________________
ખરી રીતે નિર્ણયકારક છે. વળી આ બાળકને પ્રરક િનિર્ણય એવો છે કે તેઓ એકબીજાથી વિરુહજ છે; તેઓનાં રવ+ એટલાં બધાં વિપરીત છે કે એક જ તત્ત્વમાંથી તેઓ ઉદ્દભવ પામી શકે જ નહિ. ભલાડાને એકજ કર્તા હેઈ શકે નહિ. એક વડે ઈશ્વરની ઇચ્છા પ્રદર્શિત થતી હોય તો ભીજુ તેના શત્રુરૂપે છે એમ જ સમજી શકાય. ઈશ્વર વિષે પ્રેરકબુદ્ધિની સાક્ષી ભરોસાલાયક હોય એમજ માનવું પડે કે ઈશ્વર તે ભૂંડાઈને શત્રુજ છે. આપણને ગુંચવણ થાય એવી ઘણું વાતો નિયામાં છે; છતાં પ્રેરકબુદ્ધિ એટલી તે ખાતરી આપે છે કે ભલાભુંડાનો એકજ કર્તા અથવા તેમનું એકજ મૂળ હેઈ શકે જ નહિ. - હવે પ્રેરકબુદ્ધિ શું કામ કરે છે, અને શું કામ નથી કરતી એ સ્પષ્ટ રીતે સમજવું જોઈએ. કેટલાક એમ ધારે છે કે પ્રેરકબુદ્ધિધારે આપણને સીધી રીતે ઈશ્વરનું દર્શન થાય છે. આ વાત હું નથી માનતે.. અલબત, તે ઈશ્વરની હસ્તીનું ભાન કરવાનું પ્રથમ સાધન છે. પ્રેરબુદ્ધિ શબ્દને અર્થ બહુજ સ્પષ્ટ અને ચોક્કસ છે. તેને અર્થ ન સમજતો હયા એવો કોઈ માણસ ભાગ્યે જ મળશે. કાન શું છે, આંખ શું છે એ જેટલી. સ્પષ્ટતાથી આપણે સમજીએ છીએ તેટલી જ સ્પષ્ટતાથી પ્રેરકબુદ્ધિ શું છે તે પણ સમજીએ છીએ. કાન વડે આપણે ધ્વનિ સાંભળીએ છીએ અને આંખ વડે આપણે રંગ જોઈએ છીએ એ વાત જેટલી નિર્વિવાદ છે તેટલું જ નિર્વિવાદ એ પણ છે કે પ્રેરકબુદ્ધિ વડે આપણે ભલાભુંડાને ભેદ સમજી શકીએ છીએ. રંગ જોવાનું સાધન આંખ છે, ને ધ્વનિ સાંભળવાનું સાધન કાન છે, તેમજ ભલાભુંડાને ભેદ જાણવાનું સાધન પ્રેરકબુદ્ધિ છે; પણ તે ઈશ્વરને જાણવાનું સાધન નથી.
પ્રેરકબુદ્ધિની હસ્તી વિષે કઈ પણ જાતની શંકા નથી. આખી દુનિયામાં તે કબૂલ કરવામાં આવે છે. તે વડે ગાણસોને ભાન થાય છે કે, વિશ્વમાં ભૌતિક જનહિ પણ નૈતિક નિયમો પણ હોય છે. તે ફરજનું તેમજ જવાબદારીનું પણ ભાન કરાવે છે. જ્યારે પ્રેરેકબુદ્ધિ અમુક કૃત્યને ખરું કરાવે છે ત્યારે તે નિયમને અનુસરીને તેમ કરે છે, તે જ કૃત્યને એક વાર પેઠું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com