________________
કરી શકીએ છીએ, વગેરે કારણને લીધે. આ કારણેને લીધે આપણે એકબીજાની હસ્તી પર શક લાવી શકતા જ નથી. હું ઈશ્વરની હસ્તી માનું છું તેનાં કેટલાંક કારણે આને મળતાં છે. તે મારી સાથે હાજર છે એ અનુભવ મને થયો છે, તે આત્મા છે, અને મારા આત્મા સાથે તે વાત કરે છે. હું મુશ્કેલીમાં આવું છું ત્યારે તેની પ્રાર્થના કરું છું; તે વખતે તે મને બળ આપે છે અને મને મદદ કરે છે. અલબત, તેની હસ્તી ખરી હોય તો માણસ જેની કલ્પના કરી શકે તે કરતાં તે અપાર મટે છે. છતાં મારી નગ્ન અવસ્થામાં મને એટલી તો ખાતરી થઈ ચૂકી છે કે તે છે. તે અપાર ભલે ને પવિત્ર છે, તે અત્યંત પ્રેમી છે, તે મારું પોષણ કરે છે, અને આત્મિક તેમજ દૈહિક બાબતમાં નિત્ય મારી ચિંતા કરે છે અને મારી સંભાળ લે છે. આટલું જ કહેવાથી તમે ઈશ્વરની હસ્તી માની લેશે એવી મને આશા નથી, પણ હજી મારે ઘણું કહેવાનું બાકી છે.
એક અંગ્રેજ કવિએ કહ્યું છે કે, થોડું જ્ઞાન જોખમકારક છે, અને એ કહેવત આપણા જમાનામાં સાચી જ કરે છે. વિજ્ઞાન ને તત્ત્વજ્ઞાનને લગતા કેટલાક વિચારો હવામાં ઊડે છે, અને તેને લગતી કાચી સમજણ જનસમુદાયને થાય છે. આ કારણથી ઘણું જાણના વિશ્વાસને ડગાવી દેવામાં આવે છે. વિજ્ઞાન ને તત્ત્વજ્ઞાનના વિચારો બદલાયા કરે છે અને તેમાંથી ઈશ્વરની હસ્તી વિષે ખરી માહિતી મળે એવું નથી. પચાસેક વરસ ઉપર વિજ્ઞાનીઓએ આપણને કહ્યું હતું કે માણસ વાંદરામાંથી પેદા થયું છે, અને તેથી ઘણુ માણસોએ પિતાને વિશ્વાસ ગુમાવ્યા. હમણું એજ વિજ્ઞાનીઓ આપણને કહે છે કે જમીનમાં ખાદી જોતાં વાંદરાંનાં હાડપિંજર અમુક યુગ સુધીનાં જ મળી આવે છે, પછી નથી મળતાં; ત્યારે માણસનાં હાડપિંજર તે કરતાં ઘણું જૂના યુગમાં મળી આવે છે; એટલે જે વાંદરામાંથી માણસ ઉત્પન્ન થયું હોય તે દીકરાએ બાપને જન્મ આપયો કહેવાય! વિજ્ઞાનની કોઈ પણ શોધખોળ થવાથી ઈશ્વરની હસ્તી વિષે તેમજ તેના વડે થએલી પૃથ્વીની ઉત્પત્તિ વિષે પણ શંકા રાખવાનું કારણ હજુ મળ્યું નથી. પૃથ્વીની ઉત્પત્તિ ગમે તે રીતે થઈ હોય તો પણ તેની શરૂઆત કોઈથી થઈ હશે. આપોઆપ વિશ્વની ઉત્પત્તિ થઈ હોય તે અચેતનમાંથી ચેતન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com