Book Title: Dharmna Tattvagyanna Vyakhyano
Author(s): W Graham Mulligan
Publisher: Krushnalal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 7
________________ ઉદ્દભવ્યું એમ કહેવાય, અને ઈશ્વરને માનવા કરતાં એ માનવું મુશ્કેલ. દુનિયાભરમાંનું તત્ત્વજ્ઞાન એક અવાજે પોકારી ઊઠે છે કે જેનું પરિણામ તેવું કારણ. વિપરીત સ્વરૂપ એકબીજામાંથી ઉદ્ભવતાં જ નથ.. વાંદરાની મદદ ન મળી ત્યારે નાસ્તિકે બીજે રસ્તે લેવા મંડયા. માનવશાસ્ત્ર નામની એક નવીજ વિદ્યા આપણા જમાનામાં ઉપસ્થિત થયેલી માલૂમ પડે છે. આ વિદ્યા ઉપયોગી છે. એ વછે સંશોધકોએ માનવજાતના ઇતિહાસ પર ઘણું પ્રકાશ નાખ્યો છે એમાં શક નથી. એમાંથી વળી થોડું જ્ઞાન લઇને નાસ્તિકે ઈશ્વરને નાબૂદ કરવા નીકળ્યા છે. તેઓ આ પ્રમાણે દલીલ કરે છે. ઈશ્વર વિષેની તમારી આ માન્યતાનો પાયો બહુ કાચે છે. માણસ મૂળે વહેમી હોય છે. તેની પ્રાથમિક સ્થિતિમાં તો તે સર્વચેતનાવાદ માનનારે છે, એટલે પિતાની આસપાસ જે જે દેખાય છે તે બધાં વાનાંમાં આત્માઓ વામો કરે છે એમ તે માને છે. કેટલાક આત્માએ વળી તેને વિશેષ બળવાન લાગે છે, એટલે પોતાના કામકાજ તેમજ જીવનના ઝઘડામાં તે તેની મદદ શોધે છે. પહેલાં તે પિતાની ગુફાની દિવાલ પર તેઓનાં ચિત્ર કાઢે છે. પછી હથિયારને ઉપયોગ તે કરી જાણે છે ત્યારે તે લાકડાં કે પથ્થર ઘડીને તેમની મૂર્તિ બનાવે છે અને તેઓની પૂજા કરે છે. ખાસ કરીને ખ્રિસ્તી ધર્મ પર નાસ્તિકે એવી ટીકા કરે છે કે ઈશ્વર વિષેનો તેમને વિચાર કેમે કમે પ્રાપ્ત થશે. જૂના કરારમાં મૂર્તિ પૂજા મૂકી દઈને એક અદશ્ય દેવની પૂજા કરવામાં આવે છે. તેની સત્તા માત્ર યાદૂરી કામમાંજ ચાલતી માલૂમ પડે છે. આખરે તે દેવની સત્તા આખી દુનિયામાં ચાલવા સારુ વિસ્તૃત થાય છે. માટે ઈશ્વરને માનવાની કશી જરૂર નથી. એ માન્યતા આદિકાળક મનુષ્યના વહેમથીજ ઉદ્દભવી છે. હવે આ બધી બાબતોમાં સત્ય રહેલું છે, પરંતુ તે પરથી કરેલ નિર્ણયજ ખોટો છે. છેડા જ્ઞાનનું જોખમ આ નિર્ણય પરથીજ સાબિત થાય છે. ધારે કે આ બધી હકીકત બેસોળ આના સાચી છે, તે પછી એથી શું સાબિત થાય છે? વધારેમાં વધારે એટલું જ કે ઈશ્વર વિષે માણસજાતનો વિચાર વિકાસ પામતે જાય છે. પણ કોણ ના કહે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34