________________
કરાવ્યા પછી તે તેને મરી ખાટુજ હરાવશે; આજે ખરું' તે કાલે ખાટું એમ તે નથી કરાવતી. તેજ પ્રમાણે જ્યારે તે અમુક કૃત્યને ખેાટું ઠરાવે છે ત્યારે એ કૃત્યથી નિયમના ભંગ થાય છે એજ કારણથી તેમ કરે છે. આપણે જે કાંઈ કરીએ છીએ તે વિષે પ્રેરકબુદ્ધિ આપણા ન્યાયાધીશ બનીને આપણા કૃત્યને કાં તે ખરું.કાં તા ખાટુ કરાવે છે. વળી એવુ' કરે છે ત્યારે તે અધિકારસહિત તેમ કરે છે. એ અધિકાર આપણાં હૃદય સ્વીકારે છે. શરીર તે આત્મા ૫૨, હૃધ્ધ ને મન પર, તેમજ આપણી સધળી ઇચ્છાઓ ને શક્તિ પર પ્રેરકબુદ્ધિ પેાતાની સત્તા ચલાવે છે. તે નિયમને કર્યાં નથી. તે તે İનયમ પર આપણું ધ્યાન ખેંચે છે, નિયમનું લાગુકરણ કરે છે, પણ નિયમને તે પોતે ઉત્પન્ન કરતી નથી. પાતા તરફથી નહિ પણ અન્યના અવેજી તરીકે તે ખેાલે છે; તેના અધિકાર અન્ય પાસેથી મળેલા હોય છે. પ્રેરકબુદ્ધિ આપણી ઇચ્છામાંથી ઉત્પન્ન થતી નથી. ઈચ્છા ચાહે તે તેની સેવિકા થાય; ચાહે તે તેને શત્રુ થાય પણ પ્રેરકબુદ્ધિના અધિકાર ઇચ્છાને આધીન નથી. એથી ઉલટુ' આપણી ઇચ્છાથી વિપરીત હોય એવું તે ક્રૂરમાવે છે. એથી આપણને એવું ભાન કરાવવામાં આવે છેકે આપણી ઈચ્છા સિવાય ખીજી ઇચ્છા પણ વિશ્વમાં છે, અને તે ઋચ્છા આપણી ઇચ્છા કરતાં ખળવત્તર પણ છે. પ્રેરકબુદ્ધિ આપણી ઇચ્છા તે નહિ પણ અન્યની ઇચ્છા દર્શાવે છે; આપણી કચ્છા · જવા દુખને અથવા તેના અનાદર કરીને પ્રેરકબુદ્ધિ આપણી સાથે વર્તે છે. આપણી ઇચ્છા તેનુ સાંભળવાની ન હેાય, અને તે ફરમાવે છેતેથી • ઉલટી દિશામાં જવાતી હોય ત્યારે પણ તે વિશેષ આગ્રહ કરે છે, ચેતવણી આપે છે, શરમાવે છે, અને શિક્ષા પણ કરે છે. બહારની ઇચ્છા પવિત્ર છે, તે આપણને આગળપાછળ ઘેરી લે છે, તેની હાજરીમાંથી આપણે નાસી જઈ શકતા જ નથી. આવી જે ઇચ્છા ઘળી પ્રેરકબુદ્ધિ પર ધણીપણુ` કરે છે તે ઈશ્વરની ન હોય તે કાતી હશે ? નીતિ સંબંધી કોઇ પણ માણસ સ્વતંત્ર નથી. તેને હમેશાં ક્રૂરજ અને જવાબદારી વિષે ચેતના થાય છે. પ્રેરકબુદ્ધિ સલાહ નિહ પણ આજ્ઞા આપે છે, અને એમ અન્યતો ઇચ્છાનું ભાન કરાવે છે. આ લાગણી તમામ માણુપ્રજાને થાય છે, અને વળી દરેક સ્થિતિના માણસને થાય છે. આપણે
આ
અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com