________________
ઈશ્વર છે તેની શી ખાતરી?
૧, નાસ્તિાની વાણી જે જમાનામાં આપણે રહીએ છીએ તેમાં જડવાદનો પ્રચાર થવાથી આખી દુનિયામાં ઈશ્વરની હસ્તી સંબંધી માણસોના મનમાં શંકા ઉપજાવવામાં માવે છે. આ દેશમાં પણ વિશેષે કરીને જુવાન વર્ગ વધારે ને વધારે ધર્મહીન બની જાય છે એ નિર્વિવાદ વાત છે. આમ કેવળ એકજ ધર્મને હાનિ પહોંચે છે એમ નથી. હિંદુ, મુસ્લીમ, યાહૂદી, ખ્રિસ્તી, વગેરે દરેક કામના માણસને અવિશ્વાસને રોગ લાગેલો છે. સ્થિતિ ગંભીર છે. એ વિષે વિચાર કરવાનો સમય આવ્યો છે.
પ્રિય વાંચકે, ઈશ્વરની હસ્તી પર શક લાવ મારે માટે અશકય છે. એ કરતાં તમારી હસ્તી ઉપર શક લાવો મને સહેલો પડે! ધારે કે રસ્તામાં તમને કઈ માણસ મને અને તમને કહે કે ભાઈ, તમે નથી; તમારી હસ્તી હું માનતા નથી. તો શું તમે ઘેર જઇને એમ નહિ કહે કે મને રસ્તામાં એક ગાંડ માણસ મળ્યો હતો? માણસે મગજશક્તિ દોડાવીને અજાયબ જેવા તર્ક રચી શકે છે. એક તત્ત્વજ્ઞાનને મત એ છે, અને તેને માનનારા પણ ઊભા થયા છે કે પિતાની હસ્તી સિવાય માણસને બીજા કશાન હસ્તી વિષે ખરી ખાતરી થઈ શકે નહિ. હવે તમે છે એ વાત હું માનું છું. સાચી વાત છે કે એ વાતનું નિર્ણાયકારક પ્રમાણુ હું આપી શકતો નથી. એવું સબળ માનસિક પ્રમાણુ ખરેખર આપી શકાય કે કેમ એ વિષે મને સંદેહ છે. આપણે શા કારણને લીધે એક બીજાની હસ્તી માએ છીએ? વિજ્ઞાનિ કે તત્વજ્ઞાનના દષ્ટિબિંદુથી આપણે નિર્ણયકારક પુરાવો રજૂ કરી શકીએ છીએ તેથી નહિ, પરંતુ આપણે એક બીજાને મળીએ છીએ, એકબીજાના સમાગમમાં આવીએ છીએ, વિચારોની આપલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com