________________
મુશ્કેલીઓ આવીને ઊભી રહે છે. અમુક મુશ્કેલીઓને તે તેનાં માબાપ પૂરાં પડે છે. આગળ જતાં પોતાના દેશના કાયદાનો આશ્રય લઈ શકાય છે. પરંતુ જેમ તેનું જ્ઞાન વધે છે તેમ જેને માબાપ અને દેશના કાયદા પણ ન પહોંચી શકે એવા નવા પ્રકારની મુશ્કેલીઓ તેને નડે છે. આ સ્થિતિમાં માણસને આખા વિશ્વની મુશ્કેલીઓને પહોંચી વળે એવા મોટા બાપ એટલે ઈશ્વરને કલ્પી લેવો પડે છે.
(૨) આની સાથે એક બીજે ખુલાસો પણ રજૂ કરવામાં આવે છે. ઈશ્વર વિષેના વિચારનું મૂળ માણસની ઇચ્છાશક્તિમાં રહેલું છે. આ ખુલાસા પ્રમાણે પ્રામાણિક્ષણને ધારણે વિચાર કરવો એ માણસજાતને માટે અશકય છે, કારણ કે બુદ્ધિ પર ઈચ્છા પ્રભુતા ભેગવે છે. માણસ જેવું ઇચ્છે છે તેવો તે વિચાર કરે છે. જેના પર તે ભરોસે રાખી શકે એવી કઈ મહાન વ્યક્તિ હોય તો સારું એમ ધારીને એવી વ્યક્તિ ખરેખર હસ્તી ધરાવે છે એ વાત પર માણસને વિશ્વાસ બેસે છે. આ દલીલની અસર ઘણાના મન ઉપર થાય છે, માટે આપણે તેની નિરીક્ષા કરવી જોઈએ.
પ્રથમ તો આ દલીલમાં અમુક અંશે સત્ય રહેલું છે એ આપણે ખુશીથી કબૂલ કરીશું. વળી આ વાત કેવળ ધાર્મિક વિચારોને જ લાગુ પડતી નથી. આ બાબતમાં માણસની ખાસિયત માલૂમ પડે છે; આમાં માણસની નબળાઈ માલૂમ પડે છે. દરેક ક્ષેત્રમાં આવું પરીક્ષણ માણસને થાય છે. પરંતુ આ દલીલ તો બેધારી તરવાર સમાન છે; તે જેટલા પ્રમાણમાં આસ્તિકને લાગુ પડે છે તેટલાજ પ્રમાણમાં તે નાસ્તિકને પણ લાગુ પડે છે. પરંતુ ઈશ્વર વિષે આપણે જે વિચાર છે તેની નિરીક્ષા કરીએ. એ વિચારમાં રહેલું દરેકે દરેક તત્વ ઇચ્છામાંથી જ ઉદ્દભવે છે એ શું આપણે માની શકીએ ખરા?
હવે ઈશ્વર વિષે માણસને જે વિચાર છે તેમાં એક તત્વ એવું છે કે તે માણસની ઇચ્છામાંથી કદી પણ ઉદ્દભવે નહિ એટલે તેની પવિત્રતા. અલબત, બધા માણસે એકસરખી રીતે અથવા એકસરખા ભાવથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Surat
www.umaragyanbhandar.com