________________
૧૩
મળે એમ છે, તેથી ઈશ્વર જેવી કઈ વ્યક્તિને સમજવાની જરૂર નથી. હવે આ દલીલથી ઈશ્વરવિષેની માન્યતાનું ખંડન થાય છે એવું ભાગ્યે જ કોઈ માનતું હશે; અને વળી કુદરતી વૃદ્ધિ પણ કેવળ આ પ્રમાણેજ થાય છે, એમ પણ કોઈ માનતું નથી.
છતાં માણસના વિચારમાં જડવાદ એક વાર દાખલ થયા પછી તે સહેલાઈથી નીકળતો નથી, અને વળી ધર્મને મોટામાં મોટો શત્રુ એજ છે. વિજ્ઞાનની શોધખોળ થવાથી અઢારમા સૈકામાં કુદરતી બાબતોમાં લોકે એટલા બધા મોહિત થઈ ગયા હતા કે આખરે તેઓને મન ઘન પદાર્થ એજ વાસ્તવિક છે એમજ કર્યું. તેથી માણસના મન ઉપર એ અસર થઈ કે ઈન્દ્રિયો વડે આપણે જે જાણું કે સમજી શકતા નથી તે કેવળ કલ્પિત કે માયિક છે. જેને સ્પર્શ થઈ શકે, જેનું વજન તાળી શકાય, જેનું માપ લઈ શકાય, જેની નિરીક્ષા વિજ્ઞાનનાં હથિયાર વડે તેમજ વિજ્ઞાનની પદ્ધતિ પ્રમાણે થઈ શકે એજ વાસ્તવિક છે એવો મત બધે પ્રચલિત થયો. એક મોટા દાક્તરે પિતાને એવો અભિપ્રાય આપ્યો કે મેં માણસના શરીરના દરેક ભાગની નિરીક્ષા કરી છતાંએ આત્મા જેવું અને તે કાંઈ જ દેખાયું નહિ. એક મોટા વિજ્ઞાનીએ પિતાને એવો અભિપ્રાય દર્શાવ્યો કે મારા દૂરબીન વડે મેં આકાશોને તપાસી જોયાં પણ ઈશ્વરને પતો મને ન લાગ્યો. આવી આવી દલીલે આપણને તે હાસ્યજનક લાગે છે, પણ તે જમાનામાં તો તે વડે ઘણુ માણસે છેતરાઈ ગયા. છેક આધુનિક જમાના સુધી એજ માન્યતા પ્રચલિત હતી કે ભૌતિક દુનિયામાં જે નાનામાં નાનું તવ તે અણુ છે. આપણું જમાનામાં તો અણુને વિભાજિત કરી નાખવામાં આવે છે ત્યારે માલુમ પડે છે તે વિદ્યુત જેવી અગણિત શક્તિઓનું બનેલું છે, અને તે શક્તિઓ કામે લગાડીને હિરાશિમાં ને નાગાસાકી જેવાં મોટાં નગરને ભસ્મીભૂત કરી નાખવામાં આવ્યાં છે. મતલબ કે જેને આપણે સ્થળ વસ્તુ માના હતા તે સ્થળ નથી પણ એક અજાયબી જેવી ગતિ કે શક્તિના સંજન સમાન છે. જૂના અર્થ પ્રમાણે તો જડવાદને હમેશને માટે નષ્ટ કરવામાં આવ્યો છે. જેને જડ માનતા આવ્યા છીએ તેને સમજવા કરતાં ઈશ્વરની હસ્તી સમજવી હવે તો સહેલી થઈ પડી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com