________________
૧૩
અકસ્માત રીતે પ્રવાસમાં ભેગાં થઈ ગયાં. પાસે પાસે જ બેઠેલાં, વાતચીત ચાલી અને તે બધાંએ સાથે ભેજન પણ કર્યું, પરંતુ તેઓ એકબીજાને ઓળખી ન શક્યાં તેમ તેમનો એક બીજાને પરસ્પર કે સંબંધ છે તે પણ જાણું ન શક્યાં. ત્રણે કુટુંબની ભાષામાં અને પિશાકમાં થોડો થોડો ફેર હતા, આમ છતાં તેઓ એક બીજાના પ્રેમનો રસ અનુભવતા હતા; પ્રવાસ લાંબો હતા એટલે તેમને છૂટા પડવાને વાર હતી. કોને ક્યાં જવાનું છે એની પડપૂછ ચાલી તે જણાયું, કે તે ત્રણે પરિવારોને એક જ સ્થળે અને એક જ કુટુંબમાં જવાનું નીકળ્યું; આથી તે તેમનામાં એકબીજાની ઓળખાણ માટે આશ્ચર્ય સાથે વધુ પ્રશ્નોત્તરી થયા તો તેમને માલૂમ પડયું, કે તેઓ બધા એક જ કુટુંબના છે અને કાળબળે તેમના વડવાઓ જુદી જુદી દિશાઓમાં આવેલા પરગણાઓમાં જઈને વેપાર માટે વસેલા હતા, પરંતુ ઘણા સમયથી પરિચય ઓછો થઈ ગયેલો તેથી તેઓ એક બીજાને તરતમાં ન ઓળખી શકયા; પરંતુ જ્યારે અંદર અંદર ઊંડી ઓળખાણ અને સંબંધ નીકળ્યા, ત્યારે તેમનામાંના દરેકને નાનાથી મોટા સુધી સૌને મનમાં ભારે આનંદ આનંદ થયે અને કલેલ કરતા એ ત્રણે પરિવારે પોતાના મૂળ વડવાને સ્થાને જઈ પહોંચ્યા.
આ રૂપક જેવી જ પરિસ્થિતિ આપણી એટલે ભારતવર્ષના ત્રણ મહાન ધર્મ પ્રવાહના અનુયાયીઓની થઈ ગઈ છે; એટલું જ નહિ, પણ એ રૂ૫ક કરતાં આપણે પરિસ્થિતિ વિશેષ બગડેલી છે. એ રૂપકના પરિવારે એકબીજાને ઓળખતા ન હતા એટલે જ એમના વચ્ચેનો સંબંધ જ નહિ, પરંતુ જ્યારે ઓળખ પડી, ત્યારે તેઓ એકબીજાને સ્નેહ સાથે ભેટી પડ્યા ત્યારે એ પવિત્ર પ્રાચીન ત્રણે પ્રવાહના અનુયાયીઓ આપણે તદ્દન પાસે પાસે રહેવા છતાં હળવા-મળવા છતાં અરે શાખપાડોશીની પેઠે સાથે રહેવા છતાં એક બીજાની ઓળખાણ માટે કશી જિજ્ઞાસા જ પ્રકટ કરતા નથી. ઊલટું એક બીજા વિશે ગેરસમજ ફેલાવી પરસ્પર વૈમનસ્ય ઊભું કરવા કટિબદ્ધ રહીએ છીએ; આપણું આ પરિસ્થિતિ કાંઈ આજની નવી નથી, પરંતુ આજ હજારો વર્ષથી ચાલી આવે છે, અને તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org