ જાતનાં તમામ હુન્નરકળા, વ્યવહાર ને જીવન નષ્ટ થાય. એ પરથી જેવી બુદ્ધિ માણસના મનમાં છે તેવી જ બુદ્ધિ બહાર પણ છે એમ લાગે છે. પરંતુ માણસે સૃષ્ટિ બનાવી નથી. તો પછી આ બુદ્ધિનાં લક્ષણે તેનામાં કયાંથી આવ્યા? આથી પોતાના મનની બહાર આખા વિશ્વમાં વ્યાપી રહેલું હોય એવા બીજા કોઈ મનની હસ્તી સમજી લેવા માટે માણસને સ્વાભાવિક રીતે પ્રેરણું થાય છે.આ મનને તે ઈશ્વર નામ આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
વળી માણસ વિશ્વ વિષે વિચારે છે ત્યારે એક બીજી બાબત પર તેનું ધ્યાન ખેંચવામાં આવે છે, એટલે ચેતના પર. આપણને અન્ય
વ્યક્તિ કે વાનાંની હસ્તી વિષે ચેતના થાય છે, અને એ ચેતના વિષે હજી વિચાર કરીએ છીએ એટલામાં તો ઘણું જાણવાનું મળે છે. એક કીડીને પણ ચેતનાશક્તિ હોય છે, પણ તેનું ક્ષેત્ર બહુ જ નાનું હોય છે. એ કરતાં મારા કૂતરાની ચેતનાનું ક્ષેત્ર મેટું હોય છે, છતાં તે બહુ વિસ્તૃત ન કહેવાય, અને એ ક્ષેત્રની બહાર હેય એવી કોઈ વસ્તુ વિષે તેને કશું ભાન નથી એમ કહીએ તે ચાલે. પણ મારા કુતરા કરતાં મારી પોતાની ચેતનાનું ક્ષેત્ર વિશેષ વિસ્તૃત છે. તેમાં તે આ જે વિષય સંબંધી હું લખું છું તેનો તેમજ આ વિષયને લગતાં જે પુસ્તકો મેં વાંચ્યા છે તેને પણ સમાવેશ થાય છે. આ વિષય સંબંધી મારા કુતરાને કશું ભાન ન હોય, અને કીડીને તે ઘણું કરીને મારી કે મારા કૂતરાને હસ્તી વિષે પણ ભાન ન હોય. એ પ્રમાણે માલૂમ પડે છે કે જેમ પ્રાણું જીવનની પાયરીએ ચઢે છે તેમ તેની ચેતનાના ક્ષેત્રને વિસ્તાર કરવામાં આવે છે. એ પરથી ઘણુ વિચારકને એમ લાગ્યું છે કે જેના ક્ષેત્રમાં આખું વિશ્વ એક સાથે આવી જાય એવી અમુક સર્વોપરી ચેતના હોવી જોઈએ. એવું અનુમાન બિલકુલ બુદ્ધિસંપન્ન લાગે છે, અને એવી ચેતના હોય તે તેને ઈશ્વર નામ આપવું ઘટે છે.
હવે માણસની બુદ્ધિનું એવું લક્ષણ પણ છે કે ભૌતિક પ્રદેશમાં બનતી બીનાઓમાં તેને કારણે અને પરિણામને સંબંધ પણ દશ્યમાન થાય છે. આખા વિશ્વમાં કારણને પરિણામનો સંબંધ ઓતપ્રોત થઈ રહેલો માલૂમ પડે છે. આ અનુમાન પર સમરત વિજ્ઞાનશાસ્ત્ર આધારભૂત માલૂમ પડે છે. આ અર્થ પ્રમાણે આપણે કહીએ છીએ કે વાદળનું ઘનીકરણ થાય છે અને તે વરસાદનું કારણ છે. સરોવરના પાણીનું બાષ્પીકરણ થાય છે, અને તે વાદળનું કારણ છે. નીચાણની જમીનમાં નદી વહે છે એ સરોવરનું કારણ છે, અને ડુંગરમાંથી કરો ઘટે છે એ નદીનું કારણ છે, વગેરે, આવા કારણુપરિણામના કાર્યક્રમને અનુસરીને આ વિશ્વને તેનું સ્વરૂપ મળ્યું છે. પરંતુ આ કાર્યક્રમ અનાદિકાળથી ચાલતો આવેલે હશે એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૨
Ο
વિચારથી માણસનું મન સતુષ્ઠ થઇ શકતું નથી. જે કંઈ હતીમાં આવ્યું જે તેની પાછળ કારણુ ાય છે. એમ;ન ઢાય તે વિચાર પણ થઈ શકે નહિ. આ સત્ય એટલું બધું સ્વસિદ્ધ છે કે તેના નકાર કદી પણ કરવામાં આવ્યા જ નથી. ભૌતિક પ્રદેશમાં જે ભીનાએ બને છે તેમાંની દરેક ખીનાનુ કારણ તેમજ પરિણામ પણ છે; તે આગલી કાઇ ખીના પર અવલંબે છે અને તેમાંથી અન્ય ખીના ઉદ્ભવે છે. કારણ વગરની એક પણ ભીનાનું જ્ઞાન આપણી ઈંદ્રિયા આપી શકતી નથી, અને સૌથી બળવાન તેમજ સૌથી સૂક્ષ્મદર્શક યંત્રાની મદદ લઇએ છીએ ત્યારે પણ એવી કાઇ ના વિષે માહિતી મળી શકતી નથી. છતાં ભૌતિક પ્રદેશમાં જેની શરૂઆત ન થઈ હાય એવી કાષ્ઠ વસ્તુ નથી. પરંતુ આપણે તેનું કારણ જોઇએ તે પહેલાં એક બીજી બાબત ઉપર હું તમારૂં ધ્યાન ખેંચવા માગુ છુ..
અત્યારે તા અણુ મેમ્મ વિષે પુષ્કળ ચર્ચા કરવામાં આવે છે. અણુ એટલે શું? કેટલાક ગ્રીક તત્ત્વજ્ઞાનીઓ એમ માનતા હતા કે ભૌતિક પ્રદેશ તેજ વાસ્તવિક છે; તે વિના કશું વાસ્તવિક નથી. આને જવાદ કહેવામાં આવે છે, અને આપણે ઉપર જોયું તે પ્રમાણે આધુનિક સમયમાં ઘણા વિદ્વાનાએ એ મત સ્વીકાર્યો પણ છે. સાથે સાથે એમ પણ માનવામાં આવ્યું છે કે ભૌતિક પ્રદેશનાં મૂળતત્ત્વ અનાદિ છે. નાનામાં નાનુ જે તત્ત્વ શેાધી કાઢવામાં આવ્યું છે તેનુ નામ અશુ. હવે આ અણુ અનાદિ છે એવું લેાકેા શા આધારે કડી શકે? દેખીતું છે કે આ વાત સત્ય હોય તેા પણ તે કદી પણ સાબિત થઈ શકે નRsિ. ખરું જોઇએ તે ઈશ્વરની હસ્તી માનવા માટે જેટલા વિશ્વાસની આવશ્યકતા છે તેટલેાજ વિશ્વાસ આ વાત માનવાને પણુ આવશ્યક છે. હવે આ વિશ્વમાં જેટલું વૈવિધ્ય જોવામાં આવે છે તેટલું અકય પણ વિશ્વમાંની અજોડ વ્યવસ્થાહ્ન રે દૃષ્ટિગોચર થાય છે. આ વિશ્વની રચનાના દરેક ભાગમાં બુદ્ધિ તરભેાળ થઈ રહેલી માલૂમ પડે છે. જે આફ્રિકાળિક કાઈ વ્યવસ્થા કરનાર મન ના હાયતા આ અય અને આ વ્યવસ્થા કેવી રીતે ઉદ્ભવ્યાં હશે તેના વિચાર કરે।. આદિએ માત્ર અચેત અણુ જ હેય તેશું આપણે માની શકીએ કે આ અણુઓએ એકબીજાની સલાહ લઈને આ બધી વ્યવસ્થા કરી હશે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૯
અથવા આ વ્યવસ્થા અનાયાસે કે અકસ્માત સ્તિમાં આવી છે એમ સ્વીકારી શકાય? એ કરતાં તે ઈશ્વરને માનવો વધારે સહેલ તેમજ બુદ્ધિપૂર્વક લાગે છે. તે પછી અણ ને બુદ્ધિ સાથે રાખીને કેટલાક કરે છે તેમ શું આપણે વિશ્વની ઉત્પત્તિને ખુલાસો કરીશું? એમ કરવાની શી જરૂર? એ બેમાંના એકે તત્વ વડે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ શકે નહિ એ પહેલાં સાબિત કરવું. બે કારણ સમજવામાં શો લાભ? પણ અણુ અચેતન છે એટલે તેનાથી ઉત્પત્તિ થઈ શકે નહિ, તેમજ તે વડે આ દુનિયાની વ્યવસ્થાનો ખુલાસો પણ થઈ શકે નહિ; માટે રહે છે માત્ર મન કે ઈશ્વર.
હવે દરેક બીનાનું કારણ હોય છે. સૃષ્ટિને ઈતિહાસ બીનાઓની સાંકળરૂપે છે. દરેક બીના તે કારણ તેમજ પરિણામ પણ છે. પરંતુ આપણે સ્વાભાવિક રીતે પૂછીએ છીએ કે પ્રથમ કારણ શું હશે? સ્વાભાવિક રીતે જ આપણને ખાતરી થાય છે કે એવું કારણ તે હશેજ. એમ ન હોય તે સાંકળની દરેક કડીને આધાર આગલી કડી ઉપર રહેતું હોય ત્યારે આખી સાંકળને કશુજ આધાર ન હોય એમ માનવું પડે. જાણો દાખલ મુરઘી ને ઈડાને છે. કયું પહેલું આવ્યું, મુરઘી કે
ઈ તિક દુનિયાને અનાદિ માનીએ તો આવી જ સ્થિતિ થાય. આ અવલોકનદષ્ટિએ તે સૃષ્ટિમાં કશો અર્થ ન હોય. જે અસ્તિત્વ બીજા પર આધાર રાખતું નથી તેને આપણે સ્વયંભૂ કહીએ છીએ. તો હવે આપણે બે જ નિર્ણયની વચ્ચે પસંદગી કરવી પડશે. ત્રીજો નિર્ણય થઈ શકે એમ છે જ નહિ. કાંતે એક સ્વયંભૂ વિશ્વને માની શકીએ; કાંતિ એક સ્વયંભૂ ઈશ્વરને માની શકીએ. પરંતુ વિશ્વ સ્વયંભૂ હેય એવું એક પણ ચિહ્ન તેમાં હજી સુધી જોવામાં આવ્યું નથી. તેનાં બધાંજ લક્ષણે એથી વિપરીત જ છે. એ વાત વળી થોડા જ માણસ માને છે, ત્યારે સ્વયંભૂ ઈશ્વરને તો લગભગ તમામ માણસજાત હજીસુધી પણ માને છે.
આ પ્રથમ કારણને સ્વીકાર કરીએ તે તે કેવું હશે? વિશ્વમાં દશ્યમાન થતાં તમામ કારણેથી તે જુદુ જ હેય એ દેખાડે છે; નહિ તો તેને પણ કારણ પરિણામને નિયમ લાગુ પડે, અને તેનું કારણ શું છે એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
પૂછવાને વખતે આવે. તેના કારણેથી દરજજે તેમજ પ્રકારે પણ જુદું છે. તે બીનાસાંકળાતીત છે; એટલે ભૌતિક પ્રદેશથી અલગ છે. એમ હોય તો જ તે બધાં જ કારણનું કારણ થઈ શકે. સૃષ્ટિનું આવું કાઈ પ્રથમ કારણું હશે એમ વિચારવાની મનુષ્યજાતની પ્રકૃતિ જ છે. અને આ પ્રથમ કારણકે આપણે ઈશ્વર નામ આપીએ છીએ.
આ પ્રમાણે માણસ વિચારક પ્રાણી હોવાને લીધે ભૌતિક દુનિયા પાછળ અમુક અસ્તિત્વ છે એમ વિચારવાની માણસને ફરજ પડે છે. તે તેને સર્વોપરી મન જેવું લાગે છે; વળી તે જેના ક્ષેત્રમાં સર્વ વાનાં સમાવેશ થઈ શકે એવી સર્વોત્કૃષ્ટ ચેતનારૂપ લાગે છે, અને સઘળા કારણનું કારણ હોય એવું લાગે છે. હવે દરેક વિચારને મૂળ હોય છે. જે મેં કદી મેજ જોયું ન હેય તે મેજ વિષેનો વિચાર મારા મનમાં પ્રવેશ કરી શકે નહિ, એજ પ્રમાણે મારા મનમાં ઈશ્વરને વિચાર હોય છતાં એ વિચારના મૂળ તરીકે ઈશ્વર જેવું કોઈ વાસ્તવિક અસ્તિત્વ ન હોય એ કેવી રીતે બને એ વિષે હું સમજી શકતો નથી. ખરી વાત કે વાસ્તવિક ન હોય એવી વસ્તુની ક૯૫ના હું કરી શકે છે. જેને બે પૂછતાં હાય, સાત પગ હોય અને જેના માથા પર શીંગડાં હોય એવો હાથી મારું મગજ કલ્પી શકે છે; છતાં એવી દરેક કલ્પના ખરેખરા અનુભવમાં આવેલાં તરવોની બનેલી હોય છે. આને પુરા નહિ પણ ઉદાહરણ જ સમજીએ તો પણ એ પરથી એ સત્ય સ્પષ્ટ સમજાય છે કે ઈશ્વરની કલ્પના કર્યા વગર મારાથી રહેવાય નહિ એવી મારા મનની રચના છે, અને એ કલ્પના બધી રીતે બુદ્ધિસંપન્ન છે. સર્વોપરી મન અથવા ચેતના તરીકે તેમજ કારણના કારણુ તરીકે આવો ઈશ્વરવિચાર કયાંથી આવ્યો હશે તેનો ખુલાસો વિજ્ઞાની આપી શકતા નથી. ઈશ્વર જેવું કાઈ અરિતત્વ ન હોય તે બીજી રીતે તેને ખુલાસો થઈ શકે નહિ જાણેઅજાણે માણસના સઘળા વિચાર ઈશ્વરની હસ્તી પર અવલંબે છે. સત્ય જેવું કાંઈ ન હોય તો શા આધારે કહી શકીએ કે ફલાણું વાત જૂઠી છે? ન્યાય જેવું કશું ન હોય તે શા આધારે કહી શકીએ કે ફલાણું કૃત્ય અન્યાયી છે. સુંદરતા જેવું કાંઇ ને હોય તે શા આધારે કહી શકીએ કે ફલાણું નાનું કદરૂપું છે? કઈ અપરિમિત અસ્તિત્વ ન હોય તે ગમે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
ગુણ કે લક્ષણ વિષે જેની સાથે ના એવું કાઈ ઘારણ જ ન હાય, એટલે માણસને વિચાર પણ થઈ શકે નહિ.
(૨) માણસ વિચારક પ્રાણી છે, એટલું જ નહિ પણ તે લાગણીયુકત પ્રાણી પણ છે. તેને બુદ્ધિ છે તેમજ લાગશું પણ છે. વળી ધર્મમાં લામણું અત્યંત આવશ્યક છે. માનવી સ્વભાવમાં બુદ્ધિરૂ૫ તવ જેટલું વાસ્તવિક છે તેટલું જ વાસ્તવિક લાગણરૂપ તત્વ પણ છે. ઈશ્વરની હસ્તી સંબંધી આપણે લાગણી પરથી સાબિત થાય છે કે દરેક જમાનામાં અને દરેક દેશમાં માણસને ઈશ્વરની હાજરીનું ભાન થએલું છે. એ વિષેની જુબાની તો બેસુમાર છે. આ પરથી ઈશ્વરની હસ્તીનો સ્વતઃ પુરા મળે છે એમ હું કહેતા નથી. પુરાવો આપો કે સ્વીકારો તે બુદ્ધિનું કામ છે. વળી જે ઈશ્વરની હાજરી વિષે ભાન થાય છે તેના પ્રકાર કે સ્વરૂપ સંબંધી જુદા જુદા જમાનામાં અને જુદા જુદા લોકોમાં જુદી જુદી લાગણીઓ પણ થઈ રહેલી માલુમ પડે છે. પરંતુ અત્યારે તો ઈશ્વરના સ્વરૂપ વિષે આપણે વિચાર કરવાનો નથી; માત્ર તેની હસ્તી વિષે વિચાર કરવાનું છે. ઈશ્વર ગમે તેવો હોય પણ તેની હસ્તી વિષેની આવી સ્વત્ર - વ્યાપી રહેલી લામણું ધ્યાનમાં લીધા વગર આપણે રહી શકીએ નહિ.
ઈશ્વરની હસ્તી વિષેની આ લાગણું માનવી સ્વભાવને કેટલો બધે અગત્યનો ભાગ છે તે એ પરથી જણાય છે કે મોટામાં મોટા ધર્મસ્થાપકોને શિક્ષકોએ તે પર ભાર મૂકે છે. બાઈબલને દાખલો લઈએ તો ઈશ્વરની હસ્તી વિષે પિતાના શ્રોતાજનેને ખાતરી કરી આપવાની લેશમાત્ર જરૂર હોય એમ તેમાંના એક પણ પ્રબોધક, પ્રેરિત કે લેખકને લાગ્યું નહિ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એવી કે દલીલ કરતો જ નથી. પાલેસ્ટાઇનમાં તો એ વાત સામાન્ય રીતે સ્વીકારાએલી જ હતી. ખ્રિસ્તી મડળીના એક મહાન સંતે એ પ્રમાણે કહ્યું કે “ઈશ્વરે માણસને પિતાને સાપેદા કર્યું અને માણસનું હદય તેનામાં વિસામો ન પામે ત્યાં સુધી તે બેચેની ને બેચેનીમાં જ રહે છે. વળી એ સંતના કહેવાનું સત્ય રોજ રોજ હિંદની દરેક નદીના કાંઠા પર સાબિત કરવામાં આવે છે. ઈશ્વરની હાજરી વગર સાણસને ચેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૧
પડતું જ પ પ્રદર્શિત કરે છે. માસ પેાતાની ઇચ્છાનુસાર ઈશ્વરને કલ્પી લે છે એવુ જેએ કહે છે તેએ આવી ઇચ્છાના ખુલાસા કરી શકતા નથી. આ પૃચ્છા માણસને કયાંથી પ્રાપ્ત થઇ હશે? તેના ખરા ખુલાસા ભાઈખલમાં જ મળે છે એટલે આપણે ઈશ્વર પર પ્રેમ કરીએ છીએ તેનું કારણ એજ છે કે તેણે પ્રથમ આપણા પર પ્રેમ રાખ્યા છે. આટલી એકજ દલીલ હાય તા તા કદાપિ ઈશ્વરની હસ્તી સાબિત થાય છે કે કેમ એ વિષે શંકા રહે. પરંતુ બીજી બધી દલીàાની સાથે આને પણ જોડી દૃએ છીએ ત્યારે તા ઈશ્વર છે એ માન્યતા કેવળ મુસિ'પન્ન જ લાગે છે. મારા બગીચામાં જે ફૂલ છે તે સુંદર છે એ હું સાબિત કરી શકતા નથી પણ સુંદર નથી એવુ કાણુ સાબિત કરી શકરો એ વિષે મારી લાગણી જે સાક્ષી આપે છે તે સાચીજ છે, અમુક સંગીત મધુર છે તે હું સાબિત કરી શકતા નથી, પણુ ખુલપુલનું ગાયન મારા હૃદયનું હરણ કરે છે. સત્ય, ભલાઈ તે સુંદરતા જેવી ખાબડે છે તેના મારી પાસે કશે! પુરાવેા નથી; પણ તેમને જો હું વાસ્તવિક ન માની શ તા ખોજા શાને પણ વાસ્તવિક ન માની શકુ એનિવિવાદ છે. તે પરથીજ મને ખાતરી થાય છે કે જેમાંથી એ ઉભળ્યાં હેય એવું કાઈ અસ્તિત્વ વિશ્વના કારણરૂપે રહેલું હશે. આ વાનાં અપૂર્ણતાએ મારા અનુભવવામાં આવે છે. પરંતુ પૂણુતા વગર અપુર્ણ તા હોઇ શકેનહિ; અપરિમિત વગર પરિમિત ડાઇ શકે નહિ. સ ંપૂર્ણ સત્ય,સ પૂર્ણ સુંદરતા, ને સંપૂર્ણ ભલાઈ તેનું નામ શ્વર.
(૩) પરંતુ માણુસ વિચારક પ્રાણી છે, લાગણીયુક્ત પ્રાણી છે, એટલુ જ નહિં પણ તે નૈતિક પ્રાણી છે; એટલે તેને બુદ્ધિ છે, લાગણી છે એટલુંજ નહિ પણ તેને ઈચ્છાશક્તિ પણ છે. આ ઈચ્છા પણ પરિમિત છે. સૃષ્ટિના અભ્યાસ કરીએ છીએ ત્યારે માલૂમ પડે છે કે વિશ્વમાં આપણી બુદ્ધિ સિવાય બીજી બુદ્ધિ પણ છે. વળી તે આપણી બુદ્ધિ કરતાં બહુજ મોટી છે. તેમજ માણસજાતના ધાર્મિક ઇતિહાસને અભ્યાસ કરીએ છીએ ત્યારે એ `ણુ માનવાનું કારણુ મળે છે કે આપણી લાગણી - સિવાય ખીજી લાગણી પણ છે. વળી તે આપણી લાગણી કરતાં વધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
તીક્ષણ માલૂમ પડે છે; કેમકે એ આપણી લાગણીનું મૂળ છે. અપરિમિત પ્રેમે આપણને સૃજ્યાં ન હોત તે આપણે કશા પર પ્રેમ કરો શકયાં ન હેત. એ જ પ્રમાણે જ્યારે આપણે સૃષ્ટિનો અભ્યાસ કરીએ છીએ ત્યારે માલૂમ પડે છે કે આપણું ઈચ્છાશકિત ઉપરાંત બીજી ઈચ્છાશક્તિ પણ છે, અને ઘણું વાર એ ઈચ્છાશક્તિની સાથે આપણે અથડામણમાં આવીએ છીએ. વળી એ ઈચ્છાશક્તિ આપણું ઈરછાશક્તિ કરતાં બહુજ બળવાન હોય છે. આ ઈચ્છાશક્તિને લીધે આપણે પોતાના વર્તનને માટે ધ્યેય ઠરાવી શકીએ છીએ, અને તેને પહેાંચવાનાં સાધનો પણ પસંદ કરી શકીએ છીએ. પરંતુ આપણે ઈરાદો. ગમે તે હોય તે પણ તે પરિમિત હોય છે અને તેને અમલ થતાં ઘણું રીતે અટકાવ પણ થયા કરે છે. આપણે એક ઘેડ ને ગધેડી સાથે રાખીને ખચર ઉત્પન્ન કરાવી શકીએ છીએ, પરંતુ ખચ્ચરમાંથી કદી પણ સંતાન ન થાય. કેમ ન થાય? હરકોઈ માણસ જવાબ આપશે કે તે કુદરતની વિરુદ્ધ છે. પરંતુ કયા કારણથી વિરુદ્ધ છેતે પર જીવન શાસ્ત્રના અભ્યાસી જરા પણ પ્રકાશ પાડી શકતો નથી. સૃષ્ટિમાં યોજનાનાં ચિહ્નો એટલાં બધાં છે, અને તેના મન પર તે એટલી બધી અસર કરે છે કે કુદરત જાણે એક સચેત વ્યક્તિ હોય એવી રીતે તેને તેના વિષે વાત કરવાની ટેવ પડી છે. એજ શિલી વળી કવિઓની પણ છે. કુદરત ફલાણું ફલાણું કરે છે.. અને ફલાણું ફલાણું નથી કરતી એવા શબ્દો ઘણી વાર આપણા સાંભળવામાં ને વાંચવામાં આવે છે. એ જ પ્રમાણે નીતિના ક્ષેત્રમાં પણ ઘણી વાર કહેવામાં આવે છે કે માણસ વ્યસનને વશ થઈ જાય છે અને દુરાચાર આચરે છે ત્યારે કુદરત તેની શિક્ષા કરે છે. આવી ભાષા વાપરવાનું કારણ શું? એનું કારણ એ છે કે અનુભવ પરથી માણસ શીખ્યું છે કે કુદરત મૂળે નૈતિક હાથ છે અને તેની પાછળ અમુક ઇચ્છાશક્તિ છે. તે માણસને કાબુમાં રાખે છે, અને જ્યાં તેની ઈચ્છા તેને આડેઅવળે માર્ગે લઈ જતી હોય ત્યાં તે તેને રોકવાનું કરે છે. અમુક ઈરાદો સૃષ્ટિમાં ઓતપ્રોત થઈ રહેલો માલુમ પડે છે. એ ઇરાદાનું ધ્યેય સારાપણું છે. વળી જડ વસ્તુમાં ઈરાદ ન હોય એટલે: આ ઈરાદાને ઈશ્વર કહેવામાં વાંધે છે છે? આમ નૈતિક પ્રાણી તરીકે માણસનો અભ્યાસ કરવાની ખાસ અગત્ય જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
२४
માણસ નૈતિક વિશ્વમાં વાસ કરે છે એ દૃષ્ટિએ તેના અભ્યાસ કરીએ છીએ ત્યારે તા ઈશ્વરની હસ્તી સંબંધી આપણને વિશેષ ખાતરી થાય છે, એટલું જ નહિ પણ તેનાં સ્વભાવ, ચારિત્ર ને સ્વરૂપ વિષે પણ ઘણું જાણુવાનું મળે છે. નૈતિક નિયમે! માણસને પ્રથમ પ્રેરકબુદ્ધિદ્વારે પ્રાપ્ત થાય છે. પ્રેરકબુદ્ધિ વગર માણુસ આખરે ઈશ્વરની હસ્તી માની શકતા નથી. એ વગર ઈશ્વરની હસ્તી સંબંધી ઉપર જે લીલે કરવામાં આવી છે તેમાંની એકે ફ્લીલને સ્વીકાર થઈ શકે નહિ. ઈશ્વર નજીક છે, તે આપણી ભાખતામાં રસ લે છે, અને જાણે કુદરતી રીતેજ ઈશ્વરની બાબતામાં આપણને રસ પડે છે, એ ખાત્રતાનુ પ્રથમ ભાન આપણને પ્રેરકબુદ્ધિજ કરાવે છે. આપણા સ્વભાવમાં કાઇપણ નૈતિક તત્ત્વ ન હોય તે। સૃષ્ટિની વ્યવસ્થામાં રહેલા નૈતિક તત્ત્વનું ભાન કદી પણ ચર્ષ શકે નહિ. ઇશ્વરના પરાક્રમની આગળ આપણે ધ્રુજીએ ખરા, તેણે કરેલી વ્યવસ્થાની કદર થઈ શકે ખરી; પણ તેનું ન્યાયીપણું આપણુને કદી પણ દૃષ્ટિગોચર થઇ શકે નહિ. પરંતુ ન્યાયીપા વગરના ઇશ્વર તે ઈશ્વરજ ન કહેવાય અને તેની જે ભક્તિમાં નૈતિક તવા ન હોય તે ખરી ભક્તિ પણ ન કહેવાય.
છતાં આવી નીતિવિષયક દલીલને આધારે જ ઈશ્વરની હસ્તી સાબિત કરી શકાય નહિ. ખીજી દલીલાની માફક તે વડે માત્ર ખરાપણાનું અમુક સ્વરૂપ દૃશ્યમાન થાય છે. તે ગમે તે રૂપમાં દર્શાવીએ તે પણ તે આગલી
લે પર, એટલે સૃષ્ટિના કારણવાદ તેમજ સૃષ્ટિના વ્યવસ્થાવાદ પર અવલંબે છે. હુ' એટલું જ કહેવા માગું છું કે આ દલીલ વડે જેના વિના ખીજી બધી દલીલ અધૂરી જ રહે એવું એક અગત્યનું' તત્ત્વ પૂરું પાડવામાં આવે છે. કાઈ પણ એકજ તત્ત્વરૂપી વિચાર ઈશ્વરની હસ્તી વિષે પૂરી સાક્ષી આપી શકે નહિ. પરંતુ ઈશ્વરની ઓળખાણુ પ્રાપ્ત કરવામાં પ્રેરકબુદ્ધિનુ કર્તવ્ય પાયારૂપે છે.
ભલાભૂંડા વિષે, ખરાખોટા વિષે, ન્યાયઅન્યાય વિષે અને નીતિઅનીતિ વિષે પડેલું જ ભાન પ્રેરકબુદ્ધિ કરાવે છે, અને તે ખામ વિષે તેને નિય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
ખરી રીતે નિર્ણયકારક છે. વળી આ બાળકને પ્રરક િનિર્ણય એવો છે કે તેઓ એકબીજાથી વિરુહજ છે; તેઓનાં રવ+ એટલાં બધાં વિપરીત છે કે એક જ તત્ત્વમાંથી તેઓ ઉદ્દભવ પામી શકે જ નહિ. ભલાડાને એકજ કર્તા હેઈ શકે નહિ. એક વડે ઈશ્વરની ઇચ્છા પ્રદર્શિત થતી હોય તો ભીજુ તેના શત્રુરૂપે છે એમ જ સમજી શકાય. ઈશ્વર વિષે પ્રેરકબુદ્ધિની સાક્ષી ભરોસાલાયક હોય એમજ માનવું પડે કે ઈશ્વર તે ભૂંડાઈને શત્રુજ છે. આપણને ગુંચવણ થાય એવી ઘણું વાતો નિયામાં છે; છતાં પ્રેરકબુદ્ધિ એટલી તે ખાતરી આપે છે કે ભલાભુંડાનો એકજ કર્તા અથવા તેમનું એકજ મૂળ હેઈ શકે જ નહિ. - હવે પ્રેરકબુદ્ધિ શું કામ કરે છે, અને શું કામ નથી કરતી એ સ્પષ્ટ રીતે સમજવું જોઈએ. કેટલાક એમ ધારે છે કે પ્રેરકબુદ્ધિધારે આપણને સીધી રીતે ઈશ્વરનું દર્શન થાય છે. આ વાત હું નથી માનતે.. અલબત, તે ઈશ્વરની હસ્તીનું ભાન કરવાનું પ્રથમ સાધન છે. પ્રેરબુદ્ધિ શબ્દને અર્થ બહુજ સ્પષ્ટ અને ચોક્કસ છે. તેને અર્થ ન સમજતો હયા એવો કોઈ માણસ ભાગ્યે જ મળશે. કાન શું છે, આંખ શું છે એ જેટલી. સ્પષ્ટતાથી આપણે સમજીએ છીએ તેટલી જ સ્પષ્ટતાથી પ્રેરકબુદ્ધિ શું છે તે પણ સમજીએ છીએ. કાન વડે આપણે ધ્વનિ સાંભળીએ છીએ અને આંખ વડે આપણે રંગ જોઈએ છીએ એ વાત જેટલી નિર્વિવાદ છે તેટલું જ નિર્વિવાદ એ પણ છે કે પ્રેરકબુદ્ધિ વડે આપણે ભલાભુંડાને ભેદ સમજી શકીએ છીએ. રંગ જોવાનું સાધન આંખ છે, ને ધ્વનિ સાંભળવાનું સાધન કાન છે, તેમજ ભલાભુંડાને ભેદ જાણવાનું સાધન પ્રેરકબુદ્ધિ છે; પણ તે ઈશ્વરને જાણવાનું સાધન નથી.
પ્રેરકબુદ્ધિની હસ્તી વિષે કઈ પણ જાતની શંકા નથી. આખી દુનિયામાં તે કબૂલ કરવામાં આવે છે. તે વડે ગાણસોને ભાન થાય છે કે, વિશ્વમાં ભૌતિક જનહિ પણ નૈતિક નિયમો પણ હોય છે. તે ફરજનું તેમજ જવાબદારીનું પણ ભાન કરાવે છે. જ્યારે પ્રેરેકબુદ્ધિ અમુક કૃત્યને ખરું કરાવે છે ત્યારે તે નિયમને અનુસરીને તેમ કરે છે, તે જ કૃત્યને એક વાર પેઠું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
કરાવ્યા પછી તે તેને મરી ખાટુજ હરાવશે; આજે ખરું' તે કાલે ખાટું એમ તે નથી કરાવતી. તેજ પ્રમાણે જ્યારે તે અમુક કૃત્યને ખેાટું ઠરાવે છે ત્યારે એ કૃત્યથી નિયમના ભંગ થાય છે એજ કારણથી તેમ કરે છે. આપણે જે કાંઈ કરીએ છીએ તે વિષે પ્રેરકબુદ્ધિ આપણા ન્યાયાધીશ બનીને આપણા કૃત્યને કાં તે ખરું.કાં તા ખાટુ કરાવે છે. વળી એવુ' કરે છે ત્યારે તે અધિકારસહિત તેમ કરે છે. એ અધિકાર આપણાં હૃદય સ્વીકારે છે. શરીર તે આત્મા ૫૨, હૃધ્ધ ને મન પર, તેમજ આપણી સધળી ઇચ્છાઓ ને શક્તિ પર પ્રેરકબુદ્ધિ પેાતાની સત્તા ચલાવે છે. તે નિયમને કર્યાં નથી. તે તે İનયમ પર આપણું ધ્યાન ખેંચે છે, નિયમનું લાગુકરણ કરે છે, પણ નિયમને તે પોતે ઉત્પન્ન કરતી નથી. પાતા તરફથી નહિ પણ અન્યના અવેજી તરીકે તે ખેાલે છે; તેના અધિકાર અન્ય પાસેથી મળેલા હોય છે. પ્રેરકબુદ્ધિ આપણી ઇચ્છામાંથી ઉત્પન્ન થતી નથી. ઈચ્છા ચાહે તે તેની સેવિકા થાય; ચાહે તે તેને શત્રુ થાય પણ પ્રેરકબુદ્ધિના અધિકાર ઇચ્છાને આધીન નથી. એથી ઉલટુ' આપણી ઇચ્છાથી વિપરીત હોય એવું તે ક્રૂરમાવે છે. એથી આપણને એવું ભાન કરાવવામાં આવે છેકે આપણી ઈચ્છા સિવાય ખીજી ઇચ્છા પણ વિશ્વમાં છે, અને તે ઋચ્છા આપણી ઇચ્છા કરતાં ખળવત્તર પણ છે. પ્રેરકબુદ્ધિ આપણી ઇચ્છા તે નહિ પણ અન્યની ઇચ્છા દર્શાવે છે; આપણી કચ્છા · જવા દુખને અથવા તેના અનાદર કરીને પ્રેરકબુદ્ધિ આપણી સાથે વર્તે છે. આપણી ઇચ્છા તેનુ સાંભળવાની ન હેાય, અને તે ફરમાવે છેતેથી • ઉલટી દિશામાં જવાતી હોય ત્યારે પણ તે વિશેષ આગ્રહ કરે છે, ચેતવણી આપે છે, શરમાવે છે, અને શિક્ષા પણ કરે છે. બહારની ઇચ્છા પવિત્ર છે, તે આપણને આગળપાછળ ઘેરી લે છે, તેની હાજરીમાંથી આપણે નાસી જઈ શકતા જ નથી. આવી જે ઇચ્છા ઘળી પ્રેરકબુદ્ધિ પર ધણીપણુ` કરે છે તે ઈશ્વરની ન હોય તે કાતી હશે ? નીતિ સંબંધી કોઇ પણ માણસ સ્વતંત્ર નથી. તેને હમેશાં ક્રૂરજ અને જવાબદારી વિષે ચેતના થાય છે. પ્રેરકબુદ્ધિ સલાહ નિહ પણ આજ્ઞા આપે છે, અને એમ અન્યતો ઇચ્છાનું ભાન કરાવે છે. આ લાગણી તમામ માણુપ્રજાને થાય છે, અને વળી દરેક સ્થિતિના માણસને થાય છે. આપણે
આ
અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
ખાટું કરીએ છીએ ત્યારે આપણું કરતાં બળવાન, પવિત્ર ને અધિકારયુક્ત હાય એવી કોઈ અન્ય ઈચ્છા સાથે આપણે અથડામણમાં આવીએ છીએ.. આવી ઈચછાવિષે સમસ્ત માણસજાતની લાગણી સાક્ષી આપે છે. તેને ઈશ્વર ન કહીએ તો બીજું શું કહીએ?
વળી પ્રેરકબુદ્ધિ કેવળ આપણને નિયમ વિષે ભાન કરાવે છે, એટલું જ નહિ પણ ઇરાદા વિષે પણ ભાન કરાવે છે. તેની હસ્તીમાં જ ઈરાદાને અર્થ રહેલો છે. જેટલી આવશ્યકતાથી જોવાને માટે આંખ આપેલી છે અને સાંભવાને માટે કાન આપેલા છે, તેટલી જ આવશ્યક્તાથી પ્રેરકબુદ્ધિ પણ. આપણને એટલા જ આટે આપેલી છે કે તે વડે આપણું હિતને માટે આપણે આપણી બધીજ શક્તિઓને ઉપયોગ કરીએ. આવું દાન અને આવી શક્તિ ઈશ્વર સિવાય બીજા કોઈ તરફથી કે બીજી કોઈ રીતે મળી શકે એમ શું ખરેખર માની શકાય? જે નિયમ પ્રેરકબુદ્ધિ પ્રગટ કરે છે, તે જેમ આપણી ઇચ્છાનો નિયમ નથી, તેમ જે ઇરાદો તે પ્રગટ કરે છે તે ઈરાદો પણ આપણે નથી એ સ્પષ્ટ રીતે માલુમ પડે છે. એ ઈરાદો અને આપણે ઈરાદે ઘણી વાર અ ન્ય વિરુદ્ધ જ હોય છે, એ બંને ઈરાદા વચ્ચે ઝઘડો થયા કરે છે, અને એ ઝઘડાના પરિણામે આપણે પીડાઈએ છીએ. પરંતુ એ ઝઘડો થતાં થતાં હમેશાં પ્રેરકબુદ્ધિની વાણું આપણામાં પિકાર કરતી જ રહે છે કે આપણે આપણાજ ઇરાદાને ત્યાગ કરવાનું છે. જે ઇરાદે આપણી સામો થાય છે તેને આપણે આધીન થવું જ જોઈએ એ વિષે આપણને ખાતરી થાય છેજ. કોઈપણ ક્ષેત્રમાં પરિણામ પરથી કારણ સમજવું ઉચિત હોય તો અહીં આગળ તે વિશેષ ઉચિત છે એવું આપણી બુદ્ધિ કબૂલ કરે છે, અને પ્રેરકબુદ્ધિનું પ્રથમ કારણ તે તો એક ન્યાયી વ્યક્તિ જ છે એમ પણ કબૂલ કર્યા વિના આપણુ રહી શકતા નથી.
હવે નિતિક પ્રદેશમાં આપણને જે જે અનુભવ થાય છે, એટલે ખરાખેટા વિષેની સમજ, ફરજ વિષેનું ભાન, પસ્તા, આશા ને બીક વગેરે તમામ અનુભવ એક ન્યાયી ઈશ્વરને પ્રગટ કરે છે, નહિ તો તેમાં કશે. અર્થ નથી. બેક્ડ રસ્સલ નામના એક લેખક હમણાં ઈગ્લાંડમાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
તેનાં પુસ્તકા મે' કાષ્ઠવાર હિંદી ભાઈઓના હાથમાં જોયાં છે, આ માણસ છેલ્લામાં છેલ્લી ઢબના જડવાદી તેમજ નાસ્તિક છે. પેાતા વિષે તે એમ લખે છે કે હુ મરી જઈશ ત્યારે સડી જ′શ.' શરીર ને આત્મા વચ્ચેના ભેદ તે ગણકારતા નથી. દરેક ખીના અકસ્માત અણુએ ભેમાં થવાનુ પરિણામ છે એમ તે કહે છે. હવે મારી મૂડી જેવડા પથ્થરમાં એટલાં બધાં અણુ સમાએલાં છે કે તે દવાને માટે આંકડા કશા ઉપયાગના નથી. તેા પછી વિશ્વમાં તે કેટલાં બધાં હશે! વળી દેખીતુ છે કે જેટલાં અણુ છે તેટલીજ તેમની વ્યવસ્યા પણ થઇ શકે, અથવા તેટલીજ સૃષ્ટિ થઈ શકે. હવે રસલ માને છે તેમ અસ્માત્ આ બધું થયું હોય
તે તે ખરેખર અયમ વા અકસ્માત કહેવાય! અસખ્ય ક્ષય વ્યવસ્થામાંથી આ એકજ વ્યવસ્થા અને તે વળી યેાજતા, બુદ્ધિ કૌશલ્ય અને ઇરાદાનાં ચિહ્નોથી ભરપૂર એવી થવા પામી એવું શું તમે સહેલાઇથી માની શકે! છે? ત્યારે એ કરતાં ઈશ્વરને માનવા એ. શું તમને મુશ્કેલ લાગે છે? રસલના મત ખરા હાય તો આ પુસ્તક ખરી રીતે હું લખતા નથી, પશુ મારા મગજમાં અકસ્માત્ અણુ અનુક્રમ કે વ્યવસ્થા પ્રમાણે જેમાં થાય છે તેથી આ પુસ્તક ઉદ્ભવે છે. ગુજરાતી મૂળાક્ષરને એક ટાપલીમાં એકઠા કરીએ અને તેમને હલાવ્યા પછી એક મેજ ઉપરનાખી દઇએ, એમ ગમે તેટલી વાર કરીએ તે! પણ એક મુદ્ધિયુકત શબ્દ આપણે વાંચી નહિ શકીએ. દુનિયાનાં પ્રખ્યાત ગ્રંથા, કાવ્યા, કળા, બાંધકામે એ તમામ શું અણુ અકસ્માત્ ભેમાં થવાથી હસ્તીમાં આવ્યાં હશે! જો એવી રીતે એર્ટ્રાન્ડ રસલનાં પુસ્તકા ઉદ્ભવ્યાં હેાય તે તેનું વજન પણ તેટલુંજ સમજવું !નૈતિક અનુભવથી આપણે શીખી શકીએ છીએ કે માત્ર ચીજો અને નિયમેની સાથેજ આપણે સંબંધમાં આવતા નથી, પશુ એ ચીજો તેમજ એ નિયમેાના કર્તો સાથે પણ 'સબધમાં આવીએ છીએ, અને તે વળી ન્યાયી ન્યાયાધીશ પણ છે એ વિષે આપણાં હૃદય સાક્ષી આપે છે. નાસ્તિક માણસ પણ ખાટું કરે છે ત્યારે તેનું મન તેને મારે છે. અકસ્માત્ ખાટું થયું હાય તો તેને શરમાવાની શી જરૂર?
આ દલીલના જવાબમાં નાસ્તિકા એમ કહે છે કે પ્રેર′હિં ઉત્ક્રાંતિનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
પરિણામ છે. સુખદુખ તેમજ લાભગેરલાભને અનુભવ થવાથી ધીમે ધીમે પ્રેરકદિનો ઉદ્દભવ થયો છે. તેને પ્રત્યુત્તર આપણે એવો વાળી શકીએ છીએ કે આવું થયું તેની સાબિતી શી ? વથી એમ થયું હોય તે પણ શું? તેમાં જે ઇરાદે માલુમ પડે છે તેને ખુલાસે હજુ રજુ કરવામાં આવ્યું નથી. પ્રેરકબુદ્ધિની ઉત્પત્તિ ગમે તેવી રીતે થઈ છે તો પણ તે હાલમાં વાસ્તવિક બાબત તો છેજ. સવાલ એટલો જ છે કે તેના નિર્ણય ખરા છે કે બેટા? પણ જે ખરા હૌય તો ખાતરી થાય છે કે ખરા ને બેટા વચ્ચે જે ભેદ છે તે વિષેની સમજ આપણું પિતામાંથી ઉદ્ભવતી નથી.
હવે દશ્ય રીતે સદાચારીને સારો બદલો ઘણુ વાર મળતો નથી એ સાચી વાત છે. દુરાચારીને શિક્ષા પણ હમેશાં જાહેર રીતે થતી નથી એ વાત પણ સાચી, પરંતુ સદાચાર તેમજ દુરાચારને બદલો તેમના પિતામાંજ રહેલો છે. આત્મિક રીતે તે સદાચાર આત્માને બળવાન કરે છે ત્યારે દુરાચાર તેને નબળોને ભ્રષ્ટ કરે છે. વ્યક્તિના જીવનમાં તે સદાચાર આચરવાનું પરિણામ સારું જ છે, અને દુરાચારને આચરવાનું પરિણામ માઠ જ છે એ સુખદુઃખને અનુભવ થવા છતાં પણ સાબિત થાય છે. વળી સામાજિક જીવને ધ્યાનમાં લઈએ છીએ ત્યારે આ સત્ય વિશેષ પ્રકાશ છે. સમાજમાં સામાન્ય રીતે જે પ્રમાણમાં સદાચાર આચરવામાં આવે છે, તે પ્રમાણમાં સામાજિક કલ્યાણ સાધવામાં આવે છે એ નિર્વિવાદ છે. “સદાચારથી પ્રજાની ચઢતી થાય છે; પણ પાપ હરકેાઈ પ્રજાને લાંછનરૂપ છે” ( બાઈબલઃ નીતિવચન ૧૪: ૩૪). એ વાત તમામ ઈતિહાસ પરથી સાબિત કરવામાં આવે છે. જેથી પ્રજાઓ પીડિત થએલી છે એવાં ઘણાં અનિષ્ઠ દૂર કરવામાં આવ્યાં છે. પરંતુ એક પણ ભલું વાનું ગુમાવવામાં આવ્યું હોય એવું માલુમ પડતું જ નથી. આવું ગમે તે રીતે થયું હોય તો પણ તે વડે ઈશ્વરના નૈતિક સ્વલ્પ વિષે જે સાક્ષી મળે છે તે નષ્ટ થઈ શકતી નથી. ઉત્ક્રાંતિવાદ સ્વીકારવામાં આવે તો પણ સૃષ્ટિમાં ઈશ્વરની યોજનામાં જે ચિલો દશ્યમાન થાય છે તે નષ્ટ થતાં નથી; એથી ઉલટું તે વધારે આશ્ચર્યકારક ને ખાતરીજનક લાગે છે. જે જે નિયમો કે પદ્ધતિ દ્વારા મનુષ્યજાતની પ્રગતિ થએલી હોય છે તે તે નિયમ કે પદ્ધતિ પૂરી રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
ઈશ્વરને મહિમા, તેનું જ્ઞાન, તેને પ્રેમ અને ન્યાય પ્રગટ કરે છે, અને ઈશ્વર ન હોય તો તેમની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેમજ તેઓમાં શો અર્થ રહેલો છે તેનું સ્પષ્ટીકરણ થઈ શકે નહિ,
ખરાખેટાનો ભેદ દરેક માણસ સમજે છે. ઓછાવત્તા સારાપણાનું ભાન દરેક માણસને થાય છે. હવે અમુક કૃત્ય બીજા કરતાં સારું છે એમ આપણે કહીએ છીએ ત્યારે એ બંને કૃત્યોને બીજા કશાની સાથે સરખાવીને આપણે એમ કહીએ છીએ. જાણે અજાણે ભલાઈનું અમુક નિરપેક્ષ ધોરણ આપણા મનમાં હોય છે, નહિ તે કોઈ પણ જાતને મુકાબલે આપણુથી થઈ શકે નહિ. આપણે ખોટું કરીએ છીએ ત્યારે સાથે સાથે આપણને એવું પણ ભાન થાય છે કે જે નિયમ ભંગ કરીએ છીએ તે કાંઈ આપણા સ્વભાવમાંથીજ ઉદ્દભવ્યો હોય, અથવા લેકરિવાજ કે સામાજિક કાયદામાંથી દૂકાવ્યો હોય એવો તો નથી જ. એથી ઉલટું સષ્ટિની પાછળ અમુક ભલાઈનું નિરપેક્ષ ધારણ હોય અને તેની સાથે આપણે અથડામણમાં આવ્યાં હોઈએ એવી અસર આપણા ઉપર થયા કરે છે. આ ધોરણને ઈશ્વર નામ આપીએ છીએ, પરંતુ તેને જાણવાની રીતમાં અને ભૌતિકવાનોને જાણ વાની રીતમાં ફેર છે. ભૌતિક વાનાં જાણવા માટે આપણે તેમની નિરીક્ષા કરીએ છીએ. તેમની તથા આપણી વચ્ચે ક્ષેત્રને ક્ષેત્રજ્ઞને સંબંધ છે પણ જેને નિરપેક્ષ ધારણ કહીએ છીએ તે આપણે માટે કદી પણ ક્ષેત્રરૂપ બની શકે નહિ. તે તે ક્ષેત્રજ્ઞ છે; વળી તે સર્વોત્કૃષ્ટ ક્ષેત્રજ્ઞ છે. તે વ્યક્તિ છે. જેમ આપણે એકબીજાને ઓળખીએ છીએ તેમ તેને પણ આપણે ઓળખી શકીએ માટે તે આપણને સાથ આપે, તે પિતાને આપણને પ્રગટ કરે એવી, આવશ્યક્તા રહે છે. ખ્રિસ્તી ધર્મ એવું શીખવે છે કે ઈશ્વરે આપણને પિતાનું પ્રકટીકરણ કર્યું છે. તે પ્રકટીકરણ બાઇબલમાં સમાએલું છે. તે વિષે આ વ્યાખ્યાનમાળાનાં બીજા વ્યાખ્યામાં વધુ વિસ્તારથી લખવાને મારા ઇરાદે છે. અહીં આગળ તો માત્ર ખ્રિસ્તી ધર્મના તત્વજ્ઞાનના મુખ્ય મુદ્દાઓ જણાવીને આ વ્યાખ્યાન સમાપ્ત કરીશ.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૩. પ્રકટીકરણની વાણી હવે બાઈબલનું શિક્ષણ એ છે કે ઈશ્વરે સૃષ્ટિ અને તેમાંનું સર્વ ઉત્પન્ન કર્યું છે. તેમાં બીજી બધી ઉત્પન્ન કરાએલી વસ્તુઓના કરતાં મનુષ્ય એક જુદું માલૂમ પડે છે. તેના વિષે બાઈબલમાં એમ કહ્યું છે કે તેને તે ઈશ્વરે પિતાની પ્રતિમા પ્રમાણે” ચુક્યું છે. આને અર્થ એ થાય છે કે મનુષ્યને જે આત્મા છે તે જ્યારે તેને ઈશ્વર તરફથી મળ્યો ત્યારે તે નિર્મળ હતું, પરંતુ સંસાર સાથેના સંબંધમાં આવ્યાને લીધે મનુષ્યને સ્વભાવે ભ્રષ્ટ થએલો માલમ પડે છે. તે કેવી રીતે ભ્રષ્ટ થાય છે તેને ખુલાસો પણું બાઇબલમાં આપે છે. સંસારની અસર માણસના આત્મા ઉપર થાય છે એ ખરી વાત, પણ તેની ભ્રષ્ટતા થવાનું મૂળ કારણ બીજું છે. આપણે ઉપર જોયું તેમ ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે મનુષ્યની ઉત્પત્તિ કરી હતી, અને આગળ કરવામાં આવેલી દલીલો પરથી ઈશ્વરના સ્વરૂપ સંબંધી આપણને ઝાંખો ઝાંખો ખ્યાલ પ્રાપ્ત થયો છે. વળી જાણવા જેવી વાત એ છે કે આપણી સાધારણ બુદ્ધિદારે જેવું અસ્તિત્વ ક૯પી લેવા આપણને પ્રેરણા થાય છે તેવુંજ અસ્તિત્વ બાઈબલમાં દર્શાવવામાં આવે છે. સર્વ ચેતનાથી અધિક, સર્વ કારણતીત, એવા સૃષ્ટિનિયંતા તથા નિતિક સર્વાધિકારી તરીકે ઈશ્વરને બાઈબલમાં દર્શાવવામાં આવે છે. સૃષ્ટિની વ્યવસ્થા કરવામાં તેની અપરિમિત બુદ્ધિ પ્રગટ થાય છે, તમામ જીવનનાં નિર્વાહ તથા પિષણ કરવામાં તેની અપાર લાગણી પ્રદર્શિત થાય છે, તેમજ નીતિના નિયમ વડે તેની સંપૂર્ણ પવિત્રતા દશ્યમાન થાય છે. તેણે પિતાની પ્રતિમા પ્રમાણે માણસને બનાવ્યાં એટલે તેણે બુદ્ધિ, લાગણી, ઈચ્છાશક્તિ, વગેરે ઉત્તમ દાને પણ આપ્યાં છે; તથાપિ જે ગુણ ઈશ્વરમાં સંપૂર્ણ ને અપરિમિત છે તે મનુષ્યમાં તે અપૂર્ણ અને પરિમિત જેવામાં આવે છે. માણસની ઇચ્છાશક્તિ અપૂર્ણ હોવાને લીધે તે તેને દુરુપયોગ કરે છે, ઈશ્વરની ઇચ્છાથી વિરુદ્ધ વર્તે છે, એટલે પાપ કરે છે. ઈશ્વર અપાર પ્રેમી છે એટલે આપણે તેના પર પ્રેમ કરીએ, અને એમ તેની ઈચ્છાને આધીન થઈને તેની સંગતમાં રહીએ એવું તે ચાહે છે. તેની ઇચ્છા હેત તે જરૂર તેની ઇચ્છાની વિદ્ધ ચાલી શકીએ નહિ એવાં તે આપણને બનાવી શક્યો હોત, પરંતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
એમ કયુ` હીત તા આપણી પૃચ્છા મુક્ત ન હત; વળી આપણી ચ્છા મુક્ત ન હોત. તે આપામાં તે બીજી સુષ્ટ વસ્તુઓમાં જે તાવત છે તે તાવત ન હોત. આપણે એક સચાની માફક સારૂ કરીએ એમાં ઈશ્વરને આનંદ ન થઇ શકે, તેમજ તેના મહિમા પણ પ્રગટ થાય નહિ.. આપણે જાણી જોઇને શ્વરની ઇચ્છા પ્રમાણે વતી શકીએ એવાં તેણે આપણને બનાવ્યાં છે. તેમ કરી શકીએ એવી મદદ પણ તે આપણને આપી શકે છે. તે સંપૂર્ણ રીતે બુદ્ધિમાન છે,એટલું જ નહ પણ તેસ'પૂર્ણ પ્રેમરૂપ પણ છે. તત્ત્વજ્ઞાન તેના પ્રેમને ખુલાસેા કરી શકતું નથી, તેમજ વિજ્ઞાન પણ એ ખુલાસા કરવા માટે અશક્ત છે. તેથી વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન ઉપરાંત ખીજાં જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાની જરૂર છે. એ નાન પ્રશ્નટીકરણદ્વારેજ આપણને મળી શકે એમ છે. હવે બાઈબલમાં રે પેાતાના પ્રેમનું પ્રકટીકરણ કરેલું છે. ખીજી રીતે તેના પ્રેમ વિષે પુરૂં ભાન નજ થઇ શકે. માટે શ્વિરે પેાતે અવતાર લીધા. પ્રભુ ઇસુ ખ્રિસ્તરૂપે તે આ પૃથ્વી પર આવ્યા. ઈસુ ખ્રિસ્તરૂપે તેણે વધસ્તંભ ઉપર આપણાં પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું છે. આ કામ કાણુ કરી શકે! એ પેાતે પૂરા પવિત્ર હાય, જેનામાં પાપના એકે ડાધ માલૂમ પડતા ન હોય, જે પૂરેપૂરી રીતે ઈશ્વરની ઇચ્છાને આધીન થયેા હૈય, એવા નિષ્કલંક ઈશ્વરી અવતાર આ ઢામ કરી શકે. પ્રભુ ઇસુ ખ્રિસ્ત એવા હતા. તે પાલેસ્ટાઇનમાં જન્મ્યા હતા. પોતાના પ્રેમે કરીને તે ઘણાને આકર્ષી શકયા, પણ તે દેશના અધિકારીઓએ અદેખાઇને કારણે તેને મારી નાખ્યો, તેને મારી નાખવાનું કારણ એટલુંજ હતુ` કે તે તેમનાં કામે ખાટાં ઠરાવતા હતા. તેને તે બહુજ ધિક્કારતા હતા ખરા તેા પણ તેણે એક પાપ કર્યાંનું તહામત તે તેના પર મૂકી શકયા નહિ. તેના જીવનમાં અત્યાર સુધી ઘણા જણે ખામી કે ખેાડ શેાધવાની મહેનત કરી છે પણ તેઓ તમામ સાવ નિષ્ફળ નીવડયા છે. તે વખતના તેના શત્રુઓમાંથી કેટલાકે કબૂલ કર્યું` કે તેનામાં વાંક કે દેષ માલૂમ પડતે નથી. આધુનિક નાસ્ત}ા-માંથી પણ ઘણાએ કબૂલ કર્યું છે કે તે નિષ્પાપ હતા. વળી નિષ્પાપ તે હતાજ, કેમકે તે ઈશ્વરના અવતાર હતા. તેની ઇચ્છા હાત તા તેને મરવાની લેશમાત્ર જરૂર નહોતી; કેમકે તે સહેલાઈથી ખસી શકે તેમ હતું. છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
તેણે પોતાની મેળે રાજીખુશીથી પોતાને પોતાના શત્રુઓના હાથમાં સોંપી દીધો. મરવાની તેની મરજી હતી; મરવાને માટે જ તેણે અવતાર લીધે હતે. તેના મરવાનો હેતુ ઈશ્વરને પ્રેમ પ્રદર્શિત કરીને તેની સાથે તમારે ને મારો પુનર્મિલાપ કરાવવાનો હતો. આજે આ વ્યાખાન જે કઈ વાંચે છે તેના પ્રત્યે તે પિતાના વિધાએલા હાથે લાંબા કરીને કહે છે કે
ઓ વૈતરું કરનારાઓ અને ભારથી લદાએલાઓ, તમે સઘળા મારી પાસે આવો, અને હું તમને વિસામે આપીશ” (બાઈબલ માથી ૧૧, ૨૮).
ચર્ચા અને મનન કરવાના પ્રશ્નો
૧. નાસ્તિકની વાણી ૧. પચાસેક વર્ષે પણ ધર્મ પ્રત્યે વિજ્ઞાનીઓ કેવું વલણ રાખતા હતા? ૨. શું વિજ્ઞાન ધર્મને નુકસાનકારક છે? છે. શું સુષ્ટિ આપોઆપ થઈ શકે? ૪. ઈશ્વરના અસ્તિત્વને નકાર કરવા માનવશાસ્ત્રમાંથી કઈ કઈ વાતનો
આધાર લેવામાં આવે છે? ૫. માનવશાસ્ત્રને આધારે કરવામાં આવેલી ઉત્ક્રાંતિવિષયક દલીલ કેવી આ રીતે ખેટી છે?. ૬. ધર્મ કુદરતી છે અને વળી તે પ્રકટીકરણવિષયક પણ છે એ વાતને
ચર્ચા કરો. ૭. ધર્મનું મૂળ સ્વાર્થ છે એ નિવેદન પર ટીકા કરે. ૮. માનવશાસ્ત્રમાંથી નાસ્તિકે કઈ વાતને આધાર લે છે? ૯ ઈશ્વર વિષે વિચાર શું માણસની ઇચ્છામાંથી ઉદ્દભવ્યો છે? ૧૦ પેસેની દલીલ શી હતી ? શું તે સંતોષકારક છે ? ૧૧. ઉત્ક્રાંતિવાદથી અઢારમા સૈકામાં ઈશ્વરવાદ પર શી અસર થઈ ૧૨. ઉત્ક્રાંતિવાદ અને ઈશ્વરવાદ એ બંને શું સાથે સાથે માની શકાય? ૧૩, જેની નિરીક્ષા થઈ શકતી નથી તેની હસ્તી કેવી રીતે માને શકાય? ૧૪. વિજ્ઞાનના અધિકારની હદ કયાં આગળ છે? ૧૫ જ્ઞાન અને ઓળખાણુનું રહસ્ય સમજાવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________ 2. આસ્તિકની વાણી 1. શું ઈશ્વર વિષે સંપૂર્ણ જ્ઞાન મળી શકે છે? 2. કુદરતમાં અમુક અચૂક નિયમ છે તે પરથી શી શિખામણ મળે છે? . ચેતના પરથી કર્યું અનુમાન કરી શકાય છે? 4 ભૌતિક પ્રદેશમાં જે કારણ અને પરિણામને અનુભવ થાય છે તે પરથી કર્યું અનુમાન થઈ શકે છે? 5. પ્રથમ કારણ હોય છે તે કેવું હોય? 6 અણુ અનાદિ શ્રેય તો તેનું પરિણામ શું આવે? આપણે કોને સ્વયંભૂ કહી શકીએ? 7. અણુને વિભાજિત કરવાથી જડવાદ પર શી અસર થઇ છે? 8. દરેક વિચારનું મૂળ હેાય છે એ નિવેદન પર ચર્ચા કરો. 9. ઈશ્વર ન હોય તે માણસથી વિચાર ન થઈ શકે એ મુદાનું સમર્થન 10. ધર્મ સાથે લાગણીને સંબંધ દર્શાવે. 11. સત્ય, સુંદરતા અને ભલાઈ પરથી કર્યું અનુમાન થઈ શકે છે? 12. ધર્મ સાથે ઇચ્છાશક્તિને શો સંબંધ છે? 13. કુદરત જાણે એક વ્યક્તિ હોય એવી રીતે તેને વિષે બોલવાની જે ટેવ પડી છે તેને ખુલાસો કરે. 14. વિશ્વમાં ઇરાદે દશ્યમાન થાય છે એ પરથી શું સમજવું ? 15, નીતિ અને પ્રેરકબુદ્ધિનો પરસ્પર સંબંધ બતાવે, 16. વિશ્વાસ અને પ્રેરકબુદ્ધિને પરસ્પર સંબંધ બતાવો. 17. ઈશ્વર વિષેની માન્યતા સાથે પ્રેર બુદ્ધિને શો સંબંધ છે? 18. પ્રેરકબુદ્ધિના અધિકાર વિષે ચર્ચા કરો.. 19. પ્રેરકબુદ્ધિ અને ઈચ્છાને સંબંધ દર્શાવે. 20. ઈરાદા વિષે પ્રેરકબુદ્ધિ કેવી સાક્ષી આપે છે? 21. બેન્ચન્ડ રરસલના મત વિષે ચર્ચા કરે. 22. પ્રેરકબુદ્ધિ ઉત્ક્રાંતિનું પરિણામ છે એ દલીલનું ખંડન કરે. 23. સદાચાર અને દુરાચારને બદલો તેમના પિતામાં જ રહે છે એ - વિષે ચર્ચા કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com