________________
૩. પ્રકટીકરણની વાણી હવે બાઈબલનું શિક્ષણ એ છે કે ઈશ્વરે સૃષ્ટિ અને તેમાંનું સર્વ ઉત્પન્ન કર્યું છે. તેમાં બીજી બધી ઉત્પન્ન કરાએલી વસ્તુઓના કરતાં મનુષ્ય એક જુદું માલૂમ પડે છે. તેના વિષે બાઈબલમાં એમ કહ્યું છે કે તેને તે ઈશ્વરે પિતાની પ્રતિમા પ્રમાણે” ચુક્યું છે. આને અર્થ એ થાય છે કે મનુષ્યને જે આત્મા છે તે જ્યારે તેને ઈશ્વર તરફથી મળ્યો ત્યારે તે નિર્મળ હતું, પરંતુ સંસાર સાથેના સંબંધમાં આવ્યાને લીધે મનુષ્યને સ્વભાવે ભ્રષ્ટ થએલો માલમ પડે છે. તે કેવી રીતે ભ્રષ્ટ થાય છે તેને ખુલાસો પણું બાઇબલમાં આપે છે. સંસારની અસર માણસના આત્મા ઉપર થાય છે એ ખરી વાત, પણ તેની ભ્રષ્ટતા થવાનું મૂળ કારણ બીજું છે. આપણે ઉપર જોયું તેમ ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે મનુષ્યની ઉત્પત્તિ કરી હતી, અને આગળ કરવામાં આવેલી દલીલો પરથી ઈશ્વરના સ્વરૂપ સંબંધી આપણને ઝાંખો ઝાંખો ખ્યાલ પ્રાપ્ત થયો છે. વળી જાણવા જેવી વાત એ છે કે આપણી સાધારણ બુદ્ધિદારે જેવું અસ્તિત્વ ક૯પી લેવા આપણને પ્રેરણા થાય છે તેવુંજ અસ્તિત્વ બાઈબલમાં દર્શાવવામાં આવે છે. સર્વ ચેતનાથી અધિક, સર્વ કારણતીત, એવા સૃષ્ટિનિયંતા તથા નિતિક સર્વાધિકારી તરીકે ઈશ્વરને બાઈબલમાં દર્શાવવામાં આવે છે. સૃષ્ટિની વ્યવસ્થા કરવામાં તેની અપરિમિત બુદ્ધિ પ્રગટ થાય છે, તમામ જીવનનાં નિર્વાહ તથા પિષણ કરવામાં તેની અપાર લાગણી પ્રદર્શિત થાય છે, તેમજ નીતિના નિયમ વડે તેની સંપૂર્ણ પવિત્રતા દશ્યમાન થાય છે. તેણે પિતાની પ્રતિમા પ્રમાણે માણસને બનાવ્યાં એટલે તેણે બુદ્ધિ, લાગણી, ઈચ્છાશક્તિ, વગેરે ઉત્તમ દાને પણ આપ્યાં છે; તથાપિ જે ગુણ ઈશ્વરમાં સંપૂર્ણ ને અપરિમિત છે તે મનુષ્યમાં તે અપૂર્ણ અને પરિમિત જેવામાં આવે છે. માણસની ઇચ્છાશક્તિ અપૂર્ણ હોવાને લીધે તે તેને દુરુપયોગ કરે છે, ઈશ્વરની ઇચ્છાથી વિરુદ્ધ વર્તે છે, એટલે પાપ કરે છે. ઈશ્વર અપાર પ્રેમી છે એટલે આપણે તેના પર પ્રેમ કરીએ, અને એમ તેની ઈચ્છાને આધીન થઈને તેની સંગતમાં રહીએ એવું તે ચાહે છે. તેની ઇચ્છા હેત તે જરૂર તેની ઇચ્છાની વિદ્ધ ચાલી શકીએ નહિ એવાં તે આપણને બનાવી શક્યો હોત, પરંતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com