Book Title: Dharmna Tattvagyanna Vyakhyano
Author(s): W Graham Mulligan
Publisher: Krushnalal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 18
________________ ૧૨ Ο વિચારથી માણસનું મન સતુષ્ઠ થઇ શકતું નથી. જે કંઈ હતીમાં આવ્યું જે તેની પાછળ કારણુ ાય છે. એમ;ન ઢાય તે વિચાર પણ થઈ શકે નહિ. આ સત્ય એટલું બધું સ્વસિદ્ધ છે કે તેના નકાર કદી પણ કરવામાં આવ્યા જ નથી. ભૌતિક પ્રદેશમાં જે ભીનાએ બને છે તેમાંની દરેક ખીનાનુ કારણ તેમજ પરિણામ પણ છે; તે આગલી કાઇ ખીના પર અવલંબે છે અને તેમાંથી અન્ય ખીના ઉદ્ભવે છે. કારણ વગરની એક પણ ભીનાનું જ્ઞાન આપણી ઈંદ્રિયા આપી શકતી નથી, અને સૌથી બળવાન તેમજ સૌથી સૂક્ષ્મદર્શક યંત્રાની મદદ લઇએ છીએ ત્યારે પણ એવી કાઇ ના વિષે માહિતી મળી શકતી નથી. છતાં ભૌતિક પ્રદેશમાં જેની શરૂઆત ન થઈ હાય એવી કાષ્ઠ વસ્તુ નથી. પરંતુ આપણે તેનું કારણ જોઇએ તે પહેલાં એક બીજી બાબત ઉપર હું તમારૂં ધ્યાન ખેંચવા માગુ છુ.. અત્યારે તા અણુ મેમ્મ વિષે પુષ્કળ ચર્ચા કરવામાં આવે છે. અણુ એટલે શું? કેટલાક ગ્રીક તત્ત્વજ્ઞાનીઓ એમ માનતા હતા કે ભૌતિક પ્રદેશ તેજ વાસ્તવિક છે; તે વિના કશું વાસ્તવિક નથી. આને જવાદ કહેવામાં આવે છે, અને આપણે ઉપર જોયું તે પ્રમાણે આધુનિક સમયમાં ઘણા વિદ્વાનાએ એ મત સ્વીકાર્યો પણ છે. સાથે સાથે એમ પણ માનવામાં આવ્યું છે કે ભૌતિક પ્રદેશનાં મૂળતત્ત્વ અનાદિ છે. નાનામાં નાનુ જે તત્ત્વ શેાધી કાઢવામાં આવ્યું છે તેનુ નામ અશુ. હવે આ અણુ અનાદિ છે એવું લેાકેા શા આધારે કડી શકે? દેખીતું છે કે આ વાત સત્ય હોય તેા પણ તે કદી પણ સાબિત થઈ શકે નRsિ. ખરું જોઇએ તે ઈશ્વરની હસ્તી માનવા માટે જેટલા વિશ્વાસની આવશ્યકતા છે તેટલેાજ વિશ્વાસ આ વાત માનવાને પણુ આવશ્યક છે. હવે આ વિશ્વમાં જેટલું વૈવિધ્ય જોવામાં આવે છે તેટલું અકય પણ વિશ્વમાંની અજોડ વ્યવસ્થાહ્ન રે દૃષ્ટિગોચર થાય છે. આ વિશ્વની રચનાના દરેક ભાગમાં બુદ્ધિ તરભેાળ થઈ રહેલી માલૂમ પડે છે. જે આફ્રિકાળિક કાઈ વ્યવસ્થા કરનાર મન ના હાયતા આ અય અને આ વ્યવસ્થા કેવી રીતે ઉદ્ભવ્યાં હશે તેના વિચાર કરે।. આદિએ માત્ર અચેત અણુ જ હેય તેશું આપણે માની શકીએ કે આ અણુઓએ એકબીજાની સલાહ લઈને આ બધી વ્યવસ્થા કરી હશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34