________________
પ્રવાહમાં મૂળતઃ એકતા અને પરિણામે પણ એકતા ચાલુ રહી છે. આ હકીકતને પંડિત લોકોએ જનતામાં ગાઈ વગાડીને ફેલાવવી જોઈએ. તે માટેની તમામ સમજતીઓ આમજનતાના કાન સુધી પહોંચાડવી જોઈએ; અને તેમ કરીને પૂર્વના પતિએ જનતા વચ્ચે ધર્મને નામે જે મેટી ખાઈ ખેલી છે, તેને પૂરી નાખવા કટિબદ્ધ થઈ પિતાની જાતનું કલંક દૂર કરવું જોઈએ.
શાળા-પાઠશાળાઓમાં, મહાવિદ્યાલયોમાં કે વિદ્યાપીઠમાં, મંદિરમાં, મસ્જિદમાં, અગિયારીઓમાં કે જ્યાં ક્યાં ય ધર્મનું શિક્ષણપઠન-પાઠન વા વ્યાખ્યાન ઉપદેશ ચાલતાં હોય, ત્યાં બધે સ્થળે એકબીજાના ધર્મની તુલના કરવા સાથે તટસ્થભાવપૂર્વક-સમભાવપૂર્વક એકબીજાના ધર્મ પ્રતિ આદરબુદ્ધિ રાખવા સાથે એ ધર્મશિક્ષણ ચાલે એ માટે જરૂર પ્રયત્ન કરવો જોઈએ. તે તે ધર્મસંસ્થાના સંચાલકે આ વિશે ખાસ લક્ષ કરે, તે આપણી નવી પેઢીમાં તૈયાર થનાર છાત્રામાં સર્વધર્મસમભાવની વૃત્તિ જરૂર ખીલે; અને ઉત્તરોત્તર તે વૃત્તિ વધુ વિકાસ પામતાં માનવમાનવ વચ્ચે ધર્મને નામે જે કલહો ચાલે છે, તે ઓછા થતા થતા જરૂર સમૂળગા શાંત થઈ જાય.
શિક્ષણ સંસ્થાઓની પેઠે આપણું પિતાનાં ઘરોમાં, શેરીઓમાં, અખાડાઓમાં, ચેરામાં કે ચૌટામાં પણ એક બીજાના ધર્મ પ્રત્યે સમભાવ કેળવી શકાય એવું વાતાવરણ રચવા આપણા કુટુંબના વડીલેએ અને તે તે સ્થાનના નાયકોએ જરૂર સવિશેષ પ્રયત્ન કરવો જોઈએ; એ પ્રયત્ન એટલે બીજી બીજી ધર્મપરંપરાના મૌલિક કે મિત્રસાહિત્યનું ઊંડું અવગાહન કરી તે વિશે મનન કરી એક બીજા ધર્મોના મૂળ સિદ્ધાંતમાં કેવી રીતે એકતા સચવાયેલી છે અને એકબીજાના ધર્મોને હેતુ પણ કેવો એક સરખો છે, એ બાબત તટસ્થપણે વાતે જમાવી ફેલાવવી જોઈએ. બાળવામાં, કિરવામાં અને યુવકકથાઓમાં પણ એકબીજા ધર્મના ગુણે, વિશેષતાઓ, વિવિધ ક્રિયાકાંડે વગેરેની ગૂંથણી સર્વધર્મ સમભાવની વૃત્તિ જેવી રીતે ખીલે તેવી રીતે જરૂર થવી જોઈએ. એ વાતમાં નરદમ કૃત્રિમતા ન હેવી ઘટે; પરંતુ એક બીજા ધર્મવાળા વચ્ચે જે હજુ પણ એખલાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org