Book Title: Dharmna Tattvagyanna Vyakhyano
Author(s): W Graham Mulligan
Publisher: Krushnalal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 24
________________ २४ માણસ નૈતિક વિશ્વમાં વાસ કરે છે એ દૃષ્ટિએ તેના અભ્યાસ કરીએ છીએ ત્યારે તા ઈશ્વરની હસ્તી સંબંધી આપણને વિશેષ ખાતરી થાય છે, એટલું જ નહિ પણ તેનાં સ્વભાવ, ચારિત્ર ને સ્વરૂપ વિષે પણ ઘણું જાણુવાનું મળે છે. નૈતિક નિયમે! માણસને પ્રથમ પ્રેરકબુદ્ધિદ્વારે પ્રાપ્ત થાય છે. પ્રેરકબુદ્ધિ વગર માણુસ આખરે ઈશ્વરની હસ્તી માની શકતા નથી. એ વગર ઈશ્વરની હસ્તી સંબંધી ઉપર જે લીલે કરવામાં આવી છે તેમાંની એકે ફ્લીલને સ્વીકાર થઈ શકે નહિ. ઈશ્વર નજીક છે, તે આપણી ભાખતામાં રસ લે છે, અને જાણે કુદરતી રીતેજ ઈશ્વરની બાબતામાં આપણને રસ પડે છે, એ ખાત્રતાનુ પ્રથમ ભાન આપણને પ્રેરકબુદ્ધિજ કરાવે છે. આપણા સ્વભાવમાં કાઇપણ નૈતિક તત્ત્વ ન હોય તે। સૃષ્ટિની વ્યવસ્થામાં રહેલા નૈતિક તત્ત્વનું ભાન કદી પણ ચર્ષ શકે નહિ. ઇશ્વરના પરાક્રમની આગળ આપણે ધ્રુજીએ ખરા, તેણે કરેલી વ્યવસ્થાની કદર થઈ શકે ખરી; પણ તેનું ન્યાયીપણું આપણુને કદી પણ દૃષ્ટિગોચર થઇ શકે નહિ. પરંતુ ન્યાયીપા વગરના ઇશ્વર તે ઈશ્વરજ ન કહેવાય અને તેની જે ભક્તિમાં નૈતિક તવા ન હોય તે ખરી ભક્તિ પણ ન કહેવાય. છતાં આવી નીતિવિષયક દલીલને આધારે જ ઈશ્વરની હસ્તી સાબિત કરી શકાય નહિ. ખીજી દલીલાની માફક તે વડે માત્ર ખરાપણાનું અમુક સ્વરૂપ દૃશ્યમાન થાય છે. તે ગમે તે રૂપમાં દર્શાવીએ તે પણ તે આગલી લે પર, એટલે સૃષ્ટિના કારણવાદ તેમજ સૃષ્ટિના વ્યવસ્થાવાદ પર અવલંબે છે. હુ' એટલું જ કહેવા માગું છું કે આ દલીલ વડે જેના વિના ખીજી બધી દલીલ અધૂરી જ રહે એવું એક અગત્યનું' તત્ત્વ પૂરું પાડવામાં આવે છે. કાઈ પણ એકજ તત્ત્વરૂપી વિચાર ઈશ્વરની હસ્તી વિષે પૂરી સાક્ષી આપી શકે નહિ. પરંતુ ઈશ્વરની ઓળખાણુ પ્રાપ્ત કરવામાં પ્રેરકબુદ્ધિનુ કર્તવ્ય પાયારૂપે છે. ભલાભૂંડા વિષે, ખરાખોટા વિષે, ન્યાયઅન્યાય વિષે અને નીતિઅનીતિ વિષે પડેલું જ ભાન પ્રેરકબુદ્ધિ કરાવે છે, અને તે ખામ વિષે તેને નિય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34