Book Title: Dharmna Tattvagyanna Vyakhyano
Author(s): W Graham Mulligan
Publisher: Krushnalal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 17
________________ વળી માણસ વિશ્વ વિષે વિચારે છે ત્યારે એક બીજી બાબત પર તેનું ધ્યાન ખેંચવામાં આવે છે, એટલે ચેતના પર. આપણને અન્ય વ્યક્તિ કે વાનાંની હસ્તી વિષે ચેતના થાય છે, અને એ ચેતના વિષે હજી વિચાર કરીએ છીએ એટલામાં તો ઘણું જાણવાનું મળે છે. એક કીડીને પણ ચેતનાશક્તિ હોય છે, પણ તેનું ક્ષેત્ર બહુ જ નાનું હોય છે. એ કરતાં મારા કૂતરાની ચેતનાનું ક્ષેત્ર મેટું હોય છે, છતાં તે બહુ વિસ્તૃત ન કહેવાય, અને એ ક્ષેત્રની બહાર હેય એવી કોઈ વસ્તુ વિષે તેને કશું ભાન નથી એમ કહીએ તે ચાલે. પણ મારા કુતરા કરતાં મારી પોતાની ચેતનાનું ક્ષેત્ર વિશેષ વિસ્તૃત છે. તેમાં તે આ જે વિષય સંબંધી હું લખું છું તેનો તેમજ આ વિષયને લગતાં જે પુસ્તકો મેં વાંચ્યા છે તેને પણ સમાવેશ થાય છે. આ વિષય સંબંધી મારા કુતરાને કશું ભાન ન હોય, અને કીડીને તે ઘણું કરીને મારી કે મારા કૂતરાને હસ્તી વિષે પણ ભાન ન હોય. એ પ્રમાણે માલૂમ પડે છે કે જેમ પ્રાણું જીવનની પાયરીએ ચઢે છે તેમ તેની ચેતનાના ક્ષેત્રને વિસ્તાર કરવામાં આવે છે. એ પરથી ઘણુ વિચારકને એમ લાગ્યું છે કે જેના ક્ષેત્રમાં આખું વિશ્વ એક સાથે આવી જાય એવી અમુક સર્વોપરી ચેતના હોવી જોઈએ. એવું અનુમાન બિલકુલ બુદ્ધિસંપન્ન લાગે છે, અને એવી ચેતના હોય તે તેને ઈશ્વર નામ આપવું ઘટે છે. હવે માણસની બુદ્ધિનું એવું લક્ષણ પણ છે કે ભૌતિક પ્રદેશમાં બનતી બીનાઓમાં તેને કારણે અને પરિણામને સંબંધ પણ દશ્યમાન થાય છે. આખા વિશ્વમાં કારણને પરિણામનો સંબંધ ઓતપ્રોત થઈ રહેલો માલૂમ પડે છે. આ અનુમાન પર સમરત વિજ્ઞાનશાસ્ત્ર આધારભૂત માલૂમ પડે છે. આ અર્થ પ્રમાણે આપણે કહીએ છીએ કે વાદળનું ઘનીકરણ થાય છે અને તે વરસાદનું કારણ છે. સરોવરના પાણીનું બાષ્પીકરણ થાય છે, અને તે વાદળનું કારણ છે. નીચાણની જમીનમાં નદી વહે છે એ સરોવરનું કારણ છે, અને ડુંગરમાંથી કરો ઘટે છે એ નદીનું કારણ છે, વગેરે, આવા કારણુપરિણામના કાર્યક્રમને અનુસરીને આ વિશ્વને તેનું સ્વરૂપ મળ્યું છે. પરંતુ આ કાર્યક્રમ અનાદિકાળથી ચાલતો આવેલે હશે એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34