________________
હવે વૈજ્ઞાનિક રીતે જેની નિરીક્ષા થઈ શકે તેજ વાસ્તવિક છે એ દલીલ તે ઉપર આપેલા દાખલા પરથી હાસ્યજનક લાગે છે; કેમકે આટલી બધી શોધખોળ થયા છતાં પણ વિજ્ઞાન હજી તેની પ્રાથમિક અવસ્થામાં હોય એમ લાગે છે. પરંતુ તે દલીલ મૂળ બુદ્ધિથીજ વિરુદ્ધ છે; કેમકે જેની નિરીક્ષા આપણે કરી નથી અને કોઈ પણ ઈન્દ્રિય કે યંત્રથી જેનું માપ લીધું નથી એવી ઘણી બાબતેની હરતીને આપણે માનીએ છીએ. આપણે સુંદરતાને વારતવિક માનીએ છીએ. સુંદર વાનને આપણે જોયાં છે પણ સુંદરતા આપણે નથી જોઈ. આપણે ભલાં માણસને જોયાં છે પણ ભાઈ આપણે નથી જોઈ. આપણે સત્યને વાસ્તવિક માનીએ છીએ પણ સત્ય આપણે જોયું નથી. શું કાઈ નાસ્તિક એમ કહેવાની હિંમત કરશે કે સુંદરતા, ભલાઇ કે સત્ય વાસ્તવિક નથી? વળી જે એ વાસ્તવિક હોય તો ઈશ્વર વાસ્તવિક નથી એમ શા આધારે કહી શકાય? દેખીતું છે કે ઈશ્વર નથી એવું વિજ્ઞાન સાબિત કરી શકશે જ નહિ.
ભૌતિક પ્રદેશ વિષે વિજ્ઞાન ઘણું કહી શકે છે, પણ એ પ્રદેશ ઓળંગીને તે બીજું કાંઈ કહેવા જાય તો તેનું સાંભળવાની જરૂર નથી. જાણવું એટલે શું? જેવો વિષય તેવી તેને જાણવાની રીત પણ હોય છે. આ મેજ વિષે મને જે જ્ઞાન છે, અને તમારા વિષે મને જે જ્ઞાન છે એ બે જ્ઞાનમાં જમીન આસમાનને તફાવત છે. વિજ્ઞાનની રીત પ્રમાણે આ મેજ કયાં કયાં તરનું બનેલું છે એ વિષે વૈજ્ઞાનિક પાઠયપુસ્તકમાંથી હું ઘણું માહિતી મેળવી શકું છુ એ જ પ્રમાણે હું એક દાક્તર હેઉ તે તમારા શરીર વિષે હું તમને ઘણી બાબતો જણાવી શકું. પરંતુ તમારા શરીર વિષે જેટલું જણાય તેટલું જાણ્યા પછી પણ હું તમને ઓળખું છું એમ મારાથી કહી શકાય નહિ. તમારું શરીર તે તમે નથી, તમારા વિષેનું જે જ્ઞાન તેને માટે બીજો શબ્દ વાપરવો પડે છે એટલે ઓળખાણ તમે જડ વસ્તુ નથી પણ માણસ છે. તમારી ઓળખાણ મને થાય માટે મને તમારે સાથ જોઈએ. તમે મને વાતજ ન કરો ત્યાં સુધી હું શી રીતે તમારી ઓળખાણ કરી શકું? આપણે એક બીજા સાથે વાત કરીએ છીએ અને વિચારોની આપલે કરીએ છીએ ત્યારેજ અરસપરસ ઓળખાણ થઈ શકે છે. વળી બીજી વાત એ છે કે તમને ઓળખવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com