________________
ખાટું કરીએ છીએ ત્યારે આપણું કરતાં બળવાન, પવિત્ર ને અધિકારયુક્ત હાય એવી કોઈ અન્ય ઈચ્છા સાથે આપણે અથડામણમાં આવીએ છીએ.. આવી ઈચછાવિષે સમસ્ત માણસજાતની લાગણી સાક્ષી આપે છે. તેને ઈશ્વર ન કહીએ તો બીજું શું કહીએ?
વળી પ્રેરકબુદ્ધિ કેવળ આપણને નિયમ વિષે ભાન કરાવે છે, એટલું જ નહિ પણ ઇરાદા વિષે પણ ભાન કરાવે છે. તેની હસ્તીમાં જ ઈરાદાને અર્થ રહેલો છે. જેટલી આવશ્યકતાથી જોવાને માટે આંખ આપેલી છે અને સાંભવાને માટે કાન આપેલા છે, તેટલી જ આવશ્યક્તાથી પ્રેરકબુદ્ધિ પણ. આપણને એટલા જ આટે આપેલી છે કે તે વડે આપણું હિતને માટે આપણે આપણી બધીજ શક્તિઓને ઉપયોગ કરીએ. આવું દાન અને આવી શક્તિ ઈશ્વર સિવાય બીજા કોઈ તરફથી કે બીજી કોઈ રીતે મળી શકે એમ શું ખરેખર માની શકાય? જે નિયમ પ્રેરકબુદ્ધિ પ્રગટ કરે છે, તે જેમ આપણી ઇચ્છાનો નિયમ નથી, તેમ જે ઇરાદો તે પ્રગટ કરે છે તે ઈરાદો પણ આપણે નથી એ સ્પષ્ટ રીતે માલુમ પડે છે. એ ઈરાદો અને આપણે ઈરાદે ઘણી વાર અ ન્ય વિરુદ્ધ જ હોય છે, એ બંને ઈરાદા વચ્ચે ઝઘડો થયા કરે છે, અને એ ઝઘડાના પરિણામે આપણે પીડાઈએ છીએ. પરંતુ એ ઝઘડો થતાં થતાં હમેશાં પ્રેરકબુદ્ધિની વાણું આપણામાં પિકાર કરતી જ રહે છે કે આપણે આપણાજ ઇરાદાને ત્યાગ કરવાનું છે. જે ઇરાદે આપણી સામો થાય છે તેને આપણે આધીન થવું જ જોઈએ એ વિષે આપણને ખાતરી થાય છેજ. કોઈપણ ક્ષેત્રમાં પરિણામ પરથી કારણ સમજવું ઉચિત હોય તો અહીં આગળ તે વિશેષ ઉચિત છે એવું આપણી બુદ્ધિ કબૂલ કરે છે, અને પ્રેરકબુદ્ધિનું પ્રથમ કારણ તે તો એક ન્યાયી વ્યક્તિ જ છે એમ પણ કબૂલ કર્યા વિના આપણુ રહી શકતા નથી.
હવે નિતિક પ્રદેશમાં આપણને જે જે અનુભવ થાય છે, એટલે ખરાખેટા વિષેની સમજ, ફરજ વિષેનું ભાન, પસ્તા, આશા ને બીક વગેરે તમામ અનુભવ એક ન્યાયી ઈશ્વરને પ્રગટ કરે છે, નહિ તો તેમાં કશે. અર્થ નથી. બેક્ડ રસ્સલ નામના એક લેખક હમણાં ઈગ્લાંડમાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com