________________
પૂછવાને વખતે આવે. તેના કારણેથી દરજજે તેમજ પ્રકારે પણ જુદું છે. તે બીનાસાંકળાતીત છે; એટલે ભૌતિક પ્રદેશથી અલગ છે. એમ હોય તો જ તે બધાં જ કારણનું કારણ થઈ શકે. સૃષ્ટિનું આવું કાઈ પ્રથમ કારણું હશે એમ વિચારવાની મનુષ્યજાતની પ્રકૃતિ જ છે. અને આ પ્રથમ કારણકે આપણે ઈશ્વર નામ આપીએ છીએ.
આ પ્રમાણે માણસ વિચારક પ્રાણી હોવાને લીધે ભૌતિક દુનિયા પાછળ અમુક અસ્તિત્વ છે એમ વિચારવાની માણસને ફરજ પડે છે. તે તેને સર્વોપરી મન જેવું લાગે છે; વળી તે જેના ક્ષેત્રમાં સર્વ વાનાં સમાવેશ થઈ શકે એવી સર્વોત્કૃષ્ટ ચેતનારૂપ લાગે છે, અને સઘળા કારણનું કારણ હોય એવું લાગે છે. હવે દરેક વિચારને મૂળ હોય છે. જે મેં કદી મેજ જોયું ન હેય તે મેજ વિષેનો વિચાર મારા મનમાં પ્રવેશ કરી શકે નહિ, એજ પ્રમાણે મારા મનમાં ઈશ્વરને વિચાર હોય છતાં એ વિચારના મૂળ તરીકે ઈશ્વર જેવું કોઈ વાસ્તવિક અસ્તિત્વ ન હોય એ કેવી રીતે બને એ વિષે હું સમજી શકતો નથી. ખરી વાત કે વાસ્તવિક ન હોય એવી વસ્તુની ક૯૫ના હું કરી શકે છે. જેને બે પૂછતાં હાય, સાત પગ હોય અને જેના માથા પર શીંગડાં હોય એવો હાથી મારું મગજ કલ્પી શકે છે; છતાં એવી દરેક કલ્પના ખરેખરા અનુભવમાં આવેલાં તરવોની બનેલી હોય છે. આને પુરા નહિ પણ ઉદાહરણ જ સમજીએ તો પણ એ પરથી એ સત્ય સ્પષ્ટ સમજાય છે કે ઈશ્વરની કલ્પના કર્યા વગર મારાથી રહેવાય નહિ એવી મારા મનની રચના છે, અને એ કલ્પના બધી રીતે બુદ્ધિસંપન્ન છે. સર્વોપરી મન અથવા ચેતના તરીકે તેમજ કારણના કારણુ તરીકે આવો ઈશ્વરવિચાર કયાંથી આવ્યો હશે તેનો ખુલાસો વિજ્ઞાની આપી શકતા નથી. ઈશ્વર જેવું કાઈ અરિતત્વ ન હોય તે બીજી રીતે તેને ખુલાસો થઈ શકે નહિ જાણેઅજાણે માણસના સઘળા વિચાર ઈશ્વરની હસ્તી પર અવલંબે છે. સત્ય જેવું કાંઈ ન હોય તો શા આધારે કહી શકીએ કે ફલાણું વાત જૂઠી છે? ન્યાય જેવું કશું ન હોય તે શા આધારે કહી શકીએ કે ફલાણું કૃત્ય અન્યાયી છે. સુંદરતા જેવું કાંઇ ને હોય તે શા આધારે કહી શકીએ કે ફલાણું નાનું કદરૂપું છે? કઈ અપરિમિત અસ્તિત્વ ન હોય તે ગમે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com