Book Title: Dharmna Tattvagyanna Vyakhyano
Author(s): W Graham Mulligan
Publisher: Krushnalal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 29
________________ પરિણામ છે. સુખદુખ તેમજ લાભગેરલાભને અનુભવ થવાથી ધીમે ધીમે પ્રેરકદિનો ઉદ્દભવ થયો છે. તેને પ્રત્યુત્તર આપણે એવો વાળી શકીએ છીએ કે આવું થયું તેની સાબિતી શી ? વથી એમ થયું હોય તે પણ શું? તેમાં જે ઇરાદે માલુમ પડે છે તેને ખુલાસે હજુ રજુ કરવામાં આવ્યું નથી. પ્રેરકબુદ્ધિની ઉત્પત્તિ ગમે તેવી રીતે થઈ છે તો પણ તે હાલમાં વાસ્તવિક બાબત તો છેજ. સવાલ એટલો જ છે કે તેના નિર્ણય ખરા છે કે બેટા? પણ જે ખરા હૌય તો ખાતરી થાય છે કે ખરા ને બેટા વચ્ચે જે ભેદ છે તે વિષેની સમજ આપણું પિતામાંથી ઉદ્ભવતી નથી. હવે દશ્ય રીતે સદાચારીને સારો બદલો ઘણુ વાર મળતો નથી એ સાચી વાત છે. દુરાચારીને શિક્ષા પણ હમેશાં જાહેર રીતે થતી નથી એ વાત પણ સાચી, પરંતુ સદાચાર તેમજ દુરાચારને બદલો તેમના પિતામાંજ રહેલો છે. આત્મિક રીતે તે સદાચાર આત્માને બળવાન કરે છે ત્યારે દુરાચાર તેને નબળોને ભ્રષ્ટ કરે છે. વ્યક્તિના જીવનમાં તે સદાચાર આચરવાનું પરિણામ સારું જ છે, અને દુરાચારને આચરવાનું પરિણામ માઠ જ છે એ સુખદુઃખને અનુભવ થવા છતાં પણ સાબિત થાય છે. વળી સામાજિક જીવને ધ્યાનમાં લઈએ છીએ ત્યારે આ સત્ય વિશેષ પ્રકાશ છે. સમાજમાં સામાન્ય રીતે જે પ્રમાણમાં સદાચાર આચરવામાં આવે છે, તે પ્રમાણમાં સામાજિક કલ્યાણ સાધવામાં આવે છે એ નિર્વિવાદ છે. “સદાચારથી પ્રજાની ચઢતી થાય છે; પણ પાપ હરકેાઈ પ્રજાને લાંછનરૂપ છે” ( બાઈબલઃ નીતિવચન ૧૪: ૩૪). એ વાત તમામ ઈતિહાસ પરથી સાબિત કરવામાં આવે છે. જેથી પ્રજાઓ પીડિત થએલી છે એવાં ઘણાં અનિષ્ઠ દૂર કરવામાં આવ્યાં છે. પરંતુ એક પણ ભલું વાનું ગુમાવવામાં આવ્યું હોય એવું માલુમ પડતું જ નથી. આવું ગમે તે રીતે થયું હોય તો પણ તે વડે ઈશ્વરના નૈતિક સ્વલ્પ વિષે જે સાક્ષી મળે છે તે નષ્ટ થઈ શકતી નથી. ઉત્ક્રાંતિવાદ સ્વીકારવામાં આવે તો પણ સૃષ્ટિમાં ઈશ્વરની યોજનામાં જે ચિલો દશ્યમાન થાય છે તે નષ્ટ થતાં નથી; એથી ઉલટું તે વધારે આશ્ચર્યકારક ને ખાતરીજનક લાગે છે. જે જે નિયમો કે પદ્ધતિ દ્વારા મનુષ્યજાતની પ્રગતિ થએલી હોય છે તે તે નિયમ કે પદ્ધતિ પૂરી રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34