________________
૧૫
થી મને મારા પિતા વિષે પણ જાણ થાય છે. આપણામાં એવી અજાયબ જેવી શક્તિ છે કે જાણે પ્રેક્ષક તરીકે ઊભા રહીને આપણે પોતાનાં મનને કામ કરતાં જોઈ શકીએ છીએ. બાળક શરૂઆતમાં તો સ્વચેત નથી. બીજા વિષે તેને ચેતના થાય છે ત્યાર પછી તે પિતા વિષે સચેત બને છે. એમ બીજ વિષે આપણને ચેતના થાય છે અને તે પછી આપણે સ્વચેત બનીએ છીએ. દેખીતું છે કે જે ઈશ્વર હોય તે જે રીતે આ મેજ વિષે હું જાણું છું તે રીતે હું તેના વિષે જાણતો નથી. જેવી રીતે હું તમને ઓળખું છું એવી જ રીતે તેની સાથે ઓળખાણ થાય, એટલે હું તેને ઓળખું તે પહેલાં તે મને પિતાને પ્રગટ કરે એવી જરૂર છે. વિજ્ઞાનની રીત પ્રમાણે એ ઓળખાણ ન થઈ શકે એ નિર્વિવાદ છે. ભલાઈ, સુંદરતા ને સત્ય વિષે આપણને જે ખ્યાલો પ્રાપ્ત થાય છે તે ઈશ્વર તરફથી ન મળ્યા તે કયાંથી ઉદ્દભવ્યા તેનો ખુલાસો અત્યાર સુધી એક પણ નાસ્તિકે કર્યો જ નથી.
૨. આસ્તિકની વાણી નાસ્તિકને જવાબ આપવો એ સહેલું કામ છે. એટલે ઈશ્વરની હરતી વિષે શંકા ઉપજાવવા માટે તે જે દલીલે રજુ કરે છે તેનું ખંડન કરવું સહેલું છે. હમણાં આસ્તિકનું સાંભળવું જોઈએ. તે પિતાના બચાવમાં શું કહી શકે છે? તેની પાસે હકારાત્મક જવાબ માગીએ. આપણે તેને સાફ કહીએ કે ભાઈ, તમે મહેરબાની કરીને તમારી આ શ્રદ્ધાની નિરીક્ષા કરી, અને તમે કયાં કારણથી તેને વળગી રહે છે તે અમને જાણુ. આ પરિસ્થિતિમાં વિચારવંત આરિતક આવાં આવાં કારણે રજૂ કરશે એમ હું માનું છું. શરૂઆતમાં તે જે તે ડાહ્યો માણસ હશે તો કહેશે કે ઈશ્વર અપરિમિત છે, તેથી તેને પહોંચી શકે એવો લાંબે પૂલ કોઈ પરિમિત બુદ્ધિ બાંધી શકે જ નહિ. જે વડે ઈશ્વરની હરતી સાબિત કરી શકાય એવી કોઈ પણ એકની એક દલીલ છેજ નહિ, તો પણ બુદ્ધિસંપન્ન હેય એવી હજારો દલીલ છે. તે દરેકને એક સેટીની ઉપમા આપી શકાય; એટલે તે લઈને આપણે ભાંગી શકીએ છીએ. પણ એવી ઘણું સેટીઓ ભેગી બાંધી દેવામાં આવે તો તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com