Book Title: Dharmna Tattvagyanna Vyakhyano
Author(s): W Graham Mulligan
Publisher: Krushnalal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 19
________________ ૧૯ અથવા આ વ્યવસ્થા અનાયાસે કે અકસ્માત સ્તિમાં આવી છે એમ સ્વીકારી શકાય? એ કરતાં તે ઈશ્વરને માનવો વધારે સહેલ તેમજ બુદ્ધિપૂર્વક લાગે છે. તે પછી અણ ને બુદ્ધિ સાથે રાખીને કેટલાક કરે છે તેમ શું આપણે વિશ્વની ઉત્પત્તિને ખુલાસો કરીશું? એમ કરવાની શી જરૂર? એ બેમાંના એકે તત્વ વડે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ શકે નહિ એ પહેલાં સાબિત કરવું. બે કારણ સમજવામાં શો લાભ? પણ અણુ અચેતન છે એટલે તેનાથી ઉત્પત્તિ થઈ શકે નહિ, તેમજ તે વડે આ દુનિયાની વ્યવસ્થાનો ખુલાસો પણ થઈ શકે નહિ; માટે રહે છે માત્ર મન કે ઈશ્વર. હવે દરેક બીનાનું કારણ હોય છે. સૃષ્ટિને ઈતિહાસ બીનાઓની સાંકળરૂપે છે. દરેક બીના તે કારણ તેમજ પરિણામ પણ છે. પરંતુ આપણે સ્વાભાવિક રીતે પૂછીએ છીએ કે પ્રથમ કારણ શું હશે? સ્વાભાવિક રીતે જ આપણને ખાતરી થાય છે કે એવું કારણ તે હશેજ. એમ ન હોય તે સાંકળની દરેક કડીને આધાર આગલી કડી ઉપર રહેતું હોય ત્યારે આખી સાંકળને કશુજ આધાર ન હોય એમ માનવું પડે. જાણો દાખલ મુરઘી ને ઈડાને છે. કયું પહેલું આવ્યું, મુરઘી કે ઈ તિક દુનિયાને અનાદિ માનીએ તો આવી જ સ્થિતિ થાય. આ અવલોકનદષ્ટિએ તે સૃષ્ટિમાં કશો અર્થ ન હોય. જે અસ્તિત્વ બીજા પર આધાર રાખતું નથી તેને આપણે સ્વયંભૂ કહીએ છીએ. તો હવે આપણે બે જ નિર્ણયની વચ્ચે પસંદગી કરવી પડશે. ત્રીજો નિર્ણય થઈ શકે એમ છે જ નહિ. કાંતે એક સ્વયંભૂ વિશ્વને માની શકીએ; કાંતિ એક સ્વયંભૂ ઈશ્વરને માની શકીએ. પરંતુ વિશ્વ સ્વયંભૂ હેય એવું એક પણ ચિહ્ન તેમાં હજી સુધી જોવામાં આવ્યું નથી. તેનાં બધાંજ લક્ષણે એથી વિપરીત જ છે. એ વાત વળી થોડા જ માણસ માને છે, ત્યારે સ્વયંભૂ ઈશ્વરને તો લગભગ તમામ માણસજાત હજીસુધી પણ માને છે. આ પ્રથમ કારણને સ્વીકાર કરીએ તે તે કેવું હશે? વિશ્વમાં દશ્યમાન થતાં તમામ કારણેથી તે જુદુ જ હેય એ દેખાડે છે; નહિ તો તેને પણ કારણ પરિણામને નિયમ લાગુ પડે, અને તેનું કારણ શું છે એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34