________________
કે તેઓ ધર્મને પ્રતાપે પેાતાની રાજ્યસત્તા ભાગવે છે. ધર્મના નેતાઓ રાજ્યને વફાદાર રહેવાનું લેાકાને શીખવે છે, અને તે બદલ રાખી તેમને મદદ કરે છે. ધર્મગુરુને રાજાની જરૂર છે, અને રાજાને ધર્મગુરુની જરૂર છે. તેઓ બન્ને મળીને લેાકાને અંધારામાં રાખવાની સંતશ્ર્વસ કરે છે અનેતેમને ધૂતી લે છે. જનક રાજાથી માંડીને નામદાર જ્યોર્જ છઠ્ઠા સુધી જે લી રાખએએ આદરભાવથી ધર્મના આત્રો લીધા છે તેમની તેા નાસ્તિકની નજરમાં કશો ગણુતરી જ નથી. પશુ આથી તેઓ શું સાબિત કરવા માગે છે ? દરેક ધમ માં અાગ્ય નેતાઓ ઉપસ્થિત થયા છે, અને દરેક દેશમાં અયેસ્થ્ય રાજાઓ પણ ઉપસ્થિત થયા છે, પણ એમાં ઈશ્વરને શું લાગેવળગે જો આટલી જ દલીલથી ઈશ્વરની હસ્તી નાબૂદ થવાની હોય તો તેજ દલીલથી ધર્મ ગુરુઓ ને રાજાએાની હસ્તી પણ નાબૂદ્દ થવી જોઈએ, પણ ધમગુરુઓ અને રાજાએ તેા હજી છે અને ઈશ્વર પશુ છે એ વિષે આ
દલીલ કશી શંકા ઉપજાવી શક્તી જ નથી.
એક ખીજીનવીન વિદ્યા આપણા જમાનામાં સ્થાપિત થઇ છે, તેનું નામ માનસશાસ્ત્ર, માણુનું મન કેવું છે અને તેનું કષ્ય શું છે એ પ્રશ્નને અભ્યાસ બારીકાઇથી કરવામાં આવ્યે છે. આ વિદ્યાદ્દારે માણુસના સ્વભાવ તેમજ સ્વરૂપુ પર ઘણા પ્રકાશ ફેંકવામાં આવ્યા છે એ નિવિવાદ છે. આમાંથી પણ થાડું સત્ય લખતે ઈશ્વરને નાબૂદ કરવા માટે નાસ્તિકા મેદાને પાડ્યા છે. યુગ, યડ, લાંચ્યા, વગેરે માનસશાસ્ત્રીઓએ ઈશ્વરને દૂર કરવાના એક નવા ઉપાય યેાજી કાઢચે છે. તેમની દલીલના બે ભાગ પડે છેઃ—
(૧) બાળકને તેનાં માબાપના જે અનુભવ થાય છે તેમાંથી જ ઈશ્વર વિષેના વિચાર ઉદ્ભવ પામે છે. પેાતે બાળક છે ત્યાં સુધી તેન સધળા આધાર તેનાં માબાપ પર રહે છે. માખાપ તેની સંભાળ રાખે છે.. તેનું પેગુ કરે છે, અને તેનું રક્ષણુ પશુ કરે છે. જેમ જેમ બાળક માટું થતું જાય છે તેમ તેમ તે આ રક્ષણુની કદર કરતાં શીખે છે. આગળ જતાં તે બહારની દુનિયાના અનુમવ કરવા માંડે છે, અને તેને જીવનની મુશ્કેલીએને અનુભવ પગુ થાય છે. આ મુશ્કેલીઓમાં મદદગાર તેા જોઈએ, અને જેમ જેમ છેકા માટા થાય છે તેમ તેમ જુદી જુદી વતતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com