________________
ગુણ કે લક્ષણ વિષે જેની સાથે ના એવું કાઈ ઘારણ જ ન હાય, એટલે માણસને વિચાર પણ થઈ શકે નહિ.
(૨) માણસ વિચારક પ્રાણી છે, એટલું જ નહિ પણ તે લાગણીયુકત પ્રાણી પણ છે. તેને બુદ્ધિ છે તેમજ લાગશું પણ છે. વળી ધર્મમાં લામણું અત્યંત આવશ્યક છે. માનવી સ્વભાવમાં બુદ્ધિરૂ૫ તવ જેટલું વાસ્તવિક છે તેટલું જ વાસ્તવિક લાગણરૂપ તત્વ પણ છે. ઈશ્વરની હસ્તી સંબંધી આપણે લાગણી પરથી સાબિત થાય છે કે દરેક જમાનામાં અને દરેક દેશમાં માણસને ઈશ્વરની હાજરીનું ભાન થએલું છે. એ વિષેની જુબાની તો બેસુમાર છે. આ પરથી ઈશ્વરની હસ્તીનો સ્વતઃ પુરા મળે છે એમ હું કહેતા નથી. પુરાવો આપો કે સ્વીકારો તે બુદ્ધિનું કામ છે. વળી જે ઈશ્વરની હાજરી વિષે ભાન થાય છે તેના પ્રકાર કે સ્વરૂપ સંબંધી જુદા જુદા જમાનામાં અને જુદા જુદા લોકોમાં જુદી જુદી લાગણીઓ પણ થઈ રહેલી માલુમ પડે છે. પરંતુ અત્યારે તો ઈશ્વરના સ્વરૂપ વિષે આપણે વિચાર કરવાનો નથી; માત્ર તેની હસ્તી વિષે વિચાર કરવાનું છે. ઈશ્વર ગમે તેવો હોય પણ તેની હસ્તી વિષેની આવી સ્વત્ર - વ્યાપી રહેલી લામણું ધ્યાનમાં લીધા વગર આપણે રહી શકીએ નહિ.
ઈશ્વરની હસ્તી વિષેની આ લાગણું માનવી સ્વભાવને કેટલો બધે અગત્યનો ભાગ છે તે એ પરથી જણાય છે કે મોટામાં મોટા ધર્મસ્થાપકોને શિક્ષકોએ તે પર ભાર મૂકે છે. બાઈબલને દાખલો લઈએ તો ઈશ્વરની હસ્તી વિષે પિતાના શ્રોતાજનેને ખાતરી કરી આપવાની લેશમાત્ર જરૂર હોય એમ તેમાંના એક પણ પ્રબોધક, પ્રેરિત કે લેખકને લાગ્યું નહિ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એવી કે દલીલ કરતો જ નથી. પાલેસ્ટાઇનમાં તો એ વાત સામાન્ય રીતે સ્વીકારાએલી જ હતી. ખ્રિસ્તી મડળીના એક મહાન સંતે એ પ્રમાણે કહ્યું કે “ઈશ્વરે માણસને પિતાને સાપેદા કર્યું અને માણસનું હદય તેનામાં વિસામો ન પામે ત્યાં સુધી તે બેચેની ને બેચેનીમાં જ રહે છે. વળી એ સંતના કહેવાનું સત્ય રોજ રોજ હિંદની દરેક નદીના કાંઠા પર સાબિત કરવામાં આવે છે. ઈશ્વરની હાજરી વગર સાણસને ચેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com