Book Title: Dharmna Pado Dhammapada
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 14
________________ ૧૩ અકસ્માત રીતે પ્રવાસમાં ભેગાં થઈ ગયાં. પાસે પાસે જ બેઠેલાં, વાતચીત ચાલી અને તે બધાંએ સાથે ભેજન પણ કર્યું, પરંતુ તેઓ એકબીજાને ઓળખી ન શક્યાં તેમ તેમનો એક બીજાને પરસ્પર કે સંબંધ છે તે પણ જાણું ન શક્યાં. ત્રણે કુટુંબની ભાષામાં અને પિશાકમાં થોડો થોડો ફેર હતા, આમ છતાં તેઓ એક બીજાના પ્રેમનો રસ અનુભવતા હતા; પ્રવાસ લાંબો હતા એટલે તેમને છૂટા પડવાને વાર હતી. કોને ક્યાં જવાનું છે એની પડપૂછ ચાલી તે જણાયું, કે તે ત્રણે પરિવારોને એક જ સ્થળે અને એક જ કુટુંબમાં જવાનું નીકળ્યું; આથી તે તેમનામાં એકબીજાની ઓળખાણ માટે આશ્ચર્ય સાથે વધુ પ્રશ્નોત્તરી થયા તો તેમને માલૂમ પડયું, કે તેઓ બધા એક જ કુટુંબના છે અને કાળબળે તેમના વડવાઓ જુદી જુદી દિશાઓમાં આવેલા પરગણાઓમાં જઈને વેપાર માટે વસેલા હતા, પરંતુ ઘણા સમયથી પરિચય ઓછો થઈ ગયેલો તેથી તેઓ એક બીજાને તરતમાં ન ઓળખી શકયા; પરંતુ જ્યારે અંદર અંદર ઊંડી ઓળખાણ અને સંબંધ નીકળ્યા, ત્યારે તેમનામાંના દરેકને નાનાથી મોટા સુધી સૌને મનમાં ભારે આનંદ આનંદ થયે અને કલેલ કરતા એ ત્રણે પરિવારે પોતાના મૂળ વડવાને સ્થાને જઈ પહોંચ્યા. આ રૂપક જેવી જ પરિસ્થિતિ આપણી એટલે ભારતવર્ષના ત્રણ મહાન ધર્મ પ્રવાહના અનુયાયીઓની થઈ ગઈ છે; એટલું જ નહિ, પણ એ રૂ૫ક કરતાં આપણે પરિસ્થિતિ વિશેષ બગડેલી છે. એ રૂપકના પરિવારે એકબીજાને ઓળખતા ન હતા એટલે જ એમના વચ્ચેનો સંબંધ જ નહિ, પરંતુ જ્યારે ઓળખ પડી, ત્યારે તેઓ એકબીજાને સ્નેહ સાથે ભેટી પડ્યા ત્યારે એ પવિત્ર પ્રાચીન ત્રણે પ્રવાહના અનુયાયીઓ આપણે તદ્દન પાસે પાસે રહેવા છતાં હળવા-મળવા છતાં અરે શાખપાડોશીની પેઠે સાથે રહેવા છતાં એક બીજાની ઓળખાણ માટે કશી જિજ્ઞાસા જ પ્રકટ કરતા નથી. ઊલટું એક બીજા વિશે ગેરસમજ ફેલાવી પરસ્પર વૈમનસ્ય ઊભું કરવા કટિબદ્ધ રહીએ છીએ; આપણું આ પરિસ્થિતિ કાંઈ આજની નવી નથી, પરંતુ આજ હજારો વર્ષથી ચાલી આવે છે, અને તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 194