Book Title: Dharmna Tattvagyanna Vyakhyano
Author(s): W Graham Mulligan
Publisher: Krushnalal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 11
________________ આ માન્યતાને વળગી રહેતા નથી. આ માન્યતા ધીમે ધીમે ઉદ્દભવે છે અને પ્રાપ્ત થાય છે. ત્યારેજઈશ્વરવિષેને માણસને વિચાર તેની પરાકાષ્ટાએ પહોંચી જાય છે. પરંતુ એ વિચાર એવો છે કે તે એક વાર પ્રાપ્ત થયા પછી માણસ તેને રાજીખુશીથી છોડી દઈ શકે નહિ; કેમકે એ વિચાર માણસના મનમાં આવે છે ત્યારે સ્વાભાવિક રીતે તેનું હદય તેનું સત્ય કબૂલ કરે છે. પરંતુ આ બાબત વિષે વિચાર કરીએ છીએ ત્યારે તરત એવું ભાન થાય છે કે તેને ઉદ્દભવ કદી પણ માણસની ઇચ્છામાંથી થઈ શકે નહિ. છતાં ઈશ્વર પવિત્ર છે એ વિચાર ઓછાવત્તા પ્રમાણમાં દરેક ધર્મમાં દશ્યમાન થાય છે. હવે એ વિચાર માણસના મનમાં આવે છે ત્યારે સાથે સાથે એવું ભાન પણ થાય છે કે ઈશ્વર આવો હોય તો મારાં પાપને તે ધિક્કારતે હશે. રવાભાવિક રીતે માણસને પાપ છોડવું નથી, અને ઈશ્વર વિષે વિચાર ઈચ્છામાંથીજ ઉદભવતે હેય તો આવા ઈશ્વરને તે કદી કલ્પ પણ નહિ. અમારાં પાપ વિષે વાંધો ન લે એવા ઈશ્વરને તે માણસે કપી શકે, અને એવા ઈશ્વરને કેટલાક માણસોએ કલ્પી પણ લીધેલો છે. પણ સામાન્ય રીતે માણસો એવા ઈશ્વરને રવીકાર કરવા રાજી નથી. વહેલામોડા તેઓ એવા ઈશ્વરને તરછોડી દે છે. ઈશ્વર આપણો સરજનહાર છે અને આપણું પિષણને રક્ષણ કરે છે, એટલું જ નહિ પણ તે આપણે ન્યાયાધીશ પણ થાય છે એવું ભાન પણ સ્વાભાવિક રીતે માણસને થાય છે. આપણે સારું કરીએ એવી ઈશ્વરની ઈરછા હશે એમ લગભગ દરેક ઈશ્વરવાદી કબૂલ કરશે. મારી ઇચછાનુસાર હું ઈશ્વરને કલપી લઉં તો મને ખાતરી છે કે મારાં પાપ બેટાં કરાવે અને તેને લીધે દિલગીર થાય એવા ઈશ્વરને હું કદી પણ કહ્યું નહિ મારો દુરાચાર નભવા દે એવો ઈશ્વર હોય તો મારી ઈચ્છા સંતુષ્ઠ થાય. વળી ઈશ્વરને લગતો વિચાર વ્યક્તિગત ઇચ્છા પ્રમાણે નહિ પણ સામુદાયિક ઇચ્છા પ્રમાણે ઘડવામાં આવે છે એમ કાઈ કહેતું હોય તો તે પણ ચાલે નહિ; કેમકે ઈશ્વર જે નીતિ ફરમાવે છે તે વ્યક્તિને માટે એટલું જ નહિ પણ સમાજ અને દેશજાતિને માટે પણ બંધનકારક થાય છે એવું સત્ર સ્વીકારવામાં આવે છે. જેમ વ્યક્તિગત ઈચ્છા દુરાચાર તરફ વલણ રાખે છે તેમ પ્રજાઓની ઇચ્છા પણ દુરાચાર તરફ વલણ રાખે છે. અને દુનિયામાં લાઈએ થવાનું કારણ એજ છે. ઈશ્વર વિષે વિચાર ગમે તે રીતે પ્રાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34