SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ કાઈથી ભાંગી શકાય નહિ. ઈશ્વરની હસ્તીને છેટને પુરાવે છે તે આપણું હદયમાં તેની હાજરી જ છે. જેમને એ અનુભવ થયો નથી તેમને માટે ગમે તેવી દલીલ પણ નકામી છે. પરંતુ જેમને એવો અનુભવ થયે છે તેમને માટે તે બિનજરૂરી છે. છતાં આપણે આસ્તિકની પાસે ખાસ માગણી કરી છે માટે તે ખુશીથી આપણી માગણી સ્વીકારે છે, અને પોતાની શ્રદ્ધાનાં કારણે તે આ પ્રમાણે જણાવે છે. આ આસ્તિક ગમે તે ધર્મને હેઈ શકે. (૧) માણસ વિચાર કરનાર પ્રાણી છે. તેનામાં બુદ્ધિ છે, તેનું મન નિયમિત રીતે પોતાનું કામ કરે છે અને અમુક બુદ્ધિજન્યનિયમ અનુસાર તે પોતાના વિચારો વ્યવસ્થિત કરે છે. આ બુદ્ધિને ઉપયોગ કરતાં કરતાં પિતાના મનની તેમજ સૃષ્ટિની રચનામાંથી તેને અમુક અચૂક નિયમ મળી આવ્યા છે. દાખલા તરીકે ૨+૨=૪. આ નિયમ અચૂક છે. તેમાં એક પણ અપવાદ કદી પણ અનુભવામાં આવ્યો નથી. માણસનું મન આવી જ રીતે કામ કરે એવી તેની રચના છે. એ સિવાય એવા બીજા પણ નિયમો છે, અને એવા નિયમો ધ્યાનમાં રાખીને આપણે સૃષ્ટિનો અભ્યાસ કરવા જઇએ છીએ ત્યારે જ તેમાંથી અર્થ નીકળે છે. એવું ન હોય તો શું પરિણામ આવે એ વિષે તમે કદી પણ વિચાર કર્યો છે? આવું ન હોય તો સૃષ્ટિ એક ગાંડા માણસના સ્વપ્ન જેવી થાય. કાલ સવારે સૂરજ ઊગશે કે કેમ એ વિષે ખાતરી ન હોય. તાપી નદી આજે સૂરત થઈને વહે છે પણ કાલે ભરૂચ થઈને ન વહે તેની ખાતરી ન હોય, હવામાં પથ્થર ફેંકીએ તે ફરી તે નીચે પડે છે, પણ કાલે એમ કરીએ તો કદાચ તે હવામાં જ રહે એવી સ્થિતિ થાય. આ નિયમો માણસે બનાવેલા નથી. તે વડે સૃષ્ટિ બુદ્ધિ અનુસાર વર્તે છે તેનો પુરાવો મળે છે. આવા નિયમ ન હોય તે વિજ્ઞાન પણ ન હોય. તે રદ થાય તો માણસ જાતનાં તમામ હુન્નરકળા, વ્યવહાર ને જીવન નષ્ટ થાય. એ પરથી જેવી બુદ્ધિ માણસના મનમાં છે તેવી જ બુદ્ધિ બહાર પણ છે એમ લાગે છે. પરંતુ માણસે સૃષ્ટિ બનાવી નથી. તો પછી આ બુદ્ધિનાં લક્ષણે તેનામાં કયાંથી આવ્યા? આથી પોતાના મનની બહાર આખા વિશ્વમાં વ્યાપી રહેલું હોય એવા બીજા કોઈ મનની હસ્તી સમજી લેવા માટે માણસને સ્વાભાવિક રીતે પ્રેરણું થાય છે.આ મનને તે ઈશ્વર નામ આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com
SR No.034497
Book TitleDharmna Tattvagyanna Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorW Graham Mulligan
PublisherKrushnalal Mohanlal Zaveri
Publication Year1946
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy