________________
તીક્ષણ માલૂમ પડે છે; કેમકે એ આપણી લાગણીનું મૂળ છે. અપરિમિત પ્રેમે આપણને સૃજ્યાં ન હોત તે આપણે કશા પર પ્રેમ કરો શકયાં ન હેત. એ જ પ્રમાણે જ્યારે આપણે સૃષ્ટિનો અભ્યાસ કરીએ છીએ ત્યારે માલૂમ પડે છે કે આપણું ઈચ્છાશકિત ઉપરાંત બીજી ઈચ્છાશક્તિ પણ છે, અને ઘણું વાર એ ઈચ્છાશક્તિની સાથે આપણે અથડામણમાં આવીએ છીએ. વળી એ ઈચ્છાશક્તિ આપણું ઈરછાશક્તિ કરતાં બહુજ બળવાન હોય છે. આ ઈચ્છાશક્તિને લીધે આપણે પોતાના વર્તનને માટે ધ્યેય ઠરાવી શકીએ છીએ, અને તેને પહેાંચવાનાં સાધનો પણ પસંદ કરી શકીએ છીએ. પરંતુ આપણે ઈરાદો. ગમે તે હોય તે પણ તે પરિમિત હોય છે અને તેને અમલ થતાં ઘણું રીતે અટકાવ પણ થયા કરે છે. આપણે એક ઘેડ ને ગધેડી સાથે રાખીને ખચર ઉત્પન્ન કરાવી શકીએ છીએ, પરંતુ ખચ્ચરમાંથી કદી પણ સંતાન ન થાય. કેમ ન થાય? હરકોઈ માણસ જવાબ આપશે કે તે કુદરતની વિરુદ્ધ છે. પરંતુ કયા કારણથી વિરુદ્ધ છેતે પર જીવન શાસ્ત્રના અભ્યાસી જરા પણ પ્રકાશ પાડી શકતો નથી. સૃષ્ટિમાં યોજનાનાં ચિહ્નો એટલાં બધાં છે, અને તેના મન પર તે એટલી બધી અસર કરે છે કે કુદરત જાણે એક સચેત વ્યક્તિ હોય એવી રીતે તેને તેના વિષે વાત કરવાની ટેવ પડી છે. એજ શિલી વળી કવિઓની પણ છે. કુદરત ફલાણું ફલાણું કરે છે.. અને ફલાણું ફલાણું નથી કરતી એવા શબ્દો ઘણી વાર આપણા સાંભળવામાં ને વાંચવામાં આવે છે. એ જ પ્રમાણે નીતિના ક્ષેત્રમાં પણ ઘણી વાર કહેવામાં આવે છે કે માણસ વ્યસનને વશ થઈ જાય છે અને દુરાચાર આચરે છે ત્યારે કુદરત તેની શિક્ષા કરે છે. આવી ભાષા વાપરવાનું કારણ શું? એનું કારણ એ છે કે અનુભવ પરથી માણસ શીખ્યું છે કે કુદરત મૂળે નૈતિક હાથ છે અને તેની પાછળ અમુક ઇચ્છાશક્તિ છે. તે માણસને કાબુમાં રાખે છે, અને જ્યાં તેની ઈચ્છા તેને આડેઅવળે માર્ગે લઈ જતી હોય ત્યાં તે તેને રોકવાનું કરે છે. અમુક ઈરાદો સૃષ્ટિમાં ઓતપ્રોત થઈ રહેલો માલુમ પડે છે. એ ઇરાદાનું ધ્યેય સારાપણું છે. વળી જડ વસ્તુમાં ઈરાદ ન હોય એટલે: આ ઈરાદાને ઈશ્વર કહેવામાં વાંધે છે છે? આમ નૈતિક પ્રાણી તરીકે માણસનો અભ્યાસ કરવાની ખાસ અગત્ય જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com