________________
તેણે પોતાની મેળે રાજીખુશીથી પોતાને પોતાના શત્રુઓના હાથમાં સોંપી દીધો. મરવાની તેની મરજી હતી; મરવાને માટે જ તેણે અવતાર લીધે હતે. તેના મરવાનો હેતુ ઈશ્વરને પ્રેમ પ્રદર્શિત કરીને તેની સાથે તમારે ને મારો પુનર્મિલાપ કરાવવાનો હતો. આજે આ વ્યાખાન જે કઈ વાંચે છે તેના પ્રત્યે તે પિતાના વિધાએલા હાથે લાંબા કરીને કહે છે કે
ઓ વૈતરું કરનારાઓ અને ભારથી લદાએલાઓ, તમે સઘળા મારી પાસે આવો, અને હું તમને વિસામે આપીશ” (બાઈબલ માથી ૧૧, ૨૮).
ચર્ચા અને મનન કરવાના પ્રશ્નો
૧. નાસ્તિકની વાણી ૧. પચાસેક વર્ષે પણ ધર્મ પ્રત્યે વિજ્ઞાનીઓ કેવું વલણ રાખતા હતા? ૨. શું વિજ્ઞાન ધર્મને નુકસાનકારક છે? છે. શું સુષ્ટિ આપોઆપ થઈ શકે? ૪. ઈશ્વરના અસ્તિત્વને નકાર કરવા માનવશાસ્ત્રમાંથી કઈ કઈ વાતનો
આધાર લેવામાં આવે છે? ૫. માનવશાસ્ત્રને આધારે કરવામાં આવેલી ઉત્ક્રાંતિવિષયક દલીલ કેવી આ રીતે ખેટી છે?. ૬. ધર્મ કુદરતી છે અને વળી તે પ્રકટીકરણવિષયક પણ છે એ વાતને
ચર્ચા કરો. ૭. ધર્મનું મૂળ સ્વાર્થ છે એ નિવેદન પર ટીકા કરે. ૮. માનવશાસ્ત્રમાંથી નાસ્તિકે કઈ વાતને આધાર લે છે? ૯ ઈશ્વર વિષે વિચાર શું માણસની ઇચ્છામાંથી ઉદ્દભવ્યો છે? ૧૦ પેસેની દલીલ શી હતી ? શું તે સંતોષકારક છે ? ૧૧. ઉત્ક્રાંતિવાદથી અઢારમા સૈકામાં ઈશ્વરવાદ પર શી અસર થઈ ૧૨. ઉત્ક્રાંતિવાદ અને ઈશ્વરવાદ એ બંને શું સાથે સાથે માની શકાય? ૧૩, જેની નિરીક્ષા થઈ શકતી નથી તેની હસ્તી કેવી રીતે માને શકાય? ૧૪. વિજ્ઞાનના અધિકારની હદ કયાં આગળ છે? ૧૫ જ્ઞાન અને ઓળખાણુનું રહસ્ય સમજાવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com